શિલીન નં. શુક્લ

વાતસ્ફીતિ (emphysema)

વાતસ્ફીતિ (emphysema) : ફેફસાના વાયુપોટા(alveoli)ની દીવાલના વ્યાપક નાશને કારણે તેમનો કાયમી રીતે અને વિષમ રીતે પહોળા થઈ જવાનો વિકાર. ક્યારેક તેની સાથે ફેફસામાં તંતુઓ બને છે. તેને તંતુતા (fibrosis) કહે છે. વાતસ્ફીતિ એક પ્રકારની રોગમય દેહરચના (pathological anatomy) છે, માટે તે એક પ્રકારની વિકૃતિ છે. તેની સાથે ઘણી વખત જોવા…

વધુ વાંચો >

વામનતા (dwarfism)

વામનતા (dwarfism) : વ્યક્તિની વિષમ રીતે ઓછી ઊંચાઈ. સામાન્ય રીતે ઠીંગણા માણસને વામન (dwarf) કહે છે. કદના વિકાસનો અટકાવ ઊંચાઈ, સ્નાયુઓ, માનસિક શક્તિ તથા લૈંગિક ક્ષમતાને પણ અસર કરી શકે છે. ધીમા વિકાસને લીધે જ્યારે વ્યક્તિ તેની ઉંમર પ્રમાણેની ક્ષમતા ન મેળવી શકી હોય તો તેને વિશિશુતા (infantalism) કે વિકુમારાવસ્થા…

વધુ વાંચો >

વાલ્ડ, જ્યૉર્જ (Wald, George)

વાલ્ડ, જ્યૉર્જ (Wald, George) (જ. 18 નવેમ્બર 1906, ન્યૂયૉર્ક; અ. 12 એપ્રિલ 1997, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : સન 1967ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા અંગે સ્વીડનના રેગ્નર ગ્રેનિટ (Ragnar Granit), તથા અમેરિકાના હેલ્ડન કેફર હાર્ટલાઇન(Haldan Keffer Hartline)ની સાથેના નોબેલ પારિતોષિકના વિજેતા. આ અમેરિકી જૈવરસાયણવિદને આંખમાંની પ્રાથમિક દેહધાર્મિક અને રાસાયણિક પ્રક્રિયાના અનાવિષ્ટન (discovery)રૂપ…

વધુ વાંચો >

વાહિનીચિત્રણ (angiography)

વાહિનીચિત્રણ (angiography) : નસોના વિકારો અને વિકૃતિઓમાં મહત્વની નિદાનલક્ષી કસોટી. જે તે નસ(વાહિની)ના વિકાર કે વિકૃતિને દર્શાવવા માટે તેમાં સોય કે યોગ્ય સ્થળે નળી દ્વારા ઍક્સ-રેને પોતાનામાંથી પસાર થવા ના દે તેવું દ્રવ્ય નખાય છે અને ત્યારપછી તેનાં ઍક્સ-રેની મદદથી ચિત્રો લેવાય છે. આવા દ્રવ્યને વિભેદક-દ્રવ્ય (contrast medium) પણ કહે…

વધુ વાંચો >

વિકિરણ-ચિત્ર, સમસ્થાની (isotope scan)

વિકિરણ-ચિત્ર, સમસ્થાની (isotope scan) : વિકિરણશીલ સમસ્થાનિકોવાળા દ્રવ્યને શરીરમાં પ્રવેશ આપીને લેવાતાં વિકિરણ-ચિત્રો. એક પ્રકારની રાસાયણિક લાક્ષણિકતાઓ ધરાવતા પરંતુ નાભિ(nucleus)માં તટસ્થ વીજકણ(neutron)ની જુદી જુદી સંખ્યા ધરાવતા પરમાણુઓ જુદો જુદો દલાંક (mass index) ધરાવે છે અને તેમને એકબીજાના સમસ્થાનિક (isotope) કહે છે. તેમાંના કેટલાક વિકિરણશીલ અથવા કિરણોત્સર્ગી (radio-active) હોય છે. આવા…

વધુ વાંચો >

વિકિરણજન્ય ઈજા (radiation injury)

વિકિરણજન્ય ઈજા (radiation injury) : વીજચુંબકીય તરંગો કે પ્રવેગી પરમાણ્વિક કણો(accelerated atomic particles)ને કારણે રચના કે ક્રિયાશીલતામાં ઉદ્ભવતી વિષમતા. અતિતીવ્ર અશ્રાવ્યધ્વનિ (ultrasound) તથા વીજચુંબકીય ક્ષેત્રોને કારણે થતી નુકસાનકારક અસરોને પણ તેમાં સમાવિષ્ટ કરાય છે. પદાર્થમાંથી વિશિષ્ટ પ્રકારનાં કિરણોરૂપી ઊર્જા બહાર નીકળે તે સ્થિતિને વિકિરણન અથવા કિરણોત્સર્ગ (radiation) કહે છે. જુદા…

વધુ વાંચો >

વિચ્છેદન (amputation)

વિચ્છેદન (amputation) : શરીરના અંગ(હાથ કે પગ)ને પૂરેપૂરો કે તેનો કોઈ ભાગ ઈજાને કારણે કે શસ્ત્રક્રિયા વડે કપાઈને દૂર થવો તે. તેને અંગોચ્છેદન અથવા અંગવિચ્છેદન (amputation) પણ કહે છે. સારવારની એક પદ્ધતિ રૂપે તે ઘણા પુરાણા કાળથી ઉપયોગમાં છે; પરંતુ સારવાર તથા ચેપના પૂર્વનિવારણ(prevention)ની આધુનિક અને સુચારુ (sophasticated) પદ્ધતિઓના વિકાસને…

વધુ વાંચો >

વિજ્ઞાપનીય રોગો (notifiable diseases)

વિજ્ઞાપનીય રોગો (notifiable diseases) : જે રોગનો વ્યાપક ઉપદ્રવ (વાવડ) ફેલાય એમ હોય તેવો ચેપી રોગ. મોટાં શહેરોમાં વસતા અને તેની મુલાકાત લેતા લોકોની સંખ્યા ઘણી હોય છે તેથી ત્યાં ચેપી રોગોનો વાવડ ફેલાવાની શક્યતા વધુ રહે છે. કોઈ ચોક્કસ લોકસમૂહમાં કોઈ ચેપી રોગનો ઉપદ્રવ વ્યાપકપણે થાય અને વસ્તીનો ઘણો…

વધુ વાંચો >

વિટામિનો (પ્રજીવકો)

વિટામિનો (પ્રજીવકો) માનવશરીરમાં જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓમાં ઊર્જા ઉત્પન્ન ન કરતા હોય તેવા અને ખૂબ થોડી માત્રામાં અનિવાર્યપણે અતિઆવશ્યક સેન્દ્રિય (organic) રસાયણો. આ વ્યાખ્યાને કારણે અસેન્દ્રિય ક્ષારો અને એમિનોઍસિડ તથા મેદામ્લો (fatty acids) કે જે પણ અનિવાર્યપણે અતિઆવશ્યક હોય છે તેમને વિટામિન (પ્રજીવક) તરીકે ગણવામાં આવતા નથી; કેમ કે, ક્ષારો અસેન્દ્રિય છે…

વધુ વાંચો >

વિડાલ કસોટી

વિડાલ કસોટી : ટાઇફૉઇડ અને પેરાટાઇફૉઇડના નિદાનમાં ઉપયોગી કસોટી. તે ટાઇફૉઇડ અને પેરાટાઇફૉઇડનો રોગ કરતા દંડાણુઓ(bacilli)માં H અને O ગુંફજનકો (agglutinogens) હોય છે. આ ઉપરાંત ટાઇફૉઇડના દંડાણુની સપાટી પર Vi પ્રતિજન પણ હોય છે. H પ્રતિજન દંડાણુની કેશિકા(flagella)માં હોય છે અને O પ્રતિજન દંડાણુકાય(body)માં હોય છે. સામાન્ય રીતે તાવ આવ્યા…

વધુ વાંચો >