સંગીતકલા
મુદગલ, શુભા
મુદગલ, શુભા (જ. 1959 – અલ્લાહાબાદ, યુ.પી.) : ઉત્તર હિંદુસ્તાની સંગીત શૈલીના ગ્વાલિયર ઘરાણાની શાસ્ત્રીય શૈલી તથા પાશ્ચાત્ય પૉપ સંગીત – આ બંનેમાં નિપુણતા ધરાવતાં ગાયિકા. બે જુદી જુદી સંગીતશૈલીઓ –ભારતીય અને પાશ્ચાત્ય–નું જોડાણ તેમના જેવા કોઈ એક જ કલાકારમાં હોય તે એક વિરલ ઘટના ગણાય. સમગ્ર બાળપણ અને શિક્ષણ…
વધુ વાંચો >મુનશી, સૌમિલ; મુનશી, શ્યામલ
મુનશી, સૌમિલ; મુનશી, શ્યામલ : ગુજરાતી સુગમ સંગીતક્ષેત્રે નામના પ્રાપ્ત કરેલા બે ભાઈઓ. સૌમિલ મુનશીનો જન્મ 5 સપ્ટેમ્બર 1960ના રોજ અને શ્યામલ મુનશીનો જન્મ 14 એપ્રિલ 1962ના રોજ થયેલો. પિતાનું નામ પરેશભાઈ અને માતાનું નામ ભક્તિબહેન. આ બંને પતિ-પત્નીએ તેમના આ બંને પુત્રોમાં નાનપણથી જ સંગીતના સંસ્કાર સિંચ્યા હતા. ગુજરાતી…
વધુ વાંચો >મુર્ડેશ્વર, દેવેન્દ્ર
મુર્ડેશ્વર, દેવેન્દ્ર (જ. 19 સપ્ટેમ્બર 1923; અ. 29 જાન્યુઆરી 2000, મુંબઈ) : પ્રસિદ્ધ વાંસળીવાદક. પિતા શંકર મુર્ડેશ્વર સંગીતપ્રેમી તો હતા જ, પરંતુ પોતે કેટલાંક વાદ્યો વગાડતા હતા. પુત્ર દેવેન્દ્રને પણ બાળપણથી જ સંગીત પ્રત્યે અને ખાસ કરી વાંસળી પ્રત્યે વિશેષ રુચિ હતી. 1941માં તેઓ મુંબઈ આવ્યા અને ત્યાં 1944–47 દરમિયાન…
વધુ વાંચો >મુશ્તાકઅલીખાં
મુશ્તાકઅલીખાં : સેનિયા ઘરાણાના ઉચ્ચ કુળના સિતારવાદક. મુશ્તાકઅલીએ સંગીતની તાલીમ પોતાના પિતા આશીકઅલીખાં પાસેથી મેળવી હતી. મુશ્તાકઅલી સાતમી માત્રાથી ગત શરૂ કરતા એ તેમની વિશેષતા હતી. તેમણે પોતે સિતારની 400 ગતોની રચના કરી છે, જે બધી જ સાતમી માત્રાથી શરૂ થાય છે. તેઓ હંમેશાં પોતાના ઘરાણાની શુદ્ધતા સાચવતા અને શ્રોતાઓને…
વધુ વાંચો >મુશ્તાકહુસેન
મુશ્તાકહુસેન : શાસ્ત્રીય સંગીતના સહસવાન ઘરાણાના ગાયક. તે ઘરાણાના સ્થાપક ઉસ્તાદ ઇનાયતખાં ઉત્તર પ્રદેશના બદાયું જિલ્લાના સહસવાન ગામમાં રહેતા હતા તે કારણે તેમણે સ્થાપેલા ઘરાણાનું નામ ‘સહસવાન ઘરાણા’ પડ્યું. આ ઘરાણાના ગાયકોની ગુરુ-શિષ્ય-પરંપરા છેક તાનસેનથી ઊતરી આવી હોવાનો તેઓ દાવો કરે છે. મુશ્તાકહુસેનનો જન્મ સહસવાનમાં થયો હતો. તેમના મુખ્ય ગુરુ…
વધુ વાંચો >મુસૉર્ગ્સ્કી, મૉડેસ્ટ પેટ્રોવિચ
મુસૉર્ગ્સ્કી, મૉડેસ્ટ પેટ્રોવિચ (જ. 21 માર્ચ 1839, ટોરોપેટ્સ નગર નજીક કારેવો ગામ, રશિયા; અ. 28 માર્ચ 1881, રશિયા) : વિશ્વવિખ્યાત રશિયન સંગીતકાર-સંગીતનિયોજક. લશ્કરી કારકિર્દીનો લાંબો ઇતિહાસ ધરાવતા ધનાઢ્ય કુટુંબમાં જન્મ. બાળપણ પોતાના ગામમાં જ વીત્યું. અહીંની સરોવરસમૃદ્ધ પ્રકૃતિની શ્રીની બાળમાનસ પર ઊંડી છાપ પડી. આ છાપે ભવિષ્યમાં થનારા સંગીતસર્જન પર…
વધુ વાંચો >મૅકડાવેલ, એડ્વર્ડ
મૅકડાવેલ, એડ્વર્ડ (જ. 18 ડિસેમ્બર 1860, ન્યૂયૉર્ક સિટી; અ. 23 જાન્યુઆરી 1908, ન્યૂયૉર્કસિટી, ન્યૂયૉર્ક, યુ.એસ.) : અમેરિકન સંગીત-નિયોજક. અમેરિકાના સંગીતના ઇતિહાસમાં તે અનોખું સ્થાન ધરાવે છે. પ્રથમ કોટિના આ સંગીત-નિષ્ણાતને ઓગણીસમી સદીના અંતે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા મળી. અમેરિકન સંગીતવિશ્વમાં અગાઉ ક્યારેય જોવા નહિ મળેલાં ઉચ્ચ ધોરણો સ્થાપવામાં તે અગ્રેસર બન્યા. શિક્ષણની…
વધુ વાંચો >મૅકાર્થી, પૉલ
મૅકાર્થી, પૉલ (જ. 18 જૂન 1942, લિવરપુલ, ઇંગ્લૅન્ડ) : બ્રિટનના રૉક ગાયક, ગીતલેખક અને ષડ્જ સૂરના ગિટારવાદક. પહેલાં તે બીટલ્સ વૃંદમાં જોડાયેલા હતા. તેમજ ‘વિંગ્ઝ નામના પૉપવૃંદના અગ્રણી હતા (1971–81). પાછળથી તેમણે એકલ કંઠે ગાયેલાં ગીતોને ખૂબ સફળતા અને ખ્યાતિ મળ્યાં; પરિણામે માઇકલ જૅક્સન તથા એલ્વિસ કૉસ્ટેલો સાથે સહયોગ ગોઠવાયો.…
વધુ વાંચો >મેડૉના
મેડૉના (જ. 16 ઑગસ્ટ 1958, બે સિટી (Bay City), રૉચેસ્ટર મિશિગન, યુ.એસ.) : વિખ્યાત પૉપ-ગાયિકા. પૂરું નામ મેડૉના લુઈઝ સિકોન. તેમણે મિશિગન યુનિવર્સિટી ખાતે નર્તિકા તરીકેની તાલીમ લીધી હતી. ત્યારબાદ તેઓ ન્યૂયૉર્ક સિટી ગયાં; ત્યાં ન્યૂયૉર્કનાં સંખ્યાબંધ ગાયકવૃંદોમાં ગાયિકા તરીકે સાથ પુરાવવાની કામગીરી તેમણે શરૂ કરી. તેમણે માઇકલ જૅક્સનના મૅનેજરની…
વધુ વાંચો >મૅડ્રિગલ
મૅડ્રિગલ : સોળમી સદીમાં ઉદભવ પામેલ યુરોપિયન સંગીતનો એક પ્રકાર. આ પ્રકારના સંગીતની સર્વપ્રથમ રચનાઓ (compositions) 1530માં રોમમાં વાલેરિયો ડોરિકો(Valerio Dorico)એ છાપેલી ‘મૅડ્રિગલી દ દિવર્સી ઑતોરી’ (Madrigali de Diversi Autori) નામના પુસ્તકમાં મળી આવી છે. આ પુસ્તકમાં કૉસ્ટાન્ઝો ફેસ્ટા (Costanzo Festa) અને ફિલિપ વેર્દેલો (Philippe Verdelot) નામના બે સ્વરનિયોજકો(composers)ની રચનાઓ…
વધુ વાંચો >