સંગીતકલા
ધોળકિયા, દિલીપ
ધોળકિયા, દિલીપ (જ. 15 ઑક્ટોબર 1921, જૂનાગઢ; અ. 2 જાન્યુઆરી 2011, મુંબઈ) : સુગમ સંગીત તથા ચલચિત્રજગતના જાણીતા ગાયક, સ્વરકાર તથા સંગીતનિર્દેશક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ જૂનાગઢની બહાદુરખાનજી હાઈસ્કૂલમાં લીધું, જ્યાં રંગભૂમિ તથા ચલચિત્ર-જગતનાં ભાવિ કલાકાર અભિનેત્રી દીના ગાંધી (પાઠક) તેમનાં સહાધ્યાયી હતાં. પિતાનું નામ ભોગીલાલ. તેઓ વ્યવસાયે ઇજનેર હતા.…
વધુ વાંચો >ધોંડ, મધુકર વાસુદેવ
ધોંડ, મધુકર વાસુદેવ (જ. 3 ઑક્ટોબર 1914, મુંબઈ; અ. 5 ડિસેમ્બર, 2007) : મરાઠી વિદ્વાન-વિવેચક, પ્રાધ્યાપક અને સંગીતજ્ઞ. તેમને તેમની વિવેચનાત્મક કૃતિ ‘જ્ઞાનેશ્વરીતીલ લૌકિક સૃષ્ટિ’ માટે 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી અને શૈક્ષણિક જીવનમાં ‘દાદોબા પાંડુરંગ તારખડકર સુવર્ણચંદ્રક’ મેળવ્યો. તેમણે…
વધુ વાંચો >ધ્રુપદ
ધ્રુપદ : ઉત્તર હિંદુસ્તાની ગાયકીનો પ્રાચીન પ્રકાર. શાસ્ત્રીય સંગીતના વિકાસનો ઇતિહાસ તપાસતાં ગાયનનું આદ્ય સ્વરૂપ ધ્રુવપદ મળે છે. પંડિત ભાવભટ્ટના ‘અનુપસંગીતરત્નાકર’માં વ્યાખ્યાનની રીતનું તેનું વર્ણન મળે છે. ગીર્વાણ ભાષા, સાહિત્યનો ઉચ્ચ પ્રકાર અને સમાજજીવનના ઉન્નત અનુભવો પર રચાયેલું કાવ્ય તે ધ્રુવપદ. આ કાવ્યો મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલાં હતાં પણ તે…
વધુ વાંચો >નત્થનખાં
નત્થનખાં (જ. 1840; અ. 1900) : આગ્રા ઘરાનાના ભારતીય ગાયક. પિતાનું નામ શેરખાં. તેમના પૂર્વજો રાજપૂત હતા, પરંતુ મુસ્લિમ શાસનકાળ દરમિયાન જે હિંદુ પરિવારોનું ધર્માંતર થયું તેમાં તેમના પરિવારનો પણ સમાવેશ થાય છે. નત્થનખાં બે વર્ષના હતા ત્યારે આ પરિવારે પ્રથમ મુંબઈ અને ત્યારબાદ આગ્રા ખાતે સ્થળાંતર કર્યું હતું. ત્યાં…
વધુ વાંચો >નદીમ-શ્રવણ
નદીમ-શ્રવણ : નદીમ અખ્તર સૈફી (જ. 6 ઑગસ્ટ 1954, મુંબઈ); શ્રવણકુમાર રાઠોડ (જ. 13 નવેમ્બર 1954, રાજસ્થાન; અ. 22 એપ્રિલ 2021, મુંબઈ) : પરંપરાગત ભારતીય વાજિંત્રોનો સમકાલીન સંગીત સાથે સમન્વય કરનાર સંગીતકાર બેલડી. શ્રી નદીમ સૈફીના પિતા મુંબઈમાં વ્યવસાયી હતા. તેમના દાદાને અંગ્રેજ સરકાર તરફથી ‘ખાન બહાદુરસાહેબ’નું બિરુદ મળેલું. બાળપણથી…
વધુ વાંચો >નંદલાલ
નંદલાલ (જ. 1909; અ. 1993) : ભારતીય શહનાઈવાદક. પિતા સુદ્ધરામ તથા દાદા બાબુલાલ તેમના જમાનાના જાણીતા શહનાઈવાદક હતા. પિતા બનારસ રિયાસતના દરબારી સંગીતકાર હતા. બનારસ ખાતે પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ લીધા પછી પિતાના માર્ગદર્શન હેઠળ શહનાઈવાદનની તાલીમ શરૂ કરી અને ત્યારબાદ દિલ્હીના શહનાઈવાદક ઉસ્તાદ છોટેખાં પાસેથી થોડો સમય શિક્ષણ લીધું.…
વધુ વાંચો >નાદ (ધ્વનિશાસ્ત્ર)
નાદ (ધ્વનિશાસ્ત્ર) બ્રહ્માંડની પાર્થિવ ગતિશક્તિ અને તેમાં સમાયેલ તરંગસૃષ્ટિના અનંત લયમાં રહેલું વ્યાપક તત્વ. તેના સંદર્ભમાં પ્રાચીન તત્વજ્ઞોએ ‘નાદ-બ્રહ્મ’ શબ્દનો પ્રયોગ કરેલ છે. શાસ્ત્રકારોએ એમ પણ માન્યું છે કે નિર્ગુણ બ્રહ્મનું સગુણ રૂપ તે નાદ-બ્રહ્મ છે. વિશ્વના આ નાદની અભિવ્યક્તિના ઊગમસ્થાનને નાદ-બિન્દુ કહેલ છે. નાદનો આવિર્ભાવ બે પ્રકારે થતો હોય…
વધુ વાંચો >નાયક, વાડીલાલ શિવરામ
નાયક, વાડીલાલ શિવરામ (જ. 1882, વડનગર; અ. 30 નવેમ્બર 1947, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી સંગીતશાસ્ત્રવિદ. નાટક, અભિનય અને સંગીતની ભૂમિકાવાળી ભોજક જ્ઞાતિમાં જન્મ. પિતા શિવરામ નાયક સારંગીવાદક હતા. નવી શરૂ થયેલી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં શિવરામ નાયક 1889માં જોડાયા અને સાથે પુત્ર વાડીલાલને મુંબઈ લઈ ગયા. એક વાર પિતાએ સાંભળેલી…
વધુ વાંચો >નાસિર, ઝહીરુદ્દીન
નાસિર, ઝહીરુદ્દીન (જ. 9 નવેમ્બર 1932, ઇંદોર; અ. 1994 દિલ્હી) : હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની આલાપ-ધ્રુપદ શૈલીના વિખ્યાત ગાયક અને ડાગર પરિવારના ઓગણીસમા વંશજ. તેઓ ઉસ્તાદ અલ્લાબંદેખાંના પૌત્ર તથા ઉસ્તાદ નસીરુદ્દીનખાંના પુત્ર હતા. શાસ્ત્રીય સંગીતની પ્રાથમિક શિક્ષા તેમણે તેમના પિતા પાસેથી પાંચ વર્ષની વયથી લીધી હતી; પરંતુ પિતાના અવસાન પછી સંગીતની…
વધુ વાંચો >નિસાર હુસૈન ખાન
નિસાર હુસૈન ખાન (જ. 1909, બદાયૂં-ઉત્તરપ્રદેશ; અ. 1992, કૉલકાતા) : રામપુર ઘરાણાના એક અગ્રણી ગાયક. પાંચ વર્ષની વયથી પ્રારંભિક શિક્ષા તેમના પિતા ફિદાહુસૈન પાસેથી શરૂ કરી. ત્યારબાદ તેમણે ઉસ્તાદ હૈદર ખાન પાસેથી કંઠ્ય સંગીતમાં મુખ્યત્વે કરીને ખ્યાલ-તરાના-ગાયકીની તાલીમ લીધી. તરાના-ગાયકીમાં તેઓ ઘણા સમય સુધી મોખરે રહ્યા. વડોદરા રાજ્યમાં તેઓ એક…
વધુ વાંચો >