સમાજશાસ્ત્ર

દવે, સોમનાથ પ્રભાશંકર

દવે, સોમનાથ પ્રભાશંકર (જ. 18 ઑક્ટોબર 1906, રાણપુર; અ. 5 જાન્યુઆરી 1959, મુંબઈ) : ગુજરાતના મજૂર સંગઠન મજૂર મહાજનના ગાંધીવાદી કાર્યકર. વિ. સં. 1963ના બેસતા વર્ષના દિવસે નબળા દેહ સાથે જન્મ. સૌની ચિંતા દૂર કરતાં મોટાબાપા નારણજીએ તેમના વિશે ઊજળી ભવિષ્યવાણી ભાખેલી. તેમનું બાળપણ વિકટ સંજોગોમાં પસાર થયું. માતા મરકીનો…

વધુ વાંચો >

દસ્યુ

દસ્યુ : એક પ્રાચીન આર્યવિરોધી પ્રજા. ઋગ્વેદ(1-51-8, 1-103-3, 1-117-21; 2-11-18 ને 19; 3-34-9, 6-18-3, 7-5-6, 10-83-6)માં દસ્યુઓને આર્ય (સંસ્કારી) ભારતીયોના શત્રુઓ કહેવામાં આવ્યા છે; અન્યત્ર (5-70-3, 10-83-6) એમને ચોક્કસ પ્રકારની પ્રજા કહેવામાં આવ્યા છે. આ દસ્યુઓને ‘અકર્મા’ (કર્મકાંડ ન કરનારા, 10-22-8), ‘અદેવયુ, (દેવોના વિષયમાં ઉપેક્ષાવૃત્તિવાળા, 8-70-11), ‘અબ્રહ્મન્ (બેવફા કે ભક્તિહીન,…

વધુ વાંચો >

દહેજ

દહેજ : ભારતીય લગ્નવ્યવસ્થાના દૂષણ-સ્વરૂપે વિકસેલી સામાજિક પ્રથા. આ દેશવ્યાપી પ્રથાએ લગ્નસંસ્થા અને સ્ત્રીના સામાજિક દરજ્જા સંદર્ભે ગંભીર પ્રશ્નો અને પડકારો સર્જ્યા છે. હિન્દુઓ, મુસ્લિમો તેમજ ખ્રિસ્તીઓમાં દહેજની બદી ફેલાયેલી છે. હિન્દુઓમાં લગ્નને પવિત્ર બંધન માનવામાં આવે છે. આ બંધન ત્યારે જ માન્ય ગણાય છે જ્યારે તેમાં કન્યાદાન અપાયું હોય.…

વધુ વાંચો >

દાદૂ દયાલ

દાદૂ દયાલ (જ. 1544, અમદાવાદ, ગુજરાત; અ. 1603, નરાના, રાજસ્થાન) : ભારતના સમાજસુધારક, ધર્મસુધારક અને રહસ્યવાદી સંતકવિ.  નિર્ગુણોપાસક સંત. તેમનો જન્મ બ્રાહ્મણ કે પીંજારા કુટુંબમાં થયો હોવાના બે મત છે. તેમના શિષ્યો રજ્જબ તથા સુંદરદાસે તેમને પીંજારા જ્ઞાતિના કહ્યા છે. તેમના પિતાનું નામ લોધિરામ હતું. તેઓ 18 વર્ષના હતા ત્યારે…

વધુ વાંચો >

દાભોળકર, નરેન્દ્ર

દાભોળકર, નરેન્દ્ર (જ. 01 નવેમ્બર 1945; અ. 20 ઑગસ્ટ 2013, પુણે) : મહારાષ્ટ્રના સામાજિક કાર્યકર તથા અંધશ્રદ્ધા ઉન્મૂલન ઝુંબેશના અગ્રણી નેતા. પિતાનું નામ અચ્યુત અને માતાનું નામ તારાબાઈ. માતા-પિતાનાં દસ સંતાનોમાં સૌથી મોટા દેવદત્ત કેળવણીકાર, ગાંધીવાદી જીવનશૈલી અને સમાજવાદી વિચારસરણીને વરેલા હતા, જ્યારે ભાઈ-બહેનોમાં સૌથી નાના નરેન્દ્ર દાભોળકર હતા. નરેન્દ્રનું…

વધુ વાંચો >

દાસપ્રથા

દાસપ્રથા : સામંતશાહી અર્થવ્યવસ્થા સાથે સંકળાયેલી શોષણની એક પ્રાચીન પ્રથા. મધ્યકાલીન યુરોપમાં તથા અન્યત્ર ચીન જેવા દેશોમાં ગુલામીના રૂપાંતરિત સ્વરૂપે તેનો આરંભ થયો હતો. આ પ્રથા હેઠળ સાંથીઓને જમીનના કોઈ ટુકડા કે ખંડ સાથે વારસાગત રીતે, સામંતની મરજી મુજબ વફાદારીની શરત સાથે કાયમ માટે બંધાઈ રહેવું પડતું હતું. રાજ્યની સત્તાનો…

વધુ વાંચો >

દિયરવટું

દિયરવટું : પતિના મૃત્યુ બાદ તેની વિધવા સાથે પતિનો નાનો ભાઈ એટલે કે દિયર પરણે એવી પ્રથા. આ પ્રથા સદીઓથી વિભિન્ન સમાજોમાં જોવા મળે છે. દિયરવટાની પ્રથા વધુ સ્પષ્ટ રીતે વિધવાવિવાહની સાથે સંકળાયેલી છે. ભારતમાં વેદકાળમાં વિધવાને પોતાની મરજી મુજબ પુનર્વિવાહ કે નિયોગ કરવાની કે એકલી રહીને જીવવાની તક મળતી.…

વધુ વાંચો >

દુર્ખીમ, એમિલ

દુર્ખીમ, એમિલ (જ. 15 એપ્રિલ 1858, એપિનલ, ફ્રાન્સ; અ. 15 નવેમ્બર 1917) : સમાજશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં મહત્વનું પ્રદાન કરનાર ફ્રાંસના સમાજશાસ્ત્રી. વીસમી સદીની શરૂઆતમાં આધુનિક સમાજશાસ્ત્રીય સિદ્ધાંતોના ઘડવૈયાઓમાં ફ્રાંસના એમિલ દુર્ખીમ અને જર્મનીના મૅક્સવેબરનો સમાવેશ થાય છે. દુર્ખીમનો જન્મ યહૂદી કુટુંબમાં થયો હતો. દુર્ખીમના પરિવારમાં યહૂદીઓના પુરોહિત…

વધુ વાંચો >

દૂધપીતીનો રિવાજ

દૂધપીતીનો રિવાજ : સાધારણ રીતે બાળ પુત્રીને ખાનગીમાં ગળું ટૂંપીને, એને ભૂખે મારીને  કે માના સ્તન પર કોઈ ઝેરી પદાર્થ ચોપડીને સ્તનપાન કરાવીને મારવામાં આવતો અત્યંત ઘૃણિત રિવાજ. આ રિવાજ મુખ્યત્વે રાજપૂતાના, વારાણસી, કાઠિયાવાડ અને કચ્છ, જબલપુર અને સાગર, પંજાબમાં જેલમ અને રાવલપિંડી જિલ્લાઓમાં તેમજ મંડી, જમ્મુ અને કાશ્મીર જેવાં…

વધુ વાંચો >

દેશમુખ, દુર્ગાબાઈ

દેશમુખ, દુર્ગાબાઈ (જ. 15 જુલાઈ 1909, રાજામુંદ્રી; અ. 9 મે 1981, હૈદરાબાદ) : ભારતનાં અગ્રણી સામાજિક કાર્યકર, બાહોશ સાંસદ અને કુશળ વહીવટકર્તા. રાષ્ટ્રીયતાથી રંગાયેલા આંધ્રપ્રદેશના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ. બાળપણમાં જ પિતાનું અવસાન થતાં માતા દ્વારા ઉછેર. માતા પાસેથી બાળપણમાં સમાજકાર્યના બોધપાઠ મળ્યા. માતા જિલ્લા કૉંગ્રેસ કમિટીનાં મંત્રી હતાં. આઠ…

વધુ વાંચો >