શિવપ્રસાદ રાજગોર
ટંકારા
ટંકારા : ગુજરાતમાં રાજકોટ જિલ્લાના મોરબી તાલુકામાં આવેલું આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ. 22° 35´ ઉ. અ. અને 70° 40´ પૂ. રે. ઉપર ડેમી નદીના પશ્ચિમ કાંઠે સર્પાકાર વળાંક પર તે વસેલું છે. ટંકારા નજીક ડેમી નદી સાથે આસુંદરીનો સંગમ થાય છે. આ સ્થળ મોરબીથી વાયવ્યે 22.4 કિમી., રાજકોટથી…
વધુ વાંચો >ટંડન, પુરુષોત્તમદાસ
ટંડન, પુરુષોત્તમદાસ (જ. 1 ઑગસ્ટ 1882, અલ્લાહાબાદ; અ. 1 જુલાઈ 1961) : રાષ્ટ્રીય કૉંગ્રેસના એક અગ્રણી નેતા, સ્વાતંત્ર્યસેનાની અને રાષ્ટ્રભાષા હિંદીના પ્રખર હિમાયતી. જન્મ મધ્યમ વર્ગના ખત્રી કુટુંબમાં. પિતાનું નામ શાલિગ્રામ. પ્રાથમિક શિક્ષણ ઘેર લીધા બાદ માધ્યમિક શિક્ષણ અલ્લાહાબાદમાં. 1897માં તેમણે હાઈસ્કૂલની છેલ્લી પરીક્ષા આપી. મ્યૂર સેન્ટ્રલ મહાવિદ્યાલયમાંથી 1904માં ગ્રૅજ્યુએટ…
વધુ વાંચો >ટંડેલ
ટંડેલ : ખલાસીઓના ઉપરી. ‘નાખવો’, ‘નાખુદા’ કે ‘નાખોદા’ તેના પર્યાયરૂપ શબ્દો છે. સંસ્કૃતમાં આ માટે ‘पोतवाह’ શબ્દ છે. ખલાસીઓને વહાણના સંચાલન માટે તે આદેશો આપે છે અને સમગ્ર વહાણના સંચાલનની જવાબદારી તેની રહે છે. સ્ટીમરના કૅપ્ટન સાથે તેને સરખાવી શકાય. લાંબા વખત સુધી સમુદ્રની ખેપના અનુભવથી આ પદ પ્રાપ્ત થાય…
વધુ વાંચો >ટાઇગ્રિસ
ટાઇગ્રિસ : પશ્ચિમ એશિયાની પ્રમુખ નદી. ભૌગોલિક સ્થાન : 33o ઉ. અ. અને 45o પૂ. રે.. આ નદીની લંબાઈ આશરે 1900 કિમી. તથા તેનું સ્રાવક્ષેત્ર (catchment area) 3,73,000 ચોકિમી. છે. તે મેસોપોટેમિયા(ઇરાક)ના સૂકા પ્રદેશની જીવાદોરી છે. તે પૂર્વ તુર્કસ્તાનના મધ્ય ભાગમાં આવેલ ગોલકુક સરોવરમાંથી પસાર થાય છે તથા ટર્કીના અગ્નિ…
વધુ વાંચો >ટાગોર, દ્વારકાનાથ
ટાગોર, દ્વારકાનાથ (જ. 1794, જોડાસાંકો, કૉલકાતા; અ. 1 ઑગસ્ટ 1845, સરે, ઇંગ્લૅન્ડ) : બંગાળના ઉદ્યોગપતિ, વેપારી અને સમાજસુધારક. તેમના દાદા નીલમણિ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારી હતા. નીલમણિના પુત્ર રાસમણિના બીજા પુત્ર તે દ્વારકાનાથ. દ્વારકાનાથના સૌથી મોટા પુત્ર દેવેન્દ્રનાથ તે બ્રહ્મોસમાજના અગ્રણી અને કવિ રવીન્દ્રનાથના પિતા. દ્વારકાનાથે ઓગણીસમી સદીની પરંપરા મુજબ…
વધુ વાંચો >ટાયર (Sur-Tyre)
ટાયર (Sur-Tyre) : દક્ષિણ ભૂમધ્ય સમુદ્રને કિનારે સિડોનથી 40 કિમી. અને બૈરુતથી નેર્ઋત્યે 250 કિમી. દૂર આવેલું પ્રાચીન ફિનિશિયન બંદર. ભૌ. સ્થાન : 33o 16’ ઉ. અ. અને 35o 11’ પૂ. રે.. ઈ. સ. પૂ. 11માથી 7મા શતક દરમિયાન તે ફિનિશિયાની રાજધાની હતી. હાલ મોટા વેપારીકેન્દ્ર તરીકે તે જાણીતું છે.…
વધુ વાંચો >ટાર્ક્વિન (ટાર્ક્વિનિયસ)
ટાર્ક્વિન (ટાર્ક્વિનિયસ) : એટ્રુસ્કન રાજવંશના સાતમા અને પ્રાચીન રોમના છેલ્લા રાજા. તે છઠ્ઠા રાજા સર્વિયસ ટુલિયસના જમાઈ અને અનુગામી હતા. તેમના સસરાનું ખૂન કરીને તેઓ ગાદીએ આવ્યા હતા એમ કહેવાય છે. તેમના દાદા ટાર્ક્વિનિયસ લુસિયસ (ઈ. સ. પૂ. 616થી 578) હતા. પ્રિસ્કસનો પુત્ર ટાર્ક્વિનિયસ સુપરબસ લુસિયસ (શાસનકાળ ઈ. સ. પૂ.…
વધુ વાંચો >ટિયનજિન
ટિયનજિન (Tianjin) : હોબાઈ પ્રાંતમાં આવેલું ચીનનું ત્રીજા નંબરનું મોટું શહેર અને પ્રમુખ બંદર. ભૌગોલિક સ્થાન : 39o 08’ ઉ. અ. અને 117o 12’ પૂ. રે. તેનું ચીની ભાષાનું નામ ‘ટીઆનજીન’ છે. તે બેજિંગથી નૈર્ઋત્ય ખૂણે 138 કિમી. દૂર હાઈ હો (Hai Ho) નદીની પાંચ શાખાઓના સંગમસ્થાને ગ્રાન્ડ કૅનાલ ઉપર…
વધુ વાંચો >ટીટો, યોસિપ બ્રોઝ
ટીટો, યોસિપ બ્રોઝ (જ. 25 મે 1892, કુમરોવેક, ક્રોએશિયા; અ. 4 મે 1980, લીયૂબ્લાં) : ‘રાષ્ટ્રીય સામ્યવાદ’ અને બિનજોડાણવાદી નીતિના પુરસ્કર્તા. યુગોસ્લાવિયાના રાજનીતિજ્ઞ પુરુષ. 1943થી તેઓ યુગોસ્લાવિયાના વસ્તુત: વડા અને 1953થી 1980 સુધી તેના ચૂંટાયેલા પ્રમુખ. જન્મ ગરીબ ખેડૂત કુટુંબમાં થયો હતો. સ્લોવન મા અને ક્રોટ બાપનાં પંદર સંતાનોમાં તેઓ…
વધુ વાંચો >ટીંબરવા
ટીંબરવા : વડોદરા જિલ્લાનું પ્રાગૈતિહાસિક અવશેષો ધરાવતું ગામ. તે તાલુકામથક સિનોરથી 15 કિમી. દૂર આવેલું છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતતત્વ-વિભાગે આ ગામ નજીકના સ્થળનું ઉત્ખનન કરેલ છે. આ સ્થળેથી ઈ. સ. પૂ. 500 આસપાસના સમયના ઉત્તર ભારતની ગંગાની ખીણના પંજાબથી બંગાળ અને ઉત્તર મહારાષ્ટ્ર સુધીના વિસ્તારમાંથી કાળાં કે પોલાદ…
વધુ વાંચો >