સંસ્કૃત સાહિત્ય

કૌથુમીય શાખા : જુઓ સામવેદ.

કૌથુમીય શાખા : જુઓ સામવેદ

વધુ વાંચો >

કૌષીતકિ ઉપનિષદ : જુઓ ઉપનિષદ.

કૌષીતકિ ઉપનિષદ : જુઓ ઉપનિષદ

વધુ વાંચો >

કૌંડ ભટ્ટ (કોંડ ભટ્ટ)

કૌંડ ભટ્ટ (કોંડ ભટ્ટ) (જ. 1494; અ. 1574) : સંસ્કૃત વ્યાકરણ-ટીકાકાર. તે સારસ્વત કુળના કાશીનિવાસી બ્રાહ્મણ હતા. તેમના પિતા રંગોજી ભટ્ટ હતા. ‘સિદ્ધાંતકૌમુદી’ના વિશ્વવિખ્યાત રચયિતા વૈયાકરણ ભટ્ટોજી દીક્ષિત તેમના કાકા થતા હતા. તેમણે શેષકૃષ્ણના પુત્ર શેષવીરેશ્વર (સર્વેશ્વર) પાસે વ્યાકરણનું સઘન અધ્યયન કર્યું હતું. ભટ્ટોજી દીક્ષિતના ‘વૈયાકરણસિદ્ધાંતકારિકા’ (72 કારિકા) નામના લઘુગ્રંથ…

વધુ વાંચો >

કૌંડિન્ય (વૃત્તિકાર)

કૌંડિન્ય (વૃત્તિકાર) : પ્રાચીન સંસ્કૃત વૃત્તિકાર. કૃષ્ણયજુર્વેદની તૈત્તિરીય સંહિતા કે તત્સંબદ્ધ કોઈ ગ્રન્થના વૃત્તિકાર તરીકે કૌંડિન્યના નામના ઉલ્લેખો પરવર્તી શ્રૌત અને ગૃહ્યસૂત્રોમાં મળે છે, પણ તે સિવાય તેની વૃત્તિ કે તે અંગેનું સાહિત્ય ઉપલબ્ધ નથી. વળી બૌધાયન ગૃહ્યસૂત્ર(3.9.5)માં કૌંડિન્યને વૃત્તિકાર કહ્યો છે જ્યારે તૈત્તિરીય કાંડાનુક્રમણીમાં કુંડિનને વૃત્તિકાર કહ્યો છે. તેથી…

વધુ વાંચો >

ક્રિયા

ક્રિયા : વ્યાકરણની પરિભાષામાં ધાતુનો અર્થ, ધાતુના અર્થરૂપ પ્રવૃત્તિ, ભાવના. ‘જવું’, ‘મેળવવું’ વગેરે ધાતુઓ દ્વારા જવાની, મેળવવાની ક્રિયાસિદ્ધ કરવા સારુ જે વ્યાપાર – પ્રવૃત્તિ કરવામાં આવે છે તે. ક્રિયા બે પ્રકારની છે : गच्छति(તે જાય છે)માં ચલનાત્મક ક્રિયા (dynamic action) છે. આવી ક્રિયા तिङ् કે कृत् પ્રત્યયો વડે દર્શાવાય છે.…

વધુ વાંચો >

ક્ષુર

ક્ષુર : વિક્રમની દશમી શતાબ્દીમાં થયેલા ભાષ્યકાર. વેદભાષ્યકાર સાયણાચાર્યની ‘માધવીય ધાતુવૃત્તિ’માં પાંચ સ્થળે ‘ક્ષુર’નો નામોલ્લેખ પ્રાપ્ત થાય છે. તે દ્વારા કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય સંહિતા પર ક્ષુર નામે વિદ્વાનનું ભાષ્ય હોવાનું જણાય છે. જોકે, ક્ષુરના ભાષ્યની કોઈ પોથી હજી સુધી મળી નથી તથા કોઈ વેદભાષ્યકારે પોતાના ભાષ્યમાં ક્ષુરનો વેદભાષ્યકાર તરીકે નામોલ્લેખ…

વધુ વાંચો >

ક્ષેમેન્દ્ર (અગિયારમી સદી)

ક્ષેમેન્દ્ર (અગિયારમી સદી) : સંસ્કૃત કવિ, નાટકકાર, કાવ્યાલોચક તેમજ શાસ્ત્રગ્રંથોના રચયિતા. ક્ષેમેન્દ્રે ‘ઔચિત્યવિચારચર્ચા’ ઉપરાંત ‘કવિકંઠાભરણ, ‘સુવૃત્તતિલક’, ‘ભારતમંજરી, ‘રામાયણમંજરી’, ‘બૃહત્કથામંજરી’ વગેરે 30થી વધુ ગ્રંથો રચ્યા છે. ભારતીય કાવ્યમીમાંસાના પાંચ પ્રસિદ્ધ વાદોમાં છઠ્ઠો ઔચિત્યવાદ ઉમેરીને તેમણે નવી ભાત પાડી છે. તેઓ કાવ્યને રસસિદ્ધ કહ્યા પછી ઔચિત્યને કાવ્યના સ્થિર જીવિત તરીકે નિરૂપે છે.…

વધુ વાંચો >

ખંડકથા

ખંડકથા : સંસ્કૃત ગદ્યકાવ્યનો એક પેટાપ્રકાર. સંસ્કૃતના બે પ્રસિદ્ધ પ્રકારો કથા અને આખ્યાયિકામાંથી કથાનો પેટાપ્રકાર તે ખંડકથા. અગ્નિપુરાણમાં તેનું લક્ષણ આ પ્રમાણે છે – सा कथा नाम तद्गर्भे निबध्नीयात् चतुष्पदीम् । भवेत् खण्डकथा ।। ‘કથાની અંદર ચતુષ્પદીની રચના કરવામાં આવે ત્યારે તે ખંડકથા બને છે.’ અગ્નિપુરાણે કોઈ ઉદાહરણ ન આપ્યું…

વધુ વાંચો >

ખિસ્તે, નારાયણ શાસ્ત્રી

ખિસ્તે, નારાયણ શાસ્ત્રી (જ. 2 ફેબ્રુઆરી ઈ. સ. 1892, કાશી; અ. 1961) : સંસ્કૃતના પ્રકાંડ પંડિત. મહામહોપાધ્યાય ગંગાધર શાસ્ત્રી પાસે સંસ્કૃતનું અધ્યયન કર્યું. લાંબા સમય સુધી વારાણસેય સંસ્કૃત કૉલેજ સરસ્વતીભવનના અધ્યક્ષ રહ્યા. પછી એ કૉલેજના પ્રાચાર્ય પણ થયા. દરમિયાનમાં 50 જેટલા ગ્રંથો રચ્યા. ભારત સરકારે તેમને 1946માં મહામહોપાધ્યાયની પદવીથી નવાજ્યા.…

વધુ વાંચો >

ગલગલી, પંઢરીનાથ આચાર્ય

ગલગલી, પંઢરીનાથાચાર્ય (જ. 10 જુલાઈ 1922, ગલગલી, કર્ણાટક; અ. 29 ઓગસ્ટ 2015, હુબલી, કર્ણાટક) : સંસ્કૃત ભાષાના કવિ, વિદ્વાન અને અનુવાદક. તેમને તેમના ચંપૂકાવ્ય ‘શ્રી શંભુલિંગેશ્વર વિજયચંપૂ’ માટે 1983ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે પરંપરાગત ગુરુકુળ-પદ્ધતિ અનુસાર શિક્ષણ લીધું હતું અને સાહિત્ય, ન્યાય, મીમાંસા તેમજ વેદાંત જેવા…

વધુ વાંચો >