સંગીતકલા
ચાંદખાં અને સૂરજખાં (સોળમી સદી)
ચાંદખાં અને સૂરજખાં (સોળમી સદી) : નામાંકિત ગાયકો. બેઉ ભાઈઓ પંજાબના ખૈરાબાદ ગામના વતની હતા. પ્રચલિત સંગીતમાં મૂળભૂત ફેરફાર કરવાની એમની મુરાદ હતી અને તે બાબતમાં એમણે પ્રયત્નો કર્યા હતા. પણ તેમાં એમને સફળતા મળી નહોતી. શાસ્ત્રીય સંગીતના ખયાલની પદ્ધતિમાં ફેરફાર કરીને એમણે જે સંગીતનું આવિષ્કરણ કર્યું તે પદ્ધતિ ખૈરાબાદીને…
વધુ વાંચો >ચૉતાલ
ચૉતાલ : મૃદંગ અથવા પખવાજનો તાલ. ચતુર (ચતસ્ર) જાતિના તાલમાં તેની ગણના થાય છે. ચાર માત્રાના વિભાગ પ્રમાણે થનાર તાલ એ ચતુરસ્ર જાતિમાં આવે છે. ચૉતાલનો ઉપયોગ ધ્રુપદ ગાયકી માટે થાય છે. જે રાગમાં ધ્રુપદ ગાવો હોય, તેના આલાપ પ્રથમ ગાયક નોમ્ તોમ્ પદ્ધતિમાં ગાય છે. તે વખતે તાલ કે…
વધુ વાંચો >ચૌધરી, શિશિર કોણાધર
ચૌધરી, શિશિર કોણાધર (જ. 27 ડિસેમ્બર 1937 શિલોંગ; અ. 9 માર્ચ 2021, ગુરગાંવ, હરિયાણા) : ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરામાં ઊછરેલા તથા ધ્રુપદ શૈલીમાં વાયોલિન વગાડનારા જાણીતા વાયોલિનવાદક. તેઓ મૂળ આસામના વતની પરંતુ જીવનના મોટા ભાગનો સમયગાળો કૉલકાતામાં પસાર કર્યો. માત્ર સાત વર્ષની વયે તેમણે વાયોલિનવાદનની તાલીમ ઉસ્તાદ મોતીમિયાં પાસેથી…
વધુ વાંચો >ચૌબે, ચંદનજી
ચૌબે, ચંદનજી (જ. 1870 મથુરા; અ. 1955) : ધ્રુપદ અને ધમારના વિખ્યાત સંગીતકાર. પિતા અંબારામજી ચતુર્વેદી ધ્રુપદ સંગીતના ખ્યાતનામ કલાકાર હતા. તેમની પાસેથી અઢાર વર્ષની ઉંમરે તથા પોતાના પિતામહ પાસેથી ચંદનજીએ સંગીતની તાલીમ મેળવી હતી. થોડાક સમય માટે તેમણે વિખ્યાત સંગીતમર્મજ્ઞ પંડિત ગોપાલરાવજી તથા ઉસ્તાદ ગુલામ અબ્બાસ પાસેથી સંગીતની શિક્ષા…
વધુ વાંચો >ચૌબે, પંડિત લક્ષ્મણપ્રસાદ
ચૌબે, પંડિત લક્ષ્મણપ્રસાદ (જ. 1911 મથુરા; અ.?) : ધ્રુપદ અને ધમાર તથા વ્રજ-સંગીતની પરંપરાના વિખ્યાત ગાયક. તેર વર્ષની ઉંમરે તેમણે પંડિત લાલનજી ચૌબે પાસેથી શાસ્ત્રીય સંગીતની શિક્ષા લેવાની શરૂઆત કરી હતી. બે વર્ષ પછી તેમણે સંગીતની સઘન તાલીમ પોતાના મામા પંડિત ચંદનજી ચૌબે પાસેથી મેળવવાની શરૂઆત કરી હતી. ખયાલ ગાયકીની…
વધુ વાંચો >ચૌરસિયા, પંડિત હરિપ્રસાદ
ચૌરસિયા, પંડિત હરિપ્રસાદ (જ. 1 જુલાઈ 1938, અલ્લાહાબાદ, ઉત્તર પ્રદેશ) : ભારતના અગ્રણી બંસરીવાદક. તેમના પિતા કુસ્તીબાજ હતા અને હરિપ્રસાદે પણ કુસ્તીબાજ થવું જોઈએ એવી પિતાની ઇચ્છા હતી. પરંતુ હરિપ્રસાદ કુસ્તીમાં નબળા હતા. તેમણે શાસ્ત્રીય કંઠ્ય સંગીતની શિક્ષા પંદર વર્ષની ઉંમરે પિતાની જાણ વગર તેમના એક મિત્રના નિવાસ પર લેવાની…
વધુ વાંચો >જગન્નાથ બુવા પુરોહિત
જગન્નાથ બુવા પુરોહિત (જ. હૈદરાબાદ; અ. 11 ઑક્ટોબર 1968, ડોંબિવલી, મુંબઈ) : જાણીતા ભારતીય શાસ્ત્રીય સંગીતકાર. જન્મ પુરોહિત કુટુંબમાં. બાળપણમાં માતાપિતાની છત્રછાયાથી વંચિત, અત્યંત દરિદ્રતામાં તેમણે બાળપણ વિતાવેલું. પરિણામે તેઓ શાળાકીય અભ્યાસથી વંચિત રહેલા. બાળપણથી જ સંગીત પ્રત્યેની લગનના કારણે ગુરુની શોધમાં તેઓ રઝળપાટ કરતા. સંગીતની સર્વપ્રથમ શિક્ષા તેમણે ઘણી…
વધુ વાંચો >જગમોહન, ‘સૂરસાગર’ ‘ગીતિરત્ન’
જગમોહન, ‘સૂરસાગર’ ‘ગીતિરત્ન’ (જ. 6 સપ્ટેમ્બર 1918, કૉલકાતા; અ. 3 સપ્ટેમ્બર, 2003, મુંબઈ) : હિંદી સુગમ સંગીતના વિખ્યાત ગાયક તથા સ્વરરચનાકાર. પિતા જતીન્દ્રનાથ મિત્રના પચીસ વરસની વયે થયેલા અવસાન પછી એક મહિને જન્મેલા જગમોહનનું મૂળ વતન માલાગ્રામ. મૂળ નામ જગન્મય. બંગાળના રાજકુટુંબના દિગંબર મિત્રના પારિવારિક વંશજ એવા જગમોહનની નિસર્ગદત્ત સંગીતપ્રતિભા…
વધુ વાંચો >જયદેવ
જયદેવ (જ. 3 ઑગસ્ટ 1918, નૈરોબી; અ. 6 જાન્યુઆરી 1987, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના સ્વરનિયોજક. મૂળ લુધિયાણાના વતની. લાહોરમાં અભ્યાસ. માત્ર 15 વર્ષની વયે અભિનેતા બનવા મુંબઈ આવ્યા. પણ નસીબજોગે તે સંગીતક્ષેત્રે સફળ થયા. સંગીતકાર ઉસ્તાદ અલી અકબરખાનના સહાયક તરીકે તેમની સાથે જયદેવે ‘આંધિયાઁ’ અને ‘હમસફર’ ફિલ્મોમાં કામગીરી બજાવી. સંગીતકાર…
વધુ વાંચો >જસરાજજી
જસરાજજી (જ. 28 જાન્યુઆરી 1930, હિસાર, હરિયાણા) : ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના મેરાતી ઘરાનાના વિખ્યાત ગાયક. પિતા મોતીરામજી શ્રેષ્ઠ કોટિના ગાયક હતા. તેમણે સંગીતની સાધના સર્વપ્રથમ તબલાની તાલીમથી શરૂ કરેલી. તેમના વડીલબંધુ મણિરામજીને જાહેર કાર્યક્રમોમાં તબલાની સંગત પૂરી પાડતી વખતે તેમણે અનુભવ્યું કે ગાયકનું સ્થાન તબલાવાદક કરતાં શ્રેષ્ઠ ગણાય છે.…
વધુ વાંચો >