સમાજશાસ્ત્ર
લાલા લજપતરાય
લાલા લજપતરાય (જ. 28 જાન્યુઆરી 1865, લુધિયાણા, પંજાબ; અ. 17 નવેમ્બર 1928, લાહોર, પાકિસ્તાન) : ભારતના મહાન સ્વાતંત્ર્ય-સેનાની, આર્યસમાજના આગેવાન અને રાષ્ટ્રવાદી લેખક. તેઓ હિંદુ અગ્રવાલ કુટુંબમાં જન્મ્યા હતા. તેમના પિતા લાલા રાધાકિશન સરકારી સ્કૂલમાં ઉર્દૂના શિક્ષક અને માતા ગુલાબદેવી શીખ હતાં. તેમનાં લગ્ન 1877માં રાધાદેવી સાથે થયાં હતાં. તેમને…
વધુ વાંચો >લીનાબહેન મંગળદાસ
લીનાબહેન મંગળદાસ (જ. 18 ઑગસ્ટ 1915, અમદાવાદ) : ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં બાળકલ્યાણ પ્રવૃત્તિ ચલાવતા ‘શ્રેયસ’ વિદ્યાસંકુલનાં સ્થાપક. ધનિક કુટુંબમાં જન્મ. પિતા અંબાલાલ સારાભાઈ જાણીતા ઉદ્યોગપતિ હતા. માતાનું નામ સરલાદેવી. તેમના વડવા મગનભાઈ શેઠે ગુજરાતમાં સૌપ્રથમ કન્યાશાળાની સ્થાપના કરી હતી. એ વારસો લીનાબહેને ‘શ્રેયસ’ વિદ્યાકીય સંકુલ દ્વારા જાળવી રાખ્યો…
વધુ વાંચો >લે ડક થો
લે ડક થો (જ. 11 ઑક્ટોબર 1911, નાગ હા પ્રાંત, ઇન્ડોચાયના; અ. 13 ઑક્ટોબર 1990, હેનૉઇ, વિયેટનામ) : વિયેટનામ યુદ્ધનો અંત લાવવા માટે સફળ રીતે વાટાઘાટો કરનાર તથા વિશ્વશાંતિ માટેનું નોબેલ પારિતોષિક સંયુક્ત રીતે મેળવનાર વિયેટનામના મુત્સદ્દી. મધ્યમ વર્ગના પરિવારમાં ઉત્તર વિયેટનામના એક નાનકડા ગામડામાં જન્મ. મૂળ નામ ફાન દિન…
વધુ વાંચો >લેનિન, વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ
લેનિન, વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ (જ. 22 એપ્રિલ 1870, સિમ્બિકર્સ, રશિયા; અ. 21 જાન્યુઆરી 1924, ગૉર્કી મૉસ્કો) : માર્કસવાદી વિચારસરણીને વરેલા વિશ્વના મહાન ક્રાંતિકારી નેતા, સોવિયેત સંઘના પ્રથમ સમાજવાદી શાસક, રશિયાના બોલ્શેવિક (સામ્યવાદી) પક્ષના સંસ્થાપક તથા માર્કસવાદી-લેનિનવાદી વિચારસરણીના પ્રવર્તક. રશિયાની પોલીસને થાપ આપવા મૂકવા માટે 1901માં તેમણે લેનિન નામ ધારણ કર્યું…
વધુ વાંચો >લેસેપ્સ, ફર્ડિનાન્ડ મારી
લેસેપ્સ, ફર્ડિનાન્ડ મારી (જ. 19 નવેમ્બર 1805; અ. 7 ડિસેમ્બર 1894) : ફ્રાન્સના સુએઝ નહેરના નિર્માતા અને રાજદ્વારી પુરુષ. 1825માં કારકિર્દીના પ્રારંભ વખતે તેમણે ફ્રેન્ચ સરકારની વિદેશસેવામાં જોડાઈ અનેક દેશોમાં રાજદૂત તરીકે સેવા બજાવી. તેમાં ઍલેક્ઝાન્ડ્રિયા, કેરો અને રોમનો પણ સમાવેશ થતો હતો. આ રીતે તેમણે રાજદ્વારી તરીકે 24 વર્ષ…
વધુ વાંચો >લોકાર્નો કરાર
લોકાર્નો કરાર : સ્વિટ્ઝર્લૅન્ડના લોકાર્નો નગરમાં યુરોપીય સત્તાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે પરસ્પર બાંયધરીની અને લવાદ-પ્રથાના સ્વીકાર માટેની ઈ. સ. 1925માં થયેલી સંધિઓ. 1925ના ઑક્ટોબરની 16મીએ શરૂ થયેલી પરિષદને અંતે 1 ડિસેમ્બર 1925ના રોજ એેના પર લંડનમાં વિદેશ વિભાગના કાર્યાલયમાં સહીઓ કરવામાં આવી હતી. પરિષદમાં જર્મની, ફ્રાન્સ, ગ્રેટ…
વધુ વાંચો >લોખંડે, એન. એમ.
લોખંડે, એન. એમ. (જ. ?; અ. ?): ભારતના ઔદ્યોગિક ક્ષેત્રના શ્રમિકોને સંગઠિત કરી દેશમાં મજૂર મંડળોનો પાયો નાંખનાર શ્રમજીવી કાર્યકર. આખું નામ નારાયણ મેઘજી લોખંડે. તે પોતે મુંબઈના એક કારખાનામાં કામ કરતા હતા. 1875ના અરસામાં તત્કાલીન મુંબઈ ઇલાકાનાં કારખાનાંઓમાં કામ કરતા શ્રમિકોને કામના સ્થળે જે ભયજનક અને અમાનવીય ગણાય તેવા…
વધુ વાંચો >લોહની, વિનાયક
લોહની, વિનાયક (જ. 12 એપ્રિલ 1978, ભોપાલ) : માનવજાતની સેવાના ઉદ્દેશ સાથે સ્થાપિત સામાજિક સેવાભાવી સંસ્થા પરિવાર (Parivaar.org)ના સ્થાપક. સંસ્થાની કામગીરી મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડમાં કેન્દ્રિત. મુખ્ય ઉદ્દેશ વંચિત સમુદાય, ગરીબ અને આદિવાસી સમુદાયોનાં બાળકોને પોષણયુક્ત આહારની સાથે ઉચ્ચ-ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો. ‘માનવસેવા એ જ પ્રભુસેવા’ના સ્વામી…
વધુ વાંચો >લોહિયા, રામમનોહર
લોહિયા, રામમનોહર (જ. 23 માર્ચ 1910, અકબરપુર, જિ. ફૈઝાબાદ, ઉત્તર પ્રદેશ; અ. 12 ઑક્ટોબર 1967, દિલ્હી) : ભારતના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી ચિંતક, પ્રથમ કક્ષાના રાજનીતિજ્ઞ અને સાંસદ તથા પ્રજાકીય આંદોલનોના આગેવાન. તેમના પૂર્વજો લોખંડની ચીજવસ્તુઓનો વ્યાપાર કરતા હોવાથી પરિવારનું નામ લોહિયા પડ્યું. મૂળ વતન મિર્ઝાપુર, ઉત્તરપ્રદેશ. પરંતુ વ્યવસાયને કારણે અયોધ્યા…
વધુ વાંચો >લોંગોવાલ, હરચંદસિંઘ
લોંગોવાલ, હરચંદસિંઘ (જ. 2 જાન્યુઆરી 1932, ગદિરા, સંગરૂર જિલ્લો, પંજાબ; અ. 20 ઑગસ્ટ 1985, શેરપુરમાં હત્યા) : શિરોમણિ અકાલી દળના પ્રમુખ. ચાર ભાઈઓ અને ચાર બહેનોના બહોળા કુટુંબમાં જન્મેલા હરચંદસિંઘને બાળપણથી ધાર્મિક શિક્ષણ લેવા પ્રોત્સાહિત કરવામાં આવેલા. તેથી પરંપરાગત શિક્ષણ મેળવવાથી તેઓ દૂર રહ્યા. તેઓ ભટિંડા જિલ્લાના મૌજો ગામે જોધસિંગના…
વધુ વાંચો >