શિલીન નં. શુક્લ
ત્વચાસ્ફોટ
ત્વચાસ્ફોટ (skin rash) : ચામડી પર ડાઘ, ફોલ્લી કે ફોલ્લા થવા તે. ચામડી પરના દોષવિસ્તારો(lesions) નરી આંખે જોઈ શકાય છે. તેથી ત્વચાવિદ્યા(dermatology)ને નિદાનર્દષ્ટિની વિશેષવિદ્યા (visual speciality) પણ કહે છે. નિરીક્ષણ માટે દિવસનો પૂરતો સૂર્યપ્રકાશ અથવા તેના જેવો જ તેજસ્વી (fluorescent) પ્રકાશ જરૂરી ગણાય છે. ક્યારેક નાના દબાયેલા કે ઊપસેલા દોષવિસ્તારોને…
વધુ વાંચો >થાક
થાક (fatigue) : શારીરિક કાર્ય/પ્રવૃત્તિ કરતી વેળા અથવા કર્યા પછી અતિ ઝડપથી અશક્તિનો થતો અનુભવ. તેને ક્લાંતિ અથવા શ્રાંતિ પણ કહે છે. થાકના જેવાં બીજાં લક્ષણો (symptoms) છે; જેમ કે, શ્રાંતિશંકા અથવા દુર્બલતા (asthenia) અને સ્નાયુ-નબળાઈ (muscular weakness). વ્યક્તિ જેનાથી ટેવાયેલી હોય તેથી વધુ શારીરિક કાર્ય કરે ત્યારે થાકી જાય…
વધુ વાંચો >થિયોફાઇલીન
થિયોફાઇલીન (Theophylline, C7H8N4O2) : મુખ્યત્વે દમના રોગમાં વપરાતું કેન્દ્રીય ચેતાતંત્રને ઉત્તેજિત કરતું ઔષધ. તે મિથાઇલ ઝૅન્થિન જૂથનું સભ્ય છે. મિથાઇલ ઝૅન્થિન જૂથનાં અન્ય અગત્યનાં ઔષધોમાં કૅફિન અને થિયોબ્રોમીનનો સમાવેશ થાય છે. થિયોફાઇલીન સફેદ, કડવા, જલદ્રાવ્ય અને ગંધ વગરના પાઉડર રૂપે મળે છે. તે ચેતાતંત્રને ઉત્તેજિત કરે છે તથા શ્વાસોચ્છવાસની નળીઓના…
વધુ વાંચો >થિયોરેલ, એક્સેલ હ્યૂગો ટિયોડોર
થિયોરેલ, એક્સેલ હ્યૂગો ટિયોડોર (જ. 6 જુલાઈ 1903, લિન્કોપિંગ, સ્વીડન; અ. 18 ઑગસ્ટ 1982) : જર્મન તબીબ અને શરીરક્રિયાવિદ. શરીરક્રિયાવિદ્યા માટે 1955નો નોબેલ પુરસ્કાર તેમને મળ્યો હતો. તેમણે ઉત્સેચકો(enzymes)ના ઑક્સિડેશનની ક્રિયા અને તેના પ્રકાર અંગે સંશોધન કર્યું હતું. તેમણે 1930માં કૅરોલીન ઇન્સ્ટિટ્યૂટમાં મેડિસિન વિભાગમાં એમ.ડી.ની ઉપાધિ મેળવી હતી. પછી ઉપ્સાલા…
વધુ વાંચો >થિલર, મૅક્સ
થિલર, મૅક્સ (જ. 30 જાન્યુઆરી 1899, પ્રિટોરિયા, દક્ષિણ આફ્રિકા; અ. 11 ઑગસ્ટ 1972, ન્યૂ હેવન, કનેક્ટિકટ) : પીતજ્વર (yellow fever) અંગેના સંશોધન માટે 1951નું તબીબી વિદ્યા અને શરીરક્રિયા-શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર તબીબી વિજ્ઞાની. તેઓ દક્ષિણ આફ્રિકાના સંશોધક તબીબ હતા. તેમણે કેપટાઉનની યુનિવર્સિટી તથા સ્વિટ્ઝર્લૅન્ડમાં અભ્યાસ કર્યો હતો અને લંડનની સેન્ટ…
વધુ વાંચો >થેલેસિમિયા
થેલેસિમિયા : હીમોગ્લોબિનની બનાવટમાં ઉદભવતા જન્મજાત વિકારથી થતો રોગ. મૂળ ભૂમધ્ય સમુદ્રના વિસ્તારમાં આ રોગ જોવા મળતો હોવાથી તેને સામુદ્રિક પાંડુતા (thalassaemia) કહે છે. Thalassa એટલે સમુદ્ર તથા haimia એટલે લોહી; જોકે તેનું વધુ યોગ્ય શાસ્ત્રીય નામ ગર્ભીય રક્તવર્ણક-પાંડુતા (thalassaemia) છે, જે દર્શાવે છે કે આ રોગમાં જન્મ પછી પણ…
વધુ વાંચો >થૉમસ, ડોનાલ ઈ.
થૉમસ, ડોનાલ ઈ. (જ. 15 માર્ચ 1920, માર્ટ, ટૅક્સાસ; અ. 20 ઑક્ટોબર 2012, સીએટલ, યુએસ) : 1990નું તબીબી વિદ્યા અને શરીરક્રિયાશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જૉસેફ મરે સાથે પ્રાપ્ત કરનાર અમેરિકન વૈજ્ઞાનિક. તેઓએ પેશી-પ્રત્યારોપણ (tissue transplantation) અંગે પાયાનું સંશોધન કર્યું હતું. તેને કારણે આજે કોષીય પ્રત્યારોપણ (cell transplantation) અને અવયવી પ્રત્યારોપણ (organ…
વધુ વાંચો >દમ, શ્વસની
દમ, શ્વસની (bronchial asthma) : વારંવાર શ્વાસની નળીઓ સંકોચાવાથી થતી શ્વાસોચ્છવાસની તકલીફનો વિકાર. તેમાં જ્યારે વ્યક્તિને રોગનો હુમલો ન થયેલો હોય ત્યારે તે એકદમ સામાન્ય સ્થિતિમાં હોય છે અને તેને કોઈ તકલીફ હોતી નથી; તેથી જ્યારે શ્વાસોચ્છવાસની તકલીફ ન હોય ત્યારે ફેફસાંની શ્વસનક્ષમતાની કસોટીઓ પણ સામાન્ય પ્રકારની હોય છે. સામાન્ય…
વધુ વાંચો >દંશ (ડંખ)
દંશ (ડંખ) : સાપ, વીંછી, જંતુઓ વગેરેના ડંખવાથી થતો વિકાર. ઘર બહારની પ્રવૃત્તિઓ જેમ વધે તેમ ડંખ લાગવાની સંભાવના વધે છે. મોટા ભાગના ડંખ મારતા સજીવો સંધિપાદ (arthropod) જૂથના હોય છે. ડંખ બે પ્રકારના છે : (1) કરડવાથી થતો ડંખ (bite) અને (2) વીંધીને કરાતો ડંખ (sting). સજીવો દ્વારા ડંખથી…
વધુ વાંચો >દાદર
દાદર : ચામડીનો એક પ્રકારનો રોગ. તે ચામડી, નખ તથા વાળમાં ફૂગના ચેપથી થાય છે. તેને અંગ્રેજીમાં tinea અથવા ring worm કહે છે. ચામડીમાં ફૂગનો ચેપ લાગે છે અને ફૂગ વનસ્પતિ જૂથમાં ગણાય છે માટે શાસ્ત્રીય રીતે તેને ત્વક્ફૂગિતા (dermatomycosis) કે ત્વક્દ્રુમિતા (dermato-phytosis) પણ કહે છે. ચામડી અને તેના ઉપસર્ગો(appendages)માં…
વધુ વાંચો >