શિવપ્રસાદ રાજગોર
પ્રદ્યોત
પ્રદ્યોત : ઈ.પૂ. છઠ્ઠી સદી દરમિયાન થઈ ગયેલો અવંતીનો રાજવી. પુરાણો, બૌદ્ધ, પાલિ સાહિત્ય, જૈન ગ્રંથો, મેરુતુંગની ‘થેરાવલી’ તથા ભાસના ‘સ્વપ્નવાસવદત્તમ્’ નાટકમાં તેના ઉલ્લેખો છે. બૃહદ્રથવંશના છેલ્લા સોમવંશી રિપુંજય રાજાને તેના પ્રધાન પુનિક કે પુલિકે મારી નાખીને તેના પુત્ર પ્રદ્યોતને અવન્તીની ગાદી ઉપર બેસાડ્યો. આમ, પ્રદ્યોત આ વંશનો પહેલો રાજા…
વધુ વાંચો >પ્રિટોરિયા
પ્રિટોરિયા : દક્ષિણ આફ્રિકાનું વહીવટી પાટનગર, ચોથા ક્રમે આવતું મોટામાં મોટું શહેર અને ટ્રાન્સવાલ પ્રાંતની રાજધાની. ભૌ. સ્થાન : 25° 45´ દ. અ. અને 28° 10´ પૂ. રે. તે જોહાનિસબર્ગની ઉત્તરે 48 કિમી. દૂર એપીઝ નદીના કિનારે વસેલું છે. માર્ટિનસ પ્રિટોરિયસે તેના પિતા એન્ડ્રિઝ પ્રિટોરિયસની યાદમાં આ સ્થળનું નામ આપીને…
વધુ વાંચો >ફતેહબાગ
ફતેહબાગ : સરખેજ નજીક જહાંગીરના સમયમાં ખાનખાનાને તૈયાર કરાવેલો પ્રખ્યાત બગીચો. જહાંગીર 5-1-1618થી એક માસ અને પાંચ દિવસ અમદાવાદમાં રહ્યો હતો ત્યારે તેણે આ બાગની બે વખત મુલાકાત લીધી હતી. શિયાળાના કારણે બગીચાનાં વૃક્ષોનાં પાંદડાં ખરી ગયાં હતાં, પણ ખાનખાનાનની પુત્રી બેગમ ખેરુન્નિસાએ બાદશાહ જહાંગીરની મુલાકાત પૂર્વે 400 કારીગરોને રોકીને…
વધુ વાંચો >ફર્હતુલ્મુલ્ક
ફર્હતુલ્મુલ્ક : દિલ્હીના સુલતાન ફિરોજશાહ તુગલુક અને સુલતાન નાસિરુદ્દીનનો ગુજરાતનો સૂબો. ફિરોજશાહે ગુજરાતના નાઝિમ (સૂબા) તરીકે તેની 1380માં નિમણૂક કરી. તેનું મૂળ નામ મલેક મુફર્રહ હતું. સુલતાને તેને ‘ફર્હતુલ્મુલ્ક’(રાજ્યનો આનંદ)નો ઇલકાબ આપ્યો હતો. તેણે 1380થી 1388 સુધી ફિરોજશાહના શાસન હેઠળ અને 1388થી 1391 દરમિયાન સુલતાન નાસિરુદ્દીનના શાસન હેઠળ નાઝિમ તરીકે…
વધુ વાંચો >ફંકપ્રસવણ
ફંકપ્રસવણ : સૌરાષ્ટ્રના ગારુલક વંશના રાજાઓની રાજધાની. આ વંશના રાજાઓ મૈત્રકોના સામંત હતા. સામાન્ય રીતે દાનની જાહેરાત રાજ્યના પાટનગરમાંથી થાય છે. તે રીતે દાનશાસન ઉપરથી ફંકપ્રસવણ ગારુલક રાજ્યનું પાટનગર હોવાનું જણાય છે. દાનશાસનોમાં જણાવેલ ગામોનાં નામો ઉપરથી ફંકપ્રસવણ પશ્ચિમ-સૌરાષ્ટ્રમાં દ્વારકા નજીક હોવાનું અનુમાન છે. વરાહદાસ બીજાનું ઈ. સ. 549નું દાનશાસન…
વધુ વાંચો >ફાહિયાન
ફાહિયાન : (જ. આશરે ઈ. સ. 340, વુચાંગ, ચીન; અ. આશરે ઈ. સ. 422) : બૌદ્ધ ધર્મના અભ્યાસ તથા બૌદ્ધ તીર્થ-સ્થળોની યાત્રા માટે ભારત અને દક્ષિણ એશિયાના દેશોનો પ્રવાસ કરનાર બૌદ્ધ સાધુ. તેમણે ગુપ્તવંશના ચંદ્રગુપ્ત બીજાના શાસન દરમિયાન ઈ. સ. 400–411 દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી. તેઓ ઉત્તર ચીનના ચાંગાનના…
વધુ વાંચો >ફિજી
ફિજી નૈર્ઋત્ય પૅસિફિક મહાસાગરમાં આવેલો પ્રજાસત્તાક ટાપુસમૂહ. ભૌગોલિક સ્થાન : આ ટાપુસમૂહ 18° 0´ દ. અ. અને 178° 0´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તે ન્યૂઝીલૅન્ડના ઑકલૅન્ડથી ઉત્તરમાં આશરે 1,800 કિમી. અંતરે તથા ઑસ્ટ્રેલિયાના સિડનીથી ઈશાનમાં આશરે 2,700 કિમી. અંતરે આવેલો છે. ફિજીનો રાષ્ટ્રસમૂહ વાસ્તવમાં તો કુલ 806 જેટલા ટાપુઓથી…
વધુ વાંચો >ફિનલૅન્ડ
ફિનલૅન્ડ ઉત્તર યુરોપમાં આવેલો દેશ. ભૌ. સ્થાન : 58° 30´થી 70° 05´ ઉ. અ. અને 19° 07´થી 31° 35´ પૂ. રે. વચ્ચે વિસ્તરેલો છે. આ દેશનો 66% ભૂમિભાગ ગાઢ જંગલોથી આચ્છાદિત હોવાથી તથા કુલ 33,522 ચોકિમી. જળવિસ્તાર ધરાવતાં, ઠેકઠેકાણે આવેલાં હજારો સરોવરોથી ભરાયેલો રહેતો હોવાથી તેનું સમગ્ર સ્થળર્દશ્ય રમણીય બની…
વધુ વાંચો >ફુલાણી, લાખો
ફુલાણી, લાખો (જ. 920; અ. 979, આટકોટ, સૌરાષ્ટ્ર) : કચ્છનો સમા વંશનો મૂળરાજ સોલંકીનો સમકાલીન રાજવી. તેના પિતાનું નામ ફૂલ તથા માતાનું નામ સોનલ હતું. તેનો જન્મ ‘યશોરાજ’ની કૃપાથી થયો હતો એવી માન્યતા છે. પિતાનું નામ ફૂલ હોવાથી તે ફુલાણી તરીકે ઇતિહાસમાં જાણીતો થયો. લાખાના ‘લખમસી’, ‘લાખણસી’, ‘લક્ષરાજ’ જેવાં અન્ય…
વધુ વાંચો >ફૅધમ
ફૅધમ : દરિયાનું ઊંડાણ દર્શાવતું અંગ્રેજી માપનું એકમ. એક ફૅધમ બરાબર 1.83 મીટર કે 6 ફૂટ થાય છે. લાંબા સમયથી દરિયા અને ખાણનું ઊંડાણ દર્શાવવા માટે આ પ્રમાણભૂત માપ છે. ડેનિશ ભાષાના ‘Faedn’ શબ્દ ઉપરથી આ શબ્દ બન્યો છે. તેનો અર્થ ‘પહોળા કરેલા હાથ’ (outstretched hands) એવો થાય છે. શિવપ્રસાદ…
વધુ વાંચો >