ફૅધમ : દરિયાનું ઊંડાણ દર્શાવતું અંગ્રેજી માપનું એકમ. એક ફૅધમ બરાબર 1.83 મીટર કે 6 ફૂટ થાય છે. લાંબા સમયથી દરિયા અને ખાણનું ઊંડાણ દર્શાવવા માટે આ પ્રમાણભૂત માપ છે. ડેનિશ ભાષાના ‘Faedn’ શબ્દ ઉપરથી આ શબ્દ બન્યો છે. તેનો અર્થ ‘પહોળા કરેલા હાથ’ (outstretched hands) એવો થાય છે.

શિવપ્રસાદ રાજગોર