શિવપ્રસાદ રાજગોર
કેન્યા પર્વત
કેન્યા પર્વત : આફ્રિકાના સૌથી ઊંચા પર્વત કિલિમાન્જારો પછી બીજા ક્રમે (5,199 મી.) આવતો પૂર્વ આફ્રિકાના કેન્યા રાજ્યમાં નૈરોબીથી ઈશાન અને ઉત્તર દિશાએ 112 કિમી.ના અંતરે 0-10′ દ.અ. ઉપર આવેલો પર્વત. આ પર્વત સુપ્ત જ્વાળામુખી છે. તેનું મુખ ઘસાઈ ગયું છે. તેના ખડકો લાવા રસના બનેલા અગ્નિકૃત ખડકો છે. આ…
વધુ વાંચો >કેપ કૉડ
કેપ કૉડ : ઉત્તર અમેરિકાના મૅસેચૂસેટ્સ રાજ્યના અગ્નિ ખૂણે આટલાન્ટિક મહાસાગરમાં ઘૂસેલો હૂકના આકારનો 104 કિમી. લાંબો અને સાંકડો દ્વીપકલ્પ. તે 41o 45’થી 42o 15′ ઉ. અ. તથા 70o 00’થી 70o 30′ પ. રે. વચ્ચે આવેલો છે. તેની પહોળાઈ 1.6 કિમી.થી 30 કિમી. જેટલી છે. 1914માં કેપ કૉડ કૅનાલ પૂર્ણ…
વધુ વાંચો >કેપ વર્દ ટાપુઓ
કેપ વર્દ ટાપુઓ (Cape Verde) : આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલા સેનેગાલના મુખ્ય શહેર ડકારથી પશ્ચિમે 480 કિમી. દૂર મધ્ય આટલાન્ટિક મહાસાગરમાં આવેલ પંદર દ્વીપોનો સમૂહ અને પ્રજાસત્તાક રાજ્ય. ભૌગોલિક સ્થાન : 16o ઉ. અ. અને 24o પ. રે.. તેનો વિસ્તાર 4033 ચોકિમી. છે. સૌથી મોટો ટાપુ સાન્ટિયાગો 972 ચોકિમી. ક્ષેત્રફળ…
વધુ વાંચો >કૅમ્પસ
કૅમ્પસ : દક્ષિણ અમેરિકાના બ્રાઝિલ રાજ્યની દક્ષિણે આવેલું આગળ પડતું ઔદ્યોગિક શહેર. ભૌગોલિક સ્થાન : 21o 45′ દ. અ. અને 41o 18′ પ. રે.. તે પૅરાઇબા નદીના દક્ષિણ કાંઠા ઉપર સમુદ્રથી 37 કિમી. દૂર વસેલું છે. તેની દક્ષિણે ફૈયા સરોવર આવેલું છે. રિયો-દ-જાનેરો તેનાથી 320 કિમી. દૂર છે. તેની હવા…
વધુ વાંચો >કેરળ
કેરળ ભારતની પશ્ચિમે અરબી સમુદ્રના કાંઠા પર આવેલું દક્ષિણ ભારતનું રાજ્ય. તે 9o 15′ ઉત્તરથી 12o 53′ ઉત્તર અક્ષાંશ અને 74o 46′ પૂર્વથી 77o 15′ પૂર્વ રેખાંશ પર આવેલું છે. તેના ઈશાનમાં કર્ણાટક, પૂર્વ અને અગ્નિમાં તામિલનાડુ તથા પશ્ચિમે અરબી સમુદ્ર છે. તેનો કુલ વિસ્તાર 38,863 ચોકિમી. છે. તેની દક્ષિણ-ઉત્તર…
વધુ વાંચો >કૅરોલિના
કૅરોલિના : યુ.એસ.નું આટલાન્ટિક કાંઠા ઉપર આવેલું એક રાજ્ય. ઉત્તર કૅરોલિના : આટલાન્ટિક કાંઠા ઉપર અગ્નિખૂણે 33o 50´થી 36o 35′ ઉ. અ. અને 77o 27’થી 84o 20′ પ. રે. વચ્ચે તે આવેલું છે. ક્ષેત્રફળ 1,26,180 ચોકિમી., તેની સૌથી વધુ લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 301 કિમી. અને 810 કિમી. છે. આ…
વધુ વાંચો >કેલર – હેલન ઍડૅમ્સ
કેલર, હેલન ઍડૅમ્સ (જ. 27 જૂન 1880, ટસ્કમ્બિયા, આલાબામા; અ. 1 જૂન 1968, ઇસ્ટન કનેક્ટિકટ, અમેરિકા) : દુનિયાભરનાં અંધજનો તથા વિકલાંગો માટે આશાનું કિરણ પ્રગટાવનાર અને તેમને માર્ગદર્શન આપનાર અમેરિકાની સેવાભાવી સન્નારી. પિતાનું નામ આર્થર આદમ સંયુક્ત સંસ્થાનના ધનાઢય અધિકારી હતા. માતાનું નામ કૅથરિન. 18 માસની વયે હેલને મગજ અને…
વધુ વાંચો >કૅલિફૉર્નિયા
કૅલિફૉર્નિયા : યુનાઇટેડ સ્ટેટ્સની પશ્ચિમ બાજુએ પૅસિફિક મહાસાગરના કિનારે 37° 30′ અને 42° ઉ. અ. અને 119° 30′ પ. રે.ની આજુબાજુ આવેલું રાજ્ય. અલાસ્કા અને ટૅક્સાસ રાજ્યો પછી વિસ્તાર(4,11,049 કિમી.)માં કૅલિફૉર્નિયાનો ત્રીજો ક્રમ છે. તેની વધુમાં વધુ લંબાઈ 1,240 કિમી. અને પહોળાઈ 605 કિમી. છે. તેની ઉત્તરે ઑરિગન, પૂર્વ તરફ…
વધુ વાંચો >કોકસ ટાપુઓ
કોકસ ટાપુઓ : ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે હિંદી મહાસાગરમાં ઑસ્ટ્રેલિયાના પર્થ શહેરથી વાયવ્યે 2768 કિમી. દૂર આવેલો દ્વીપસમૂહ. 12o 05′ દ. અ. અને 96o 53′ પૂ.રે. આબોહવા 20o સે. શિયાળામાં અને 31o સે. ઉનાળામાં રહે છે. તેનું બીજું નામ કી-લિંગ છે. પરવાળાના આ 27 ટાપુઓનું ક્ષેત્રફળ 14.2 ચોકિમી. છે. આ…
વધુ વાંચો >કોકોનાર
કોકોનાર : ચિંગહાઈ તરીકે ઓળખાતું ચીનનું સૌથી મોટું સરોવર. તિબેટના ઉચ્ચપ્રદેશની ઈશાને સમુદ્રની સપાટીથી 3205 મી.ની ઊંચાઈએ તે આવેલું છે. તેની લંબાઈ 106 કિમી. અને પહોળાઈ 64 કિમી. છે. તેનું ભૂરું પાણી આકર્ષક છે. તેની ઉત્તરે નાનશાન ગિરિમાળા અને દક્ષિણે કુનલુન પર્વતમાળાનો ફાંટો છે. કોકોનારની ઉત્તરે મોંગોલ અને દક્ષિણે તિબેટના…
વધુ વાંચો >