સંસ્કૃત સાહિત્ય
ભારદ્વાજ શ્રૌતસૂત્ર
ભારદ્વાજ શ્રૌતસૂત્ર : જુઓ કલ્પ
વધુ વાંચો >ભારવિ
ભારવિ (છઠ્ઠી સદીનો ઉત્તરાર્ધ) : પ્રસિદ્ધ સંસ્કૃત કવિ. સંસ્કૃત મહાકાવ્ય ‘કિરાતાર્જુનીયમ્’ના કર્તા. ભારવિ સંસ્કૃત મહાકાવ્યોમાં કૃત્રિમ અથવા અલંકૃત શૈલીના પ્રવર્તક મહાકવિ લેખાય છે. 634માં લખાયેલા અઈહોલના શિલાલેખમાં ભારવિનો ઉલ્લેખ છે. 776માં લખાયેલા દાનના તામ્રપત્રમાં લેખકે પોતાની સાતમી પેઢીના પૂર્વજ રાજા દુર્વિનીતે ભારવિના ‘કિરાતાર્જુનીયમ્’ ના 15મા સર્ગ પર ટીકા લખી હોવાનો…
વધુ વાંચો >ભાવ
ભાવ : વિશિષ્ટ ચિત્તવૃત્તિ અથવા મનની લાગણી. ભાવનો નાટ્યમાં અભિનય થઈ શકે છે અને કાવ્યના અર્થને તે સૂચવે છે. ભાવ રસની સાથે મહદંશે સામ્ય ધરાવે છે. ધ્વનિવાદીઓ રસની જેમ ભાવને પણ અસંલક્ષ્યક્રમવ્યંગ્યનો પ્રકાર ગણે છે. ભાવમાં સ્થાયી ભાવ, વ્યભિચારી ભાવ અને સાત્વિક ભાવ એ ત્રણેયનો સમાવેશ થાય છે. જે ભાવ…
વધુ વાંચો >ભાવક
ભાવક : કાવ્યનો આસ્વાદ લેનાર. તેઓ જે રીતે કવિતાના ગુણ કે દોષ ગ્રહણ કરે તે મુજબ તેમના ચાર પ્રકારો રાજશેખરે પોતાની ‘કાવ્યમીમાંસા’માં ગણાવ્યા છે. પ્રથમ પ્રકાર ‘અરોચકી’ ભાવકનો છે. આવા કાવ્યાસ્વાદક સારામાં સારી કવિતા વાંચીને કોઈક બાબતે નાખુશ થાય છે. સારામાં સારી કવિતા પણ તેમને પસંદ પડતી નથી. બીજા પ્રકારના…
વધુ વાંચો >ભાવકત્વ
ભાવકત્વ : રસની નિષ્પત્તિ બાબતમાં આચાર્ય ભટ્ટનાયકે તેમના લુપ્ત ગ્રંથ ‘હૃદયદર્પણ’માં રજૂ કરેલા ભુક્તિવાદમાં માનેલી ત્રણ શક્તિઓમાંની વચલી શક્તિ. ભટ્ટનાયકના મતે શબ્દની ત્રણ શક્તિઓ છે : (1) અભિધા શક્તિ, (2) ભાવકત્વ શક્તિ અને (3) ભોજકત્વ શક્તિ. શક્તિને શાસ્ત્રીય ભાષામાં ‘વ્યાપાર’ પણ કહે છે તેથી ‘ભાવકત્વ વ્યાપાર’ એમ પણ કહેવામાં આવે…
વધુ વાંચો >ભાસ
ભાસ (ઈ. પૂ. 500 આશરે) સંસ્કૃત ભાષાના પ્રાચીન નાટ્યકાર. ઈ. પૂ. ઘણાં વર્ષો પહેલાં થયેલા આ પ્રાચીન નાટ્યકાર વિશે અત્યારે કશી આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. અનુશ્રુતિ અનુસાર તેઓ धावक એટલે ધોબીના પુત્ર હતા. તેમણે નાટ્યકાર બનીને ઘણી કીર્તિ મેળવી હતી. તેમણે ઉત્તર અને પૂર્વ ભારતનાં રાજ્યો તથા નગરોનો ઉલ્લેખ કર્યો…
વધુ વાંચો >ભૂપાલ, ગોપેન્દ્ર ત્રિપુરહર
ભૂપાલ, ગોપેન્દ્ર ત્રિપુરહર (ગોપેન્દ્ર તિપ્પ ભૂપાલ) (16મી સદી આશરે) : આચાર્ય વામન પરની ‘કામધેનુ’ નામની ટીકાના લેખક. તેમનાં બંને નામો તેઓ દક્ષિણ ભારતના રહેવાસી હશે એમ સૂચવે છે. દક્ષિણ ભારતના વિજયનગરના રાજ્યમાં શાલ્વ વંશનો અમલ થયેલો. તે શાલ્વ વંશના તેઓ રાજકુમાર અને પછી રાજા હતા. આચાર્ય વામને રચેલા અલંકારશાસ્ત્રના જાણીતા…
વધુ વાંચો >ભ્રમરકાવ્ય
ભ્રમરકાવ્ય : શ્રીમદભાગવતનો દશમ સ્કંધ કેટલાંક સુંદર સંસ્કૃત ગીતો આપે છે; જેવાં કે, ‘વેણુગીત’, ‘ગોપીગીત’, ‘યુગલગીત’, ‘ભ્રમરગીત’ અને ‘મહિષીગીત’. આ ગીતો છેલ્લા ગીત સિવાય વાસ્તવમાં વિરહગીતો છે. આમાંનું ‘ભ્રમરગીત’ એ વિરહગીત તો છે જ, ઉપરાંત એ ‘દૂતકાવ્ય’ પણ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામ અક્રૂર સાથે મથુરા ગયા અને ત્યાં કંસવધ…
વધુ વાંચો >મત્તવિલાસપ્રહસનમ્
મત્તવિલાસપ્રહસનમ્ : સંસ્કૃતમાં મહેન્દ્રવિક્રમે રચેલું પ્રહસન પ્રકારનું રૂપક. એમાં થયેલા ઉલ્લેખ મુજબ પલ્લવ વંશના રાજા સિંહવિષ્ણુવર્માના પુત્ર મહેન્દ્રવિક્રમવર્મા (પ્રથમ) આ પ્રહસનના લેખક છે. સિંહવિષ્ણુવર્મા સમય 575થી 6૦૦ સુધીનો મનાય છે. વિવિધ શિલાલેખોના પરીક્ષણથી મહેન્દ્રવિક્રમ રાજાનાં ‘ગુણભર’, ‘શત્રુમલ્લ’, ‘મત્તવિલાસ’, ‘અવનિભંજન’ વગેરે ઉપનામો મળી આવે છે; જેનો ઉલ્લેખ આ પ્રહસનમાં થયેલો છે.…
વધુ વાંચો >મત્સરી
મત્સરી : જુઓ ભાવક
વધુ વાંચો >