સંસ્કૃત સાહિત્ય
મોહરાજપરાજય નાટક
મોહરાજપરાજય નાટક : સોલંકી રાજા કુમારપાલ વિશે સંસ્કૃતમાં લખાયેલું રૂપકાત્મક નાટક. આ નાટક રચનાર કવિ યશ:પાલ મોઢવંશીય ધનદેવનો પુત્ર હતો. એ ચૌલુક્ય (સોલંકી) રાજા અજયપાલ(ઈ. સ. 1173–1176)નો મંત્રી હતો. એ સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. એણે વિ. સં. 1230(ઈ. સ. 1174)ના અરસામાં ‘મોહરાજપરાજય’નામે પંચાંકી નાટકની રચના કરી હતી. આ નાટક થરાદમાં…
વધુ વાંચો >યશ:પાલ, કવિ
યશ:પાલ, કવિ : मोहराजपराजय સંસ્કૃત નાટકના લેખક. ગુજરાતના શંકરભક્ત રાજા કુમારપાલે (ઈ. સ. 1143 –1172) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના ઉપદેશથી ઈ. સ. 1160 (વિ. સં. 1216)માં જૈનધર્મ અંગીકાર કર્યો. ત્યારબાદ થોડાં વર્ષ પછી, કવિ યશ:પાલે આ નાટકની રચના કરી. એ ગુણ-દોષનાં રૂપક-પાત્રો ધરાવતું નાટક છે. આ નાટકમાં કુમારપાલે મોહરાજનો કેવી રીતે પરાજય…
વધુ વાંચો >યાજ્ઞવલ્ક્યસ્મૃતિ
યાજ્ઞવલ્ક્યસ્મૃતિ : ભારતીય ધર્મશાસ્ત્રનો ખૂબ જાણીતો ગ્રંથ. અનેક સ્મૃતિગ્રંથોમાં ખૂબ જાણીતી ‘મનુસ્મૃતિ’માં જે વિષયો ચર્ચવામાં આવ્યા છે તે બધાને સંક્ષેપમાં રજૂ કરવાનું શ્રેય આ ગ્રંથને ફાળે જાય છે. ‘શુક્લ યજુર્વેદ’ના ઉદભાવક, ‘શતપથબ્રાહ્મણ’માં અને ‘બૃહદારણ્યક’ જેવાં ઉપનિષદોમાં ઉલ્લેખાયેલા યાજ્ઞવલ્ક્ય આ સ્મૃતિના રચયિતા હોવાથી તેને ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’ એવું નામ આપવામાં આવ્યું છે. ઈ.…
વધુ વાંચો >યાસ્કાચાર્ય
યાસ્કાચાર્ય (ઈ. સ. પૂર્વેની આઠમી સદી) : એક પ્રખ્યાત ગ્રંથકાર શબ્દાર્થ શાસ્ત્રી. યારસ્કાર દેશના રહેવાસી હોવાથી તેઓ યારસ્કર પણ કહેવાતા હતા. યાસ્કે પ્રજાપતિ કશ્યપના ગ્રંથ ‘નિઘંટુ’ પર પોતાનો પ્રસિદ્ધ ગ્રંથ ‘નિરુક્ત’ લખ્યો. આ ગ્રંથ વેદોનું તાત્પર્ય સ્પષ્ટ કરનારો સહુથી પ્રાચીન ગ્રંથ મનાય છે. તેઓ પાણિનિ પહેલાં થયેલા છે અને એમને…
વધુ વાંચો >યુધિષ્ઠિર મીમાંસક
યુધિષ્ઠિર મીમાંસક (જ. 22 સપ્ટેમ્બર 1909, વિરકચ્યાવાસ, રાજસ્થાન; અ. ?) : સંસ્કૃત ભાષાના વીસમી સદીના આર્યસમાજી વિદ્વાન. આધુનિક યુગના પ્રસિદ્ધ વૈયાકરણ તથા વૈદિક સંહિતાઓ અને વેદાંગોના જ્ઞાતા. વેદ, વ્યાકરણ, મીમાંસા, ન્યાયશાસ્ત્ર, નિરુક્ત ઇત્યાદિ વિષયોનો તેમણે તલસ્પર્શી અભ્યાસ કર્યો અને અનેક સંશોધનપૂર્ણ લેખો લખ્યા. ‘वेदवाणी’ નામની માસિક પત્રિકાના તેઓ સંપાદક હતા…
વધુ વાંચો >રઘુનાથાચાર્ય, એસ. બી. ‘ચક્રવર્તી’
રઘુનાથાચાર્ય, એસ. બી. ‘ચક્રવર્તી’ (જ. 1 જાન્યુઆરી 1944, રિપલ્લે, ગંટુર જિલ્લો, આંધ્રપ્રદેશ) : સંસ્કૃત અને તેલુગુ લેખક. તેમણે એસ. વી. યુનિવર્સિટી, તિરુપતિમાંથી એમ.એ.; આંધ્ર યુનિવર્સિટીમાંથી વિદ્યાપ્રવીણ અને સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી, વારાણસીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. અધ્યાપનકાર્ય બાદ તેઓ તિરુપતિમાં રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર તરીકે હાલ કામગીરી કરે છે.…
વધુ વાંચો >રઘુવંશ
રઘુવંશ : સંસ્કૃત ભાષાનાં પાંચ શ્રેષ્ઠ મહાકાવ્યોમાંનું એક મહાકાવ્ય. કવિકુલગુરુ કાલિદાસે તે રચેલું છે. એમાં 19 સર્ગ છે અને લગભગ 30 રાજાઓનું વર્ણન છે. અત્યંત પરાક્રમી અને દાનવીર એવા રઘુરાજાના વંશના રાજાઓનું વર્ણન હોવાથી આ કાવ્યને ‘રઘુવંશ’ નામ આપવામાં આવ્યું છે. મહાદેવ અને પાર્વતીની વંદનાથી કાવ્યનો પ્રારંભ થાય છે. (1)…
વધુ વાંચો >રઘુવીર
રઘુવીર (જ. 1902, રાવલપિંડી, પાકિસ્તાન; અ. 1963) : સંસ્કૃત તથા હિંદીના અગ્રણી વિદ્વાન. તેમના પિતા મુનશીરામ મધ્યમ વર્ગના સામાન્ય માનવી હતા. વતનમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા પછી, વિશેષ અભ્યાસ માટે તેઓ લાહોર ગયા અને ત્યાં એમ.એ.ની ડિગ્રી મેળવી. ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખીને તેમણે લંડન ખાતેથી પીએચ.ડી.ની તથા યૂટ્રેક્ટ (નેધરલૅન્ડ્ઝ) યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની…
વધુ વાંચો >રતિ
રતિ : પ્રેમ અને સૌંદર્યના દેવતા કામદેવની પત્ની. રતિનો ઉલ્લેખ પ્રાચીન કાળથી વેદ, શતપથ બ્રાહ્મણ અને ઉપનિષદોમાં પણ મળે છે. પરંપરામાં એને સૌંદર્યની અધિષ્ઠાત્રી દેવી ગણવામાં આવે છે. પૌરાણિક પરંપરામુજબ તે દક્ષની પુત્રી અને શતપથ બ્રાહ્મણ અનુસાર એ ગંધર્વ કન્યા હોવાનું મનાય છે. જોકે દક્ષ અને ગંધર્વ આ બંને જાતિઓ…
વધુ વાંચો >રત્નાકર
રત્નાકર : સંસ્કૃત ભાષાના કાશ્મીરી મહાકવિ. ‘બાલબૃહસ્પતિ’ ઉપાધિ ધારણ કરનાર કાશ્મીરાધિપતિ મિપ્પટ જયાપીડ(800)ના આ સભાપંડિત અત્યંત પ્રતિભાશાળી કવિ હતા. તેઓ અમૃતભાનુના પુત્ર હતા. એમણે લખેલા ‘હરવિજય’ મહાકાવ્યમાં 50 સર્ગો સાથે 4,351 પદ્યરત્નો સમાયેલાં છે. તે મહાકાવ્ય નિર્ણયસાગર પ્રેસે મુંબઈથી પ્રસિદ્ધ કરેલું છે. કવિની અન્ય બે રચનાઓનાં નામ છે – ‘वक्रोक्ति-पञ्चाशिका’…
વધુ વાંચો >