સમાજશાસ્ત્ર
પ્રશ્નાવલી
પ્રશ્નાવલી : વિશાળ સમુદાયના લોકો પાસેથી માહિતી એકત્રિત કરવાની ઝડપી અને સરળ પદ્ધતિ. સામાજિક વિજ્ઞાનોમાં વ્યવસ્થિત અને પદ્ધતિસરનાં અભ્યાસ-સંશોધન કરવા માટે તેનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિ અન્ય વિદ્યાક્ષેત્રોમાં પણ ઉપયોગી છે. આ પદ્ધતિનો સર્વપ્રથમ ઉપયોગ હૉરેસ મૅને 1847માં કર્યો હતો. હવે સંશોધન કરવા માટે આ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ થાય…
વધુ વાંચો >પ્રાર્થનાસમાજ
પ્રાર્થનાસમાજ : એક સમાજસુધારક સંસ્થા. આ સંસ્થાની સ્થાપના મુંબઈ મુકામે 31 માર્ચ 1867ના રોજ થઈ હતી. તેના સ્થાપક ડૉ. આત્મારામ પાંડુરંગ હતા. બીજા વર્ષે રામકૃષ્ણ ગોપાલ ભાંડારકર, મહાદેવ ગોવિંદ રાનડે અને ચંદાવરકર તેના મુખ્ય નેતાઓ બનવાથી સંસ્થાને બળ મળ્યું. પ્રાર્થનાસમાજ નાત-જાતના ભેદભાવ દૂર કરવા અને હિંદુ સમાજની અનેક કુરૂઢિઓ નાબૂદ…
વધુ વાંચો >પ્રિચાર્ડ ઇવાન્સ, એડવર્ડ સર
પ્રિચાર્ડ ઇવાન્સ એડવર્ડ સર (જ. 1902, ક્રોબરો, સસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 11 સપ્ટેમ્બર, 1973) : ઇંગ્લૅન્ડના પ્રસિદ્ધ સમાજમાનવશાસ્ત્રી એડવર્ડ ઇવાન ઇવાન્સ બ્રિટિશ સ્કૂલમાં પ્રત્યક્ષ ક્ષેત્રકાર્ય કરનારા નામાંકિત માનવશાસ્ત્રી. તેમણે નિલોટિક જાતિઓ વિશે અભ્યાસ કર્યો છે. તેઓ એક રોમન કૅથલિક પાદરીને ત્યાં જન્મ્યા હતા. 1916થી 1921 વેન્ચેસ્ટર કૉલેજમાં અને 1921થી 1924 સુધી…
વધુ વાંચો >પ્રીતિ-ભોજન
પ્રીતિ-ભોજન : વર્ણ કે જ્ઞાતિના ભેદ વિનાનું સદભાવથી અપાયેલું સામૂહિક ભોજન. ભારતમાં સ્તર-રચનાનો મુખ્ય આધાર જ્ઞાતિ છે. જ્ઞાતિ-વ્યવસ્થાના છૂતાછૂતના અત્યંત કડક અને જડ નિયમોને કારણે વિભિન્ન જ્ઞાતિઓના લોકો એકબીજાની સાથે બેસીને ભોજન લઈ શકતા ન હતા. તેથી ઉપરના અર્થમાં પ્રીતિ-ભોજન થયાં હોય તેવાં ઉદાહરણો બહુ ઓછાં મળે છે. ભારતમાં કેટલાક…
વધુ વાંચો >પ્રેતભોજન
પ્રેતભોજન : મરણ પછી બારમા દિવસે હિંદુ પરંપરા મુજબ અપાતું સમૂહભોજન. પુરાણ પ્રમાણે મરેલ મનુષ્યનો દેહ બળી ગયા પછી તે અતિવાહિક કે લિંગશરીર ધારણ કરે છે. જ્યારે તેને અનુલક્ષીને પિંડ વગેરે દેવામાં આવે છે ત્યારે તેને પ્રેતશરીર કે ભોગશરીર પ્રાપ્ત થાય છે. આ શરીર સપિંડીકરણ સુધી રહે છે અને પછી…
વધુ વાંચો >પ્લેબિયન
પ્લેબિયન : પ્રાચીન રોમમાં રાજકીય અધિકારોથી વંચિત વિશાળ નીચલો વર્ગ. રોમની પ્રજાએ ઈ. પૂ. છઠ્ઠી સદીની શરૂઆતમાં (ઈ. પૂ. 509) રાજાશાહી શાસનનો અંત લાવીને પ્રજાકીય સરકારની સ્થાપના કરી. આ સમયે રોમમાં બે મુખ્ય સામાજિક વર્ગ હતા : (1) પેટ્રિશિયન અને (2) પ્લેબિયન. પેટ્રિશિયન વર્ગ ઉચ્ચ હોદ્દેદારો, ઉમરાવો, ઉદ્યોગપતિઓ, મોટા વેપારીઓ…
વધુ વાંચો >ફડકે, વિઠ્ઠલ લક્ષ્મણ
ફડકે, વિઠ્ઠલ લક્ષ્મણ (મામાસાહેબ) (જ. 2 ડિસેમ્બર 1887, જાંબુલપાડા, જિ. રત્નાગિરિ; અ. 29 જુલાઈ 1974, ગાંધીઆશ્રમ, ગોધરા) : અસ્પૃશ્યતાનિવારણ આદિ હરિજનસેવાનું રચનાત્મક કાર્ય કરનાર ગાંધીમાર્ગી સેવક અને સ્વાતંત્ર્યસૈનિક. તેમનો જન્મ ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રત્નાગિરિમાં લીધું. નાનપણથી અંગ્રેજી નહિ ભણવાના અને બ્રિટિશ સરકારની નોકરી…
વધુ વાંચો >ફુલે, મહાત્મા જોતીબા
ફુલે, મહાત્મા જોતીબા (જ. 1827, પુણે; અ. 28 નવેમ્બર 1890, પુણે) : અર્વાચીન મહારાષ્ટ્રના ક્રાંતિકારી વિચારક અને સમાજસુધારક. મૂળ વતન સતારા જિલ્લાનું કંટગુણે પણ પછી પુરંદર તાલુકાના ખાનવડી ખાતે સ્થાયી રહ્યા. પિતાનું નામ ગોવિંદરાવ અને માતાનું નામ ચિમણાબાઈ. મૂળ અટક ગો–હે, પરંતુ ફૂલોના વ્યવસાયમાં પિતાએ ખૂબ સફળતા મેળવી હોવાથી તેમના…
વધુ વાંચો >ફુલે, સાવિત્રીબાઈ
ફુલે, સાવિત્રીબાઈ (જ. 3 જાન્યુઆરી 1831, નાયગાંવ, જિ. સાતારા; અ. 10 માર્ચ 1897, પુણે) : પતિના માર્ગદર્શન હેઠળ મહારાષ્ટ્રમાં સ્ત્રીમુક્તિ-આંદોલનની પહેલ કરનાર અગ્રણી સમાજસુધારક. માળી જ્ઞાતિના એક સુખી ખેડૂત પરિવારમાં જન્મ. ઔપચારિક શિક્ષણથી વંચિત. નવ વર્ષની ઉંમરે જ્યોતિબા ફુલે (182790) સાથે લગ્ન. જ્યોતિબા પાછળથી મહાત્મા ફુલે નામથી ખ્યાતનામ બન્યા. તેઓ…
વધુ વાંચો >ફૂરિયે, ફ્રાંકોઝ મેરી ચાર્લ્સ
ફૂરિયે, ફ્રાંકોઝ મેરી ચાર્લ્સ (જ. 7 એપ્રિલ 1772, બોઝાંકો, ફ્રાંસ; અ. 10 ઑક્ટોબર 1837, પૅરિસ, ફ્રાંસ) : સમાજલક્ષી ફ્રેંચ ચિંતક. કાલ્પનિક સમાજવાદ અંગેની તેમની વિચારસરણી ‘ફૂરિયરવાદ’ તરીકે જાણીતી છે. તેમણે તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કારકુન તરીકે કરી હતી. આ જ ગાળા દરમિયાન તેમણે લખેલા ‘ધ સોશિયલ ડેસ્ટિની ઑવ્ મૅન’ અને…
વધુ વાંચો >