શિવપ્રસાદ રાજગોર

ઝાલા, ગોકુળજી

ઝાલા, ગોકુળજી (જ. 1824; અ. 1878) : જૂનાગઢના નવાબ મહબતખાન બીજાના (1851-82) દીવાન તથા વેદાંતના પ્રખર અભ્યાસી. જૂનાગઢના વડનગરા નાગર. નવાબ મહબતખાન બીજાની સગીર વય દરમિયાન અંગ્રેજ અધિકારી કૉલસન અને ઝાલા રીજન્સી કાઉન્સિલના સભ્યો હતા. તે ડુંગરશી દેવશીના રાજીનામા બાદ જૂનાગઢના દીવાન બન્યા. તેમણે રાજમાતા નજુબીબીના હસ્તક્ષેપને અવગણીને જૂનાગઢ રાજ્યનો…

વધુ વાંચો >

ઝાંઝીબાર

ઝાંઝીબાર : આફ્રિકાના પૂર્વ કિનારે આવેલ તાન્ઝાનિયા પ્રજાસત્તાકનો એક પ્રદેશ. ઝાંઝીબાર, પેમ્બા અને કેટલાક નાના ટાપુઓનો બનેલો છે. ઝાંઝીબારનો ટાપુ આફ્રિકાની મુખ્ય ભૂમિથી 32 કિમી. દૂર 6° દ. અ. અને 40° પૂ. રે. ઉપર દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. ઝાંઝીબાર અને પેમ્બા ટાપુનું ક્ષેત્રફળ 2643 ચોકિમી. છે. પેમ્બા ટાપુ ઈશાન ખૂણે…

વધુ વાંચો >

ઝાંસી

ઝાંસી : ઉત્તરપ્રદેશના 74 જિલ્લા પૈકીનો જિલ્લો અને જિલ્લામથક. જિલ્લાનું ક્ષેત્રફળ 5024 ચોકિમી. છે. આ જિલ્લાની ઈશાન તરફ ઉત્તરપ્રદેશનો હમીરપુર જિલ્લો અને ધસાન નદી, પશ્ચિમે રાજસ્થાન, ઉત્તરે જાલોન જિલ્લો, અગ્નિ તરફ મહોબા જિલ્લો અને દક્ષિણે લલિતપુર ને મધ્યપ્રદેશનો વિસ્તાર આવેલો છે. આ જિલ્લો સાંકડી લાંબી પટ્ટી રૂપે વાંકોચૂકો આવેલો છે.…

વધુ વાંચો >

ઝિગુરાત

ઝિગુરાત : પ્રાચીન સુમેર, બૅબિલોનિયા અને ઍસીરિયન સંસ્કૃતિ સાથે સંકળાયેલ વિશિષ્ટ ધાર્મિક સ્થાપત્ય. ‘ઝિગુરાત’નો અર્થ થાય છે પર્વતની ટોચ કે શિખર. સુમેરિયનો પોતાના પર્વતાળ પ્રદેશના વતનને છોડીને ઈ. સ. પૂ. ચોથી સહસ્રાબ્દીના અંતમાં મેસોપોટેમિયાનાં મેદાનોમાં આવ્યા ત્યારે આ પ્રકારનાં ધાર્મિક સ્થળોની જરૂરિયાત ઊભી થઈ. મંદિર-મિનાર (temple-tower)ની રચના પગથીવાળી અને પિરામિડ…

વધુ વાંચો >

ઝિમ્બાબ્વે

ઝિમ્બાબ્વે : દક્ષિણ આફ્રિકાની ઉત્તર સરહદે આવેલો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 20° દ. અ. અને 30° પૂ. રે. તેના પર બ્રિટિશ શાસન હતું ત્યારે તે દક્ષિણ રોડેશિયા તરીકે ઓળખાતું હતું. આ પ્રદેશના શોધક સેસિલ રોડ્ઝના નામ ઉપરથી તેનું નામ રોડેશિયા રખાયું હતું. આઝાદી (1980) બાદ આ દેશ ઝિમ્બાબ્વે તરીકે…

વધુ વાંચો >

ઝીંઝુવાડા

ઝીંઝુવાડા : ગુજરાતની વાયવ્ય સરહદે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની સીમાના ત્રિભેટે આવેલું ગામ. તે સોલંકીકાલીન કિલ્લાને કારણે વધારે જાણીતું બનેલું છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં 23°-21´ ઉ. અ. અને 70°-39´ પૂ. રે. ઉપર આવેલું છે. ખારાઘોડાથી ઉત્તરે 24 કિમી. દૂર આવેલું વીરમગામ-ખારાઘોડા બ્રૉડગેજ રેલવેનું તે મથક છે. ઝીંઝુવાડાથી ચારેક…

વધુ વાંચો >

ઝૅપટેક

ઝૅપટેક : ઉત્તર અમેરિકામાં દક્ષિણ મેક્સિકોમાં આવેલ વહાકા (Oaxaca) પ્રદેશમાં વસતી મેસો-અમેરિકન રેડ ઇન્ડિયન જાતિ. આ લોકોના પૂર્વજો વિશિષ્ટ સંસ્કૃતિના સર્જક હતા. તેમની રાજધાની મૉન્ટી આલબાન ટેકરી ઉપર હાલના વહાકા નજીક આવેલી હતી. ઈ. સ. પૂ. 500માં આ નગરની સ્થાપના થઈ હતી. તે વખતે અહીં નગર સંસ્કૃતિ વિકસી ચૂકી હતી.…

વધુ વાંચો >

ઝોબ

ઝોબ : પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં ક્વેટા વિભાગમાં આવેલો જિલ્લો અને શહેર. આ જિલ્લો 1890થી અસ્તિત્વમાં આવ્યો. જિલ્લાનું ક્ષેત્રફળ 27,130 ચોકિમી. છે. પ્રદેશ ડુંગરાળ છે. આ શહેર 1426 મીટર ઊંચાઈએ આવેલું છે. જિલ્લાની પૂર્વ સરહદે આવેલો સુલેમાન પર્વત સરેરાશ 2125 મી. ઊંચો છે. નદીની ખીણનો પ્રદેશ સપાટ અને ફળદ્રૂપ છે. અહીં…

વધુ વાંચો >

ટગબોટ

ટગબોટ : રેલવેના એન્જિન માફક બજરાઓ(barges)ને તથા સમુદ્રની મોટી ખેપ કરતી સ્ટીમરોને બારામાં ધક્કા(dock) સુધી અને બારા બહાર મધદરિયા સુધી ખેંચી લાવતું શક્તિશાળી અને ઝડપી નાનું જહાજ. કોઈ કારણસર જહાજ લાધી ગયું હોય કે તેનાં યંત્રો કામ કરતાં બંધ પડ્યાં હોય તો તેવા જહાજને સુરક્ષિત રીતે ખેંચી લાવવાનું કામ પણ…

વધુ વાંચો >

ટબ્રિઝ

ટબ્રિઝ (tabriz) : ઈરાનના પૂર્વ ઍઝારબૈજાન પ્રાંતની રાજધાની અને મુખ્ય શહેર. તેનું નામ ઈરાની ભાષાના ‘ટપરીઝ’ ઉપરથી પડ્યું છે, જેનો અર્થ વહેતી ગરમી થાય છે. તે આર્મેનિયા રાજ્યની સરહદથી દક્ષિણે 97 કિમી., તુર્કસ્તાનથી પૂર્વમાં 177 કિમી. અને ઉર્મિયા સરોવરથી આશરે 55 કિમી. અંતરે છે. તે 38° ઉ. અ. અને 46°-3´…

વધુ વાંચો >