શિવપ્રસાદ રાજગોર

ગોહિલો

ગોહિલો : રજપૂતોમાં સૌથી વધુ કુળવાન તથા શૌર્ય અને ટેક માટે સુપ્રસિદ્ધ રાજવંશ. ગુહિલ ઉપરથી ગુહિલપુત્ર, ગુહિલુત્ત અને ગુહિલોત વંશવાચક શબ્દો બન્યા. ગેહિલોત અને ગૈહલોત શબ્દો પણ પ્રચલિત છે. ગોભિલ, ગૌહિલ્ય અને ગોહિલ જેવી વંશવાચક અટક પણ શિલાલેખોમાં જોવા મળે છે. આ વંશનો સ્થાપક ગુહદત્ત ઈ. સ. 566માં થઈ ગયો…

વધુ વાંચો >

ગોંડળ

ગોંડળ : રાજકોટ જિલ્લાનું તાલુકામથક અને આ જ નામ ધરાવતા દેશી રાજ્યની આઝાદી પૂર્વે રાજધાની. તે 22° 15´ ઉ. અ. અને 70° 45´ પૂ. રે. ઉપર ગોંડળી નદીના પશ્ચિમ કાંઠે વસેલું છે. ગોંડળ તાલુકાનો વિસ્તાર 1,193.6 ચોકિમી. છે અને 2022 પ્રમાણે તાલુકાની વસ્તી  2,21,892 છે, જ્યારે શહેરની વસ્તી 1,30,687 છે.…

વધુ વાંચો >

ગોંડા (Gonda)

ગોંડા (Gonda) : ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ વિભાગમાં ઉત્તર તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 26° 46´થી 27° 50´ ઉ. અ. અને 81° 33´થી 82° 46´ પૂ. રે. વચ્ચેનો 4,003 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની મહત્તમ લંબાઈ 68 કિમી. અને મહત્તમ પહોળાઈ 66 કિમી. જેટલી છે.…

વધુ વાંચો >

ગોંડોલા

ગોંડોલા : વેનિસ શહેરમાં પ્રવાસ કરવા માટેની વિશિષ્ટ હોડી. તે છીછરા પાણીમાં વપરાતી હોવાથી તેનું તળિયું સપાટ હોય છે. હોડીનો મોરાનો ભાગ અને પાછળનો ભાગ શણગારેલો હોય છે. સ્ટારબોર્ડ નજીકથી એક જ ખલાસી ઊભો રહીને તેનું સંચાલન કરે છે. શરૂઆતમાં ગોંડોલાનું 12 હલેસાં મારનારાઓ દ્વારા સંચાલન થતું હતું; પણ સોળમી…

વધુ વાંચો >

ગ્રાન્ટ, યુલિસીઝ

ગ્રાન્ટ, યુલિસીઝ (જ. 27 એપ્રિલ 1822, પ્લેઝન્ટ પૉઇન્ટ, ઓહાયો; અ. 23 જુલાઈ 1885, માઉન્ટ મૅક્રીગૉર [Mckregor] ન્યૂયૉર્ક, યુ.એસ.) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના અમેરિકાના પ્રસિદ્ધ સેનાપતિ અને યુ.એસ.ના અઢારમા પ્રમુખ (1868–1876). પિતા જેસે ગ્રાન્ટ ચામડાં કમાવવાનો વ્યવસાય કરતા હતા. માતા હાના સિમ્પસન મહેનતુ, પવિત્ર અને સાહસિક સ્ત્રી હતી. યુલિસીઝને પિતાના ધંધામાં…

વધુ વાંચો >

ગ્રિનિચ

ગ્રિનિચ : આંતરરાષ્ટ્રીય કરાર (1884) પ્રમાણે શૂન્ય રેખાંશવૃત્તના બિન્દુ (કેન્દ્ર) તરીકે સ્વીકારાયેલું સ્થળ. બૃહત લંડનનું ટેમ્સ નદીના દક્ષિણકાંઠે સિટી સેન્ટરથી 16 કિમી. ઈશાને આવેલા ગ્રિનિચ અને વુલવિચ ગામોનાં જોડાણથી 1963ના કાયદાથી બનેલો કસબો (borough). તેનું ક્ષેત્રફળ 46 ચોકિમી. છે. 1675થી ચાર્લ્સ બીજાના સમયમાં અસ્તિત્વમાં આવેલ વેધશાળા ગ્રીન પાર્કમાં હતી. 1954માં…

વધુ વાંચો >

ગ્રેનેડા (Grenada)

ગ્રેનેડા (Grenada) : વિન્ડવર્ડ ટાપુઓના ભાગરૂપ, દક્ષિણ અમેરિકાથી 150 કિમી. દૂર આવેલ સ્વતંત્ર રાજ્ય. ભૌગોલિક સ્થાન : 12° 05´ ઉ. અ. અને 61° 40´ પ. રે.. તે કૅરિબિયન સમુદ્રમાં આવેલા ગ્રેનેડાના મુખ્ય ટાપુ અને કેરિયાકૂ અને પેટી માર્ટિનીક નામના બે નાના ટાપુઓનું બનેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ 344 ચોકિમી. છે,…

વધુ વાંચો >

ગ્રેનેડા 2  (Granada 2)

ગ્રેનેડા 2  (Granada 2) : નિકારાગુઆની નૈર્ઋત્યે આ જ નામ ધરાવતા જિલ્લાનું પાટનગર. ઈ. સ. 1523માં સ્થપાયેલ આ શહેર નિકારાગુઆમાં સૌથી જૂનું છે. અહીં સ્પૅનિશ સ્થાપત્યપદ્ધતિથી બંધાયેલાં પ્રાચીન મકાનો અને દેવળો છે. અહીંની વસ્તી 1.13 લાખ (2020) છે. શિવપ્રસાદ રાજગોર

વધુ વાંચો >

ગ્વાટેમાલા (Guatemala)

ગ્વાટેમાલા (Guatemala) : ઉ. અમેરિકા અને દ. અમેરિકાના ભૂમિખંડોને જોડતી સાંકડી સંયોગીભૂમિમાં આશરે 14° 40´ ઉ. અ. અને 90° 30´ પ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લેતો દેશ અને તે જ નામનું તેનું મુખ્ય શહેર. તેની પશ્ચિમ અને ઉત્તરની બાજુએ મેક્સિકો, દક્ષિણની બાજુએ પૅસિફિક મહાસાગર અને અલ સૅલ્વાડૉર, પૂર્વની બાજુએ બેલિઝ…

વધુ વાંચો >

ચલાળા

ચલાળા : અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દાના ભગતની જગ્યાને લીધે જાણીતું થયેલ મથક. તે 21° 25’ ઉ. અ. અને 71° 12’ પૂ. રે. ઉપર આવેલું છે. તે ધારીથી 19 કિમી. અને અમરેલીથી 25.75 કિમી. દૂર છે. ખીજડિયા-ધારી-વેરાવળ રેલવે ઉપરનું સ્ટેશન છે અને બસવ્યવહાર દ્વારા અમરેલી, બગસરા, ધારી, રાજુલા અને જાફરાબાદ…

વધુ વાંચો >