શિવપ્રસાદ રાજગોર
ગર્દભિલ્લ
ગર્દભિલ્લ (ઈ. પૂ. પહેલી સદી) : ઉજ્જનના ગર્દભિલ્લ વંશના પ્રવર્તક રાજવી. તેનું નામ દર્પણ હતું. ગર્દભી વિદ્યાનો ઉપાસક હોવાથી તે ગર્દભિલ્લ કહેવાયો. પ્રબંધ ચિંતામણિના લેખક મેરુતુંગાચાર્યના મતે બલમિત્ર અને ભાનુમિત્રના અને નભવાહનના અનુક્રમે 60 અને 40 વર્ષના શાસન પછી ગર્દભિલ્લ વંશનું શાસન 152 વરસ સુધી પ્રવર્ત્યું. ગર્દભિલ્લે 13 વરસ રાજ્ય…
વધુ વાંચો >ગળતેશ્વર (2)
ગળતેશ્વર (2) : ગુજરાત રાજ્યમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં પ્રાંતિજથી 4 કિમી. દૂર ગલસેરા ગામે સાબરમતીના કિનારે આવેલું મંદિર. અહીં શંકરનું મંદિર છે. સાબરકાંઠા ગૅઝેટિયરમાં જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે જોવા મળતા ગોળ લિંગને બદલે અહીં ચોરસ લિંગ છે. આ તેની વિશિષ્ટતા છે. હાલ અહીં લિંગના સ્થળે ખાડો છે અને તેની…
વધુ વાંચો >ગંગાધર
ગંગાધર : મહંમદ બેગડાના સમકાલીન કર્ણાટકના કવિ અને નાટ્યકાર. આ લેખકની ‘ગંગદાસ પ્રતાપ વિલાસ’ નાટક (1449) અને ‘માંડલિક મહાકાવ્ય’ એ બે કૃતિઓ ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વની છે. તેમણે ગુજરાતના સુલતાનના દરબારની અને જૂનાગઢના રા’માંડલિકના દરબારની મુલાકાત લીધી હતી. ગુજરાતમાં કર્ણાટક વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોની તે સૂચક છે. ચાંપાનેરના રાજા ગંગદાસ અને અમદાવાદના…
વધુ વાંચો >ગંજમ
ગંજમ (Ganjam) : ઓડિસા રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 19° 45’ ઉ. અ. અને 84° 50’ પૂ. રે.ની આજુબાજુનો 8,033 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં કંધમાલ (ફૂલબની) અને નયાગઢ જિલ્લા, પૂર્વ તરફ નયાગઢ અને ખુરદા જિલ્લા, દક્ષિણ તરફ આંધ્રપ્રદેશનો શ્રીકાકુલમ્ જિલ્લો, અગ્નિકોણ તરફ…
વધુ વાંચો >ગંડક
ગંડક : મધ્ય હિમાલયના 7,600 મીટર ઊંચા તિબેટના ઉચ્ચપ્રદેશમાંથી નીકળતી ગંગાની સહાયક નદી. કાલીગંડક સાથે તેની લંબાઈ 675 કિમી. છે પણ કુલ લંબાઈ 765 કિમી. છે. બુરહી-ગંડક નદી તેની સમાંતરે જૂના પટમાં વહીને ગંગાને મળે છે. ગંડક નદીને ત્રિશૂલા નદી મળ્યા પછી તેનો પ્રવાહ ત્રિશૂલીગંગા તરીકે ઓળખાય છે. ગંડકનારાયણી અને…
વધુ વાંચો >ગંધાર (ગુજરાત)
ગંધાર (ગુજરાત) : મધ્યકાલીન બંદર તથા તેલક્ષેત્રને કારણે જાણીતું બનેલ સ્થળ. ભૌગોલિક સ્થાન : 21° 42’ ઉ. અ. અને 72° 58’ પૂ. રે.. તે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ઢાઢર નદી ઉપર ખંભાતના અખાતના કિનારાથી 6 કિમી., ભરૂચથી 54 કિમી. અને વાગરાથી 18 કિમી. દૂર છે. અહીં મહાવીર સ્વામી તથા પાર્શ્વનાથનાં…
વધુ વાંચો >ગાઝા
ગાઝા : ભૂમધ્ય સમુદ્રના કિનારાથી 5 કિમી., તેલ અવીવથી 64 કિમી. અને જેરૂસલેમની વાયવ્યે 80 કિમી. દૂર આવેલું પેલેસ્ટાઇનનું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : 31° 25’ ઉ. અ. અને 34° 20’ પૂ. રે.. પ્રાદેશિક પટ્ટી તરીકે તેનું ક્ષેત્રફળ 378 કિમી. છે. લંબાઈ 42 કિમી. અને પહોળાઈ 6થી 10 કિમી. છે.…
વધુ વાંચો >ગાઝિયાબાદ
ગાઝિયાબાદ (Ghaziabad) : ઉત્તર પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 28° 26´થી 28° 55´ ઉ. અ. અને 77° 12´થી 78° 12´ પૂ. રે. વચ્ચેનો 1988 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે દિલ્હીથી 21 કિમી. દૂર ઈશાન તરફ આવેલું છે. ગંગા-જમનાના દોઆબમાં આવેલા…
વધુ વાંચો >ગાઝીપુર
ગાઝીપુર : ઉત્તરપ્રદેશના વારાણસી વિભાગમાં પૂર્વ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 19’થી 25° 54’ ઉ. અ. અને 83° 04’થી 83° 58’ પૂ. રે. વચ્ચેનો 3,377 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માઉનાથભંજન અને બલિયા, પૂર્વ, અગ્નિ અને દક્ષિણ તરફ…
વધુ વાંચો >ગાડગીળ, નરહર વિષ્ણુ
ગાડગીળ, નરહર વિષ્ણુ (જ. 1૦ જુલાઈ 1896, રતલામ, મધ્યપ્રદેશ; અ. 12 જાન્યુઆરી 1966, પુણે) : મહારાષ્ટ્રના અગ્રગણ્ય નેતા, ગાંધીજીના અનુયાયી અને સમાજસુધારક. પિતાનું નામ વિષ્ણુ નારાયણ અને માતાનું નામ રાધાબાઈ. નાની વયે માતાનું મૃત્યુ થતાં તેમનાં કાકી કાશીબાઈએ તેમને ઉછેર્યા હતા. શિક્ષણનો પ્રારંભ વેદ પાઠશાળામાં કર્યા બાદ 19૦6માં તે પુણેના…
વધુ વાંચો >