શિવપ્રસાદ રાજગોર
ખોજા
ખોજા : શિયા સંપ્રદાયની એક મુસલમાન કોમ. તેમના ધાર્મિક વડા આગાખાન છે. આ કોમ લોહાણામાંથી ધર્માંતર કરી ઇસ્લામ ધર્મ સ્વીકારવાથી બની હોવાનું મનાય છે. આ કોમ સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે વેપારી કોમ છે, જ્યારે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં મુખ્યત્વે ખેતી કરનાર કોમ છે. મુંબઈ જેવા શહેરમાં દૂધનો ધંધો કરે છે. ગુજરાત ઉપરાંત…
વધુ વાંચો >ખોટ્ટિગ
ખોટ્ટિગ : માન્યખેટના રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ ત્રીજાનો ભાઈ અને અમોઘવર્ષ ત્રીજાનો પુત્ર. 967માં તે માન્યખેટની ગાદીએ બેઠો. બંને ભાઈઓની માતા સંભવત: જુદી હતી. ખોટ્ટિગની માતાનું નામ કંદકદેવી હતું. ઉદયપુર પ્રશસ્તિમાં જણાવ્યા પ્રમાણે, ખોટ્ટિગના શાસન દરમિયાન 972માં માળવાના પરમાર રાજા સિયક બીજા હર્ષદેવે રાષ્ટ્રકૂટ પ્રદેશ ઉપર આક્રમણ કર્યું અને નર્મદા પાર…
વધુ વાંચો >ખોતાન
ખોતાન : મધ્ય એશિયામાં આવેલી પ્રાચીન ભારતીય વસાહત અને સાંસ્કૃતિક કેન્દ્ર. ચીની ભાષામાં ‘હોતાન’ તરીકે ઓળખાતું ખોતાન રણદ્વીપ, નદી અને શહેરનું નામ છે. પશ્ચિમ ચીનના સ્વાયત્ત સિંક્યાંગ કે જિનજીઆંગ પ્રાંતની નૈર્ઋત્યે તે આવેલું છે. તકલા મકાનના રણના દક્ષિણ છેડે આવેલ કૂનલૂન પર્વતમાળાની ઉત્તર તરફની તળેટી સુધી વિસ્તરતો આ પ્રદેશ તાજીકોથી…
વધુ વાંચો >ખોમેની, રુહોલ્લાહ આયાતોલ્લાહ
ખોમેની, રુહોલ્લાહ આયાતોલ્લાહ (જ. 21 સપ્ટેમ્બર 1902, ખોમેન, માર્કોઝી પ્રોવિન્સ ઈરાન; અ. 4 જૂન 1989, તહેરાન, ઈરાન) : ઈરાનના શિયા મુસ્લિમોના આધ્યાત્મિક અને ધાર્મિક વડા અને 1978-79ની ઇસ્લામિક ક્રાન્તિના અગ્રણી. ‘આયાતોલ્લાહ’ શબ્દનો અર્થ ‘અલ્લાહનું પ્રતિબિંબ’ થતો હોવાથી લોકો તેમને પૂજ્ય ગણતા. પિતાના મૃત્યુ બાદ માતા તથા ધાર્મિક વૃત્તિના મોટા ભાઈએ…
વધુ વાંચો >ખોરમ શહેર
ખોરમ શહેર (Khorram Shar) : ઈરાનના નૈર્ઋત્ય ખૂણે ઈરાની અખાતના મથાળાથી શત-અલ્-અરબ નદીથી ઉપરવાસમાં 72 કિમી. દૂર કરુન કે કારૂન નદીના ઉત્તર કાંઠે આવેલું બંદર. ભૌ. સ્થાન 30o 25′ ઉ. અ. અને 48o 11′ પૂ.રે. 1926 સુધી આ શહેર મોહમ્મેરાહ તરીકે ઓળખાતું હતું અને સ્થાનિક શેખના તાબે હતું. વાર્ષિક વરસાદ…
વધુ વાંચો >ખોરાસાન
ખોરાસાન : ઈરાનના ઈશાન ખૂણે આવેલો મોટામાં મોટો પ્રાંત. તેની ઉત્તરે તુર્કમેનિસ્તાન, પૂર્વ તરફ અફઘાનિસ્તાન, વાયવ્યે ઈરાનનો માઝાંડરાન પ્રાંત, પશ્ચિમ અને વાયવ્ય ખૂણે સેમનાન પ્રાંત, પશ્ચિમ દિશાએ ઇસ્ફહાન અને યઝદ પ્રાંતો, દક્ષિણ દિશાએ કેરમાન શાહ પ્રાંત છે. સીસ્તાનને અડકીને આવેલ બલૂચિસ્તાન દક્ષિણ-અગ્નિ ખૂણે આવેલ છે. પ્રાચીન સમયમાં ખોરાસાન ‘ઊગતા સૂર્યના…
વધુ વાંચો >ગઝની
ગઝની : અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં આવેલ એ નામના પ્રાંતની રાજધાની તથા ઐતિહાસિક શહેર. પ્રાંતીય વિસ્તાર : 22,915 ચોકિમી. ભૌગોલિક સ્થાન : 33o 33´ ઉ. અ. તથા 68o 26´ પૂ. રે.. 3048 મી.ની ઊંચાઈએ અરગંદાબ અને તારનક નદીને બંને કાંઠે વસેલું આ શહેર કાબુલથી નૈર્ઋત્યમાં 150 કિમી. અને કંદહારથી ઈશાનમાં 358…
વધુ વાંચો >ગઢડા (સ્વામીના)
ગઢડા (સ્વામીના) : ભાવનગર જિલ્લાનું સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રગણ્ય તીર્થધામ તરીકે જાણીતું શહેર અને તે જ નામ ધરાવતો તાલુકો. ભૌગોલિક સ્થાન : 22o 25´ ઉ. અ. અને 70o 25´ પૂ. રે.. તાલુકાનો વિસ્તાર 898.5 ચોકિમી. અને વસ્તી 2,18,372 (2022) છે. સમગ્ર તાલુકાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. તાલુકાની ઘેલો…
વધુ વાંચો >ગણદેવી
ગણદેવી : નવસારી જિલ્લાનો એક તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 20o 49´ ઉ. અ. અને 72o 59´ પૂ. રે.. ગણદેવી તાલુકાનું ક્ષેત્રફળ 282.1 ચોકિમી. છે અને વસ્તી 2,40,128 (2001) છે. તાલુકામાં ગણદેવી તેમજ બીલીમોરા બે શહેરો છે. ગણદેવીની વસ્તી 23,600 (2023), બિલિમોરાની વસ્તી 75,000 (2023). ગણદેવી તાલુકાની જમીન સપાટ…
વધુ વાંચો >ગદર ચળવળ
ગદર ચળવળ : વીસમી સદીના પ્રથમ ચરણ દરમિયાન અમેરિકામાં ઉદભવેલી ભારતની સ્વતંત્રતા માટેની ક્રાંતિકારી ચળવળ. 19મી સદીના અંત તથા 20મી સદીના આરંભમાં પંજાબી ખેડૂતો મોટી સંખ્યામાં ખેતરોમાં મજૂરી કરવા યુનાઇટેડ સ્ટેટ્સ અને કૅનેડા ગયા હતા. 1910 સુધીમાં સાન ફ્રાંસિસ્કો અને વાનકુંવર વચ્ચે આશરે 30,000 ભારતીય કામદારો વસતા હતા. તેમની સાથે…
વધુ વાંચો >