શિવપ્રસાદ રાજગોર
ગોડ્ડા (Godda)
ગોડ્ડા (Godda) : ઝારખંડ રાજ્યના ઈશાન કોણમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 24° 50´ ઉ. અ. અને 87° 13´ પૂ. રે.ની આજુબાજુનો 2,110 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્યમાં અને ઉત્તરે બિહારના બંકા અને ભાગલપુર જિલ્લા, ઈશાન અને પૂર્વ તરફ સાહિબગંજ…
વધુ વાંચો >ગોધરા
ગોધરા : પંચમહાલ જિલ્લાનું જિલ્લામથક તથા તાલુકામથક તરીકેની કક્ષાવાળું શહેર. ભૌગોલિક સ્થાન : આ શહેર 22° 47´ ઉ. અ. અને 73° 37´ પૂ.રે.ની આજુબાજુનો 1019.2 ચોકિમી. તાલુકા વિસ્તાર ધરાવે છે. આ તાલુકામાં ગોધરા શહેર ઉપરાંત 162 ગામો આવેલાં છે. આ તાલુકાના સબડિવિઝનમાં ગોધરા, કાલોલ, હાલોલ, જાંબુઘોડા, લુણાવાડા અને શહેરા તાલુકાઓનો…
વધુ વાંચો >ગોપાલગંજ
ગોપાલગંજ : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 12´થી 26° 39´ ઉ. અ. અને 83° 54´થી 84° 55´ પૂ. રે.ની વચ્ચેનો 2,033 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્યે ઉત્તરપ્રદેશનો દેવરિયા જિલ્લો અને ઉત્તરે બિહારનો પશ્ચિમ ચંપારણ જિલ્લો,…
વધુ વાંચો >ગોપાલપુર
ગોપાલપુર : ઓડિસાના ગંજામ જિલ્લામાં ઈશાન ખૂણે બંગાળની ખાડી ઉપર આવેલું પરાદીપ પછીનું રાજ્યનું એકમાત્ર ખુલ્લું બંદર. ચોમાસામાં 15મી મેથી 15મી સપ્ટેમ્બર દરમિયાન બંદર વાહનવ્યવહાર માટે બંધ રહે છે. કાંઠાથી 0.8 કિમી. દૂર 9.15 મી. જેટલું ઊંડું પાણી રહે છે. કાંઠાથી 1.2 કિમી. દૂર લંગરસ્થાન છે. અહીં પાણીની ઊંડાઈ 13.6…
વધુ વાંચો >ગોબીનું રણ
ગોબીનું રણ : મધ્ય એશિયાના મૉંગોલિયામાં આવેલ રણ અને અર્ધરણનો સૂકો વિસ્તાર. મૉંગોલિયન ભાષામાં ‘ગોબી’નો અર્થ ‘જળવિહીન સ્થળ’ થાય છે. પ્રદેશ સાવ સૂકો અને વરસાદનું પ્રમાણ નહિવત્ હોવાથી આ નામ મળ્યું હશે. આ રણ 1,600 કિમી. લાંબું અને સ્થાનભેદે 480–965 કિમી. પહોળું છે. તેનો કુલ વિસ્તાર 13,00,000 ચોકિમી. છે. તેનો…
વધુ વાંચો >ગોમટેશ્વર
ગોમટેશ્વર : પહેલા તીર્થંકર ઋષભદેવના પુત્ર બાહુબલિ. ઋષભદેવને બે પુત્રો, ભરત અને બાહુબલિ. ઋષભદેવે પોતાનું રાજ્ય પુત્રોને વહેંચી આપીને સંન્યસ્ત લીધું. વખત જતાં ભરતે દિગ્વિજય માટે નીકળવા તૈયારી કરી. બાહુબલિએ તેથી અનેક જીવોની હિંસા થવાની હોવાથી વિરોધ કર્યો. વાદવિવાદ થતાં બંને ભાઈઓએ યુદ્ધ કર્યું. જીત્યા છતાં ભરતને રાજ્ય સોંપી બાહુબલિ…
વધુ વાંચો >ગોમતી-1
ગોમતી-1 : ઉત્તરપ્રદેશમાં આવેલી ગંગાને મળતી ઉપનદી. તેની લંબાઈ 800 કિમી. છે. તેનું સ્રાવક્ષેત્ર (catchment area) 18,750 ચોકિમી. છે. પીલીભીત જિલ્લાની પૂર્વે 32 કિમી. ઉપર તેનું ઉદગમસ્થાન છે. 56 કિમી. પછી તેને જોકનાઈ નદી મળે છે. ત્યારબાદ તે બારે માસ વહે છે. નદીના વળાંકોને કારણે તે ધીમી ધીમી વહે છે.…
વધુ વાંચો >ગોરખપુર
ગોરખપુર : ઉત્તરપ્રદેશના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 45´ ઉ. અ. અને 83° 22´ પૂ. રે.ની આજુબાજુનો 3,321 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મહારાજગંજ, પૂર્વ તરફ કુશીનગર અને દેવરિયા, દક્ષિણ તરફ આઝમગઢ તથા પશ્ચિમ તરફ સંત કબીરનગર…
વધુ વાંચો >ગોવા
ગોવા : ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્ર ઉપર આવેલ સહેલાણીઓના સ્વર્ગરૂપ ટાપુ અને રાજ્ય. તે 14° 53´ અને 15° 48´ ઉ. અ. તથા 73° 45´ અને 74° 24´ પૂ. રે. વચ્ચે આવેલું છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 105 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 60 કિમી. છે. તે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોની સરહદો…
વધુ વાંચો >ગોહિલ, ભાવસિંહજી
ગોહિલ, ભાવસિંહજી (શાસનકાળ : 1703; 1764) : ભાવનગર શહેરના સ્થાપક અને ભાવનગર રાજ્યની આબાદીના સર્જક રાજવી. ગોહિલ રાજવી રતનજીના ઈ. સ. 1703માં મૃત્યુ બાદ ભાવસિંહજી શિહોરની ગાદીએ આવ્યા. 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થતાં મુઘલ સત્તા નબળી પડી તેનો લાભ લઈને ઈ. સ. 1722–23માં મરાઠા સરદારો પિલાજી ગાયકવાડ અને કંથાજી કદમબાંડે સૌરાષ્ટ્રમાં…
વધુ વાંચો >