સમાજશાસ્ત્ર

રિલિસ, જૅકબ ઑગસ્ટ

રિલિસ, જૅકબ ઑગસ્ટ (જ. 3 મે 1849, રિબ, ડેન્માર્ક; અ. 26 મે 1914, મૅસેચૂસેટ્સ, અમેરિકા) : અમેરિકાના અખબારી પત્રકાર, સમાજસુધારક તથા ફોટોગ્રાફર. અમેરિકાના ગીચ-ગંદા વિસ્તારો(slums)નો તાદૃશ ચિતાર આપતા તેમના પુસ્તક ‘હાઉ ધી અધર હાફ લિવ્ઝ’ દ્વારા તેમણે 1890માં અમેરિકાની અંતરતમ સંવેદનાને હચમચાવી મૂકી હતી. 21 વર્ષની વયે તેઓ સ્થળાંતર કરીને…

વધુ વાંચો >

રૂઝવેલ્ટ, અન્ના એલિનૉર

રૂઝવેલ્ટ, અન્ના એલિનૉર (જ. 11 ઑક્ટોબર 1884, ન્યૂયૉર્ક શહેર; અ. 7 નવેમ્બર 1962) : અમેરિકાનાં માનવતાવાદી નેત્રી, રાજકારણી અને લેખિકા. માતાપિતાના અકાળ અવસાનને કારણે તેમનો ઉછેર માતામહીએ કર્યો. પ્રારંભે અમેરિકામાં અને પછીથી યુરોપમાં શિક્ષણ મેળવ્યું. 1905માં તેમણે પોતાના દૂરના પિતરાઈ ફ્રૅન્કલિન ડિલાનો રૂઝવેલ્ટ સાથે લગ્ન કર્યાં. પ્રારંભે શરમાળ વ્યક્તિત્વ ધરાવતાં…

વધુ વાંચો >

રેડ ક્રૉસ

રેડ ક્રૉસ : માનવસર્જિત તથા કુદરતી આપત્તિઓના સમયમાં પીડિતોની સેવા કરતી અને રાહત આપતી આંતરરાષ્ટ્રીય સંસ્થા. તેની સ્થાપના એક દાનવીર સ્વિસ નાગરિક જીન હેન્રી ડુનાં(1828–1910)ની પહેલથી કરવામાં આવી હતી. ડુનાં પોતે ડૉક્ટર હતા. જૂન 1859માં ઇટાલીના સોલફેરિનો ખાતેની લડાઈમાં યુદ્ધભૂમિ પર 40,000 મૃતદેહો પડેલા જોઈને તેમનું હૃદય દ્રવી ઊઠ્યું હતું…

વધુ વાંચો >

રેડ્ડી, મુથુલક્ષ્મી

રેડ્ડી, મુથુલક્ષ્મી (જ. 30 જુલાઈ 1886, પુદુકોટ્ટા; અ. 22 જુલાઈ 1968) : મહિલા તબીબ અને વિવિધ ક્ષેત્રે અસાધારણ પ્રદાન કરનાર સામાજિક કાર્યકર. પિતા એસ. નારાયણસ્વામી આયર શિક્ષિત આગેવાન અને સમાજસેવી હતા. તેઓ અંગ્રેજી સાહિત્યનાં વિદ્વાન પ્રાધ્યાપક અને પુદુકોટ્ટા (તામિલનાડુમાં આઝાદી પૂર્વેનું એક નાનું રાજ્ય) રાજ્યની મહારાજા કૉલેજનાં આચાર્ય હતા. માતા…

વધુ વાંચો >

રોજગાર વિનિમય કચેરી

રોજગાર વિનિમય કચેરી : નોકરીવાંચ્છુઓને તથા નોકરીદાતાઓને એકબીજા સાથે મેળવી આપવાનું કામ કરતી સરકાર હસ્તકની કચેરી. ઘણી વાર એવું બનતું હોય છે કે અમુક લોકોને નોકરીની જરૂર હોય છે, પરંતુ પોતાને જેની જરૂર છે તેવી નોકરી કઈ જગ્યાએ મળી શકે તેમ છે તેની માહિતી તેમને હોતી નથી. પરિણામે કાં તો…

વધુ વાંચો >

રૉયલ કમિશન ઑન લેબર

રૉયલ કમિશન ઑન લેબર : બ્રિટિશ ભારતમાં ઔદ્યોગિક એકમો અને બગીચા-ઉદ્યોગમાં કામ કરતા મજૂરોની પ્રવર્તમાન પરિસ્થિતિ વિશે તપાસ કરી ભલામણો કરવા માટે 1929માં રચવામાં આવેલું પંચ. જે. એચ. વ્હિટલી (Whitley) તેના અધ્યક્ષ (chairman) હતા. તેઓ ઇંગ્લૅન્ડની આમ સભાના માજી સ્પીકર હતા. પંચમાં અન્ય 11 સભ્યો હતા. કમિશને માર્ચ 1931માં પોતાનો…

વધુ વાંચો >

લગ્ન (આધુનિક સંદર્ભમાં)

લગ્ન (આધુનિક સંદર્ભમાં) :  માનવસમાજની પાયાની સંસ્થા. કુટુંબ, ધર્મ અને ભારતીય ઇતિહાસમાં જ્ઞાતિ લગ્ન સાથે અનિવાર્ય રીતે સંકળાયેલી મહત્વની સામાજિક સંસ્થાઓ છે. લગ્નસંસ્થાની વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ખાસ કરીને નૃવંશશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓએ લગ્નના ખ્યાલને સગાઈસંબંધોની વ્યવસ્થાના પરિપ્રેક્ષ્યમાં સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘‘લગ્ન એક પુરુષ અને એક સ્ત્રી વચ્ચેનો એવો…

વધુ વાંચો >

લઘુમતી અને લઘુમતીવાદ

લઘુમતી અને લઘુમતીવાદ : લઘુસંખ્યક જૂથ કે જે સમાન હિત, ધર્મ, જાતિ, ભાષા, વંશ આદિ કારણોસર બહુમતીથી કે વ્યાપક અને પ્રમુખ સમૂહ(dominant group)થી અલગ તરી આવે છે. શાબ્દિક સંદર્ભમાં સમગ્ર સમૂહના અડધા ભાગથી પણ નાનો અંશ તે લઘુમતી. આ લઘુમતી આમ તો બહુમતીની સાથે કે નજીક એક જ રાજકીય વિસ્તારની…

વધુ વાંચો >

લશ્કરી, બેચરદાસ અંબાઈદાસ

લશ્કરી, બેચરદાસ અંબાઈદાસ (જ. 1818, અમદાવાદ; અ. 1889) : ગુજરાતના અગ્રણી વ્યાપારી, ઉદ્યોગપતિ અને દાનવીર. ગુજરાતી ભાષાનો જરૂરિયાત પૂરતો અભ્યાસ કર્યા પછી સાહસિક વૃત્તિને અનુસરીને 1935માં લશ્કરમાં નોકરીએ જોડાયા. અહીં તેમને કૅપ્ટન કેલી નામના અંગ્રેજ અમલદારે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરાવ્યો. 1946માં પિતાનું અવસાન થતાં તેમનો નાણાંની ધીરધારનો ધંધો સંભાળ્યો. તેમના…

વધુ વાંચો >

લાજપુરી, અબ્દુર્રહીમ (મુફતી)

લાજપુરી, અબ્દુર્રહીમ (મુફતી) (જ. ડિસેમ્બર 1903, નવસારી; અ. 2001) : વીસમી સદીના સૌથી વધુ નોંધપાત્ર મુફતી. તેમણે રાંદેર- (જિલ્લો સૂરત)ના દારુલ ઉલૂમ હુસૈનિયામાં રહીને એક આલિમે દીન અને મુફતી તરીકે મુસ્લિમ કોમ તથા દેશની આગવી સેવા બજાવી છે. તેઓ કાદરી-સૈયદ કુળના નબીરા અને હજરત અબ્દુલ કાદર જીલાનીના વંશજ હતા. તેમના…

વધુ વાંચો >