શિવપ્રસાદ રાજગોર
રાજપીપળા
રાજપીપળા : નર્મદા જિલ્લાનું વડું વહીવટી મથક, તાલુકામથક, મહત્વનું નગર અને ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : 21° 50´ ઉ. અ. અને 73° 32´ પૂ. રે.. રાજપીપળાના રાજવીનો દરબારગઢ એક પીપળાના વૃક્ષની નજીક હતો, તેથી તે ‘રાજના પીપળા’ તરીકે ઓળખાતો થયેલો; કાળક્રમે તેના પરથી આ સ્થળનું નામ રાજપીપળા રૂઢ થઈ…
વધુ વાંચો >રાજુલા (તાલુકો)
રાજુલા (તાલુકો) : ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિભાગમાં આવેલા અમરેલી જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને નગર. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 00´ ઉ. અ. અને 71° 20´ પૂ. રે.ની આજુબાજુનો 850 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકાની ઉત્તરે અને પૂર્વમાં ભાવનગર જિલ્લાના કુંડલા અને મહુવા તાલુકા, દક્ષિણે અરબી સમુદ્ર અને…
વધુ વાંચો >રાણપુર
રાણપુર : અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સુકભાદર નદીને કાંઠે આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 21´ ઉ. અ. અને 71° 43´ પૂ. રે. પર તાલુકામથક ધંધુકાથી 28 કિમી. દૂર આવેલું છે. રાણજી ગોહિલે તેની સ્થાપના કરેલી હોવાથી તેનું નામ રાણપુર પડેલું છે. રાણપુર સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ…
વધુ વાંચો >રાણાવાવ
રાણાવાવ : પોરબંદર જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 40´ ઉ. અ. અને 69° 40´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 588 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જામનગર જિલ્લો, પૂર્વમાં કુતિયાણા તાલુકો તથા દક્ષિણે અને પશ્ર્ચિમે પોરબંદર તાલુકો આવેલા છે. તાલુકામથક પોરબંદરથી ઈશાનમાં 16 કિમી.ને…
વધુ વાંચો >રાપર (તાલુકો)
રાપર (તાલુકો) : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નવ તાલુકાઓ પૈકી એક તાલુકો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 30´ ઉ. અ. અને 70° 45´ પૂ. રે.ની આજુબાજુનો 3,024 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકો કચ્છના પૂર્વ ભાગમાં છેડા પર આવેલો છે. તેની ઉત્તર…
વધુ વાંચો >રૂપેણ (નદી)
રૂપેણ (નદી) : ગુજરાત રાજ્યના મહેસાણા અને પાટણ જિલ્લાઓમાંથી વહેતી નદી. આ નદી ખેરાળુ તાલુકામાં આવેલી તારંગાની ટેકરીઓના ટુંગા સ્થળેથી નીકળી પશ્ચિમ દિશાએ આવેલા કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તે સમુદ્રને મળતી ન હોવાથી ‘કુંવારી’ નદી તરીકે ઓળખાય છે. તારંગાની ટેકરીઓ સમુદ્રકિનારાથી દૂર આવેલી છે. અહીં વરસાદ ઓછો પડતો…
વધુ વાંચો >લખપત
લખપત : કચ્છ જિલ્લાનો તાલુકો. ભૌગોલિક સ્થાન : તે 23° 20´થી 23° 45´ ઉ. અ. અને 68° 20´થી 69° 10´ પૂ. રે.ની આજુબાજુનો 1945 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. લખપત કોરી ખાડીના છેક ઉત્તર છેડે આવેલું છે. સિંધુ નદીનો એક ફાંટો ત્યાં ખાડી રૂપે હતો. અગાઉના વખતમાં તે એક સમૃદ્ધ…
વધુ વાંચો >લીંબડી
લીંબડી : સુરેન્દ્રનગર જિલ્લાનો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 22° 15´ થી 23° 00´ ઉ. અ. તથા 71° 30´ થી 72° 15´ પૂ.રે. વચ્ચેનો 1,713 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તાલુકામથક લીંબડી તાલુકાના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલું છે. તાલુકામાં 101 (3 વસ્તીવિહીન) ગામો આવેલાં છે. લીંબડી તાલુકાનું મોટાભાગનું…
વધુ વાંચો >લુણાવાડા
લુણાવાડા : ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનો તાલુકો, તાલુકામથક (નગર) તથા ભૂતપૂર્વ દેશી રાજ્ય. ભૌગોલિક સ્થાન : આ તાલુકો 23° 07´ ઉ. અ. અને 73° 34´ પૂ. રે. પરનો 946 ચોકિમી. જેટલો વિસ્તારી આવરી લે છે. તાલુકામાં લુણાવાડા શહેર ઉપરાંત 327 જેટલાં ગામો (4 વસ્તીવિહીન) આવેલાં છે. તાલુકાનું ભૂપૃષ્ઠ તેના પશ્ચિમ…
વધુ વાંચો >વડતાલ
વડતાલ : આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં આવેલું નગર અને વૈષ્ણવ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 22° 36´ ઉ. અ. અને 72° 55´ પૂ. રે.. વડતાલ જિલ્લામથક નડિયાદથી 16 કિમી. અને બોરિયાવીથી 6 કિમી.ને અંતરે આવેલું છે. વડતાલ આસપાસનો સમગ્ર પ્રદેશ ગોરાડુ જમીનવાળો, ફળદ્રૂપ અને સમતળ છે. વડતાલ…
વધુ વાંચો >