શિવપ્રસાદ રાજગોર

કોલધા

કોલધા : ગુજરાત રાજ્યમાં સૌથી વધુ આદિમ અને આર્થિક રીતે પછાત અને અસ્પૃશ્ય ગણાતી આદિવાસી જાતિ. તેમની વસ્તી વલસાડ જિલ્લાના ધરમપુર, વાંસદા અને ચીખલી તાલુકાઓમાં તથા સુરત જિલ્લાના મહુવા તાલુકામાં છે. ભરૂચ તથા ડાંગ જિલ્લાઓમાં તેમની છૂટીછવાઈ વસ્તી છે. ચીખલી તાલુકાના ખેરગામમાં તેમની વસ્તી વિશેષ છે. 1981માં ગુજરાત રાજ્યમાં તેમની…

વધુ વાંચો >

કોલા દ્વીપકલ્પ

કોલા દ્વીપકલ્પ : ભૂતપૂર્વ સોવિયેટ રશિયાના મુરમાન્સ્ક જિલ્લામાં આવેલ શ્વેત સમુદ્ર અને બેરેન્ટ સમુદ્રને જુદા પાડતો ઉત્તર ધ્રુવ પ્રદેશમાંનો દ્વીપકલ્પ. ભૌગોલિક સ્થાન : 67° 30′ ઉ.અ. અને 37°. 00′ પૂ.રે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 375 કિમી., ઉત્તર-દક્ષિણ પહોળાઈ 305 કિમી. અને ક્ષેત્રફળ 1,00,000 ચોકિમી. છે, અહીંના આર્કિયન કાળના ગ્રૅનાઇટ અને નાઇસ…

વધુ વાંચો >

કોલેરુ

કોલેરુ : આંધ્ર પ્રદેશના પૂર્વ કિનારે કૃષ્ણા જિલ્લામાં મછલીપટ્ટમથી 50 કિમી. ઉત્તરે 16°-32′ થી 16°-47′ ઉ. અ. અને 81°-4′ થી 81°-23′ પૂ. રે. ઉપર આવેલું સરોવર. તેનો વિસ્તાર 260 ચોકિમી. છે. ઉનાળામાં તે લગભગ સુકાઈ જાય છે. પૂર્વઘાટમાંથી નીકળતી ત્રણ નદીઓ તેમનું પાણી ઠાલવતી હોવાથી તેની ખારાશ નાશ પામે છે.…

વધુ વાંચો >

કોશી

કોશી : પૂર્વ નેપાળમાંથી નીકળી બિહારમાં થઈને ગંગાને મળતી ઉત્તર ભારતની નદી. તેની લંબાઈ 590 કિમી. છે. માઉન્ટ એવરેસ્ટ સહિતના નેપાળનો ત્રીજો ભાગ અને તિબેટનો કેટલોક વિસ્તાર તેના વહનક્ષેત્રમાં છે. ઇન્ડો-નેપાળ સરહદથી 30 કિમી. ઉત્તરે તેને કેટલીક નદીઓ મળે છે અને શિવાલિક ગિરિમાળાને દક્ષિણ બાજુએ ભેદીને તે વહે છે. આ…

વધુ વાંચો >

કોસંબી ધર્માનંદ

કોસંબી, ધર્માનંદ (જ. 9 ઑક્ટોબર 1876, સાખવાળ, ગોવા; અ. 4 જૂન 1947, સેવાગ્રામ, વર્ધા) : બૌદ્ધ ધર્મના પ્રખર અભ્યાસી અને પ્રકાંડ પંડિત. તેમણે સાખવાળમાં મરાઠીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1897માં એક મરાઠી માસિકમાં ગૌતમ બુદ્ધ ઉપરનો લેખ વાંચીને બૌદ્ધ ધર્મ વિશે વધારે જાણવાની તેમને ઇચ્છા થઈ. તે માટે સંસ્કૃતનો અભ્યાસ…

વધુ વાંચો >

કોળી

કોળી : પછાત ગણાતી જાતિઓ પૈકી એક. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં તેમની વસ્તી છે. તેમના મૂળ વતન સિંધમાંથી આવીને તેઓ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મેદાનમાં તથા સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે સાગરકાંઠે વસ્યા. ડૉ. વિલ્સન કોળીઓને ગુજરાતના મૂળ આદિવાસી માને છે. ટેલર તેમને ડાંગવાળા (clubman) કે પશુપાલન…

વધુ વાંચો >

કોંકણ

કોંકણ : પશ્ચિમઘાટ અને અરબી સમુદ્ર વચ્ચે આવેલો મહારાષ્ટ્રનો દમણથી ગોવા સુધીનો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : આશરે 15°થી 21° ઉ.અ. અને 73° 30′ થી 74° પૂ.રે. તેની ઉત્તરે તેરખોલ નદી, દક્ષિણે કર્ણાટકનો ઉત્તર જિલ્લો, પૂર્વ તરફ પશ્ચિમઘાટ અને પશ્ચિમે અરબી સમુદ્ર આવેલા છે. પ્રાચીન કાળમાં તાપીથી દક્ષિણે આવેલો સમગ્ર પ્રદેશ…

વધુ વાંચો >

કોંકણા

કોંકણા : કોંકણમાંથી સ્થળાંતર કરી આવેલી આદિવાસી જાતિ. તે કોંકણા કે કૂંકણા કુનબી (કણબી) તરીકે પણ ઓળખાય છે. તેમની વસ્તી ડાંગ અને વલસાડ જિલ્લાના ધરમપુર અને વાંસદા તાલુકાઓ અને સૂરત જિલ્લાના વ્યારા અને વાલોડ તાલુકાઓમાં વિશેષ છે. હાથે હળ ખેંચતા કોંકણા હાથોડિયા તરીકે ઓળખાય છે. ડાંગ અને સૂરત જિલ્લામાં કુલ…

વધુ વાંચો >

કૌંડિન્ય (રાજા)

કૌંડિન્ય (રાજા) : હિંદી ચીનમાં પ્રથમ શતાબ્દી દરમિયાન હિંદુ રાજ્ય કંબુજ(કંબોડિયા)ના સ્થાપક. એક અનુશ્રુતિ પ્રમાણે કૌંડિન્યને કોઈ દેવતાએ સ્વપ્નમાં દર્શન આપીને ધનુષ સાથે સમુદ્રયાત્રા કરવા પ્રેર્યા, તે જહાજ દ્વારા ફુનાન પહોંચ્યા અને નાગરાણી સોમા સાથે લગ્ન કર્યાં. ત્યાંના લોકોને વસ્ત્રપરિધાન કરતાં શીખવ્યું. કહેવાય છે કે દ્રોણના પુત્ર અશ્વત્થામાએ આપેલ ભાલું…

વધુ વાંચો >

ક્યુરાઇલ પ્રવાહો

ક્યુરાઇલ પ્રવાહો : ઉત્તર ધ્રુવ મહાસાગરનો પૅસિફિક મહાસાગર તરફ વહેતો ઠંડો પ્રવાહ. તેને કામચાટકા પ્રવાહ કે ઓખોટ્સ્કનો પ્રવાહ પણ કહે છે. ઉત્તર ધ્રુવ મહાસાગરમાંથી બેરિંગની સામુદ્રધુની મારફતે એક ઠંડો પ્રવાહ કામચાટકા દ્વીપકલ્પ પાસે થઈને દક્ષિણ તરફ વહે છે, પણ ભૂમિનો આકાર જેમ લાબ્રાડોર પ્રવાહને અટકાવે છે તેવું અહીં થતું નથી.…

વધુ વાંચો >