શિલીન નં. શુક્લ
ગલ્સ્ટ્રાન્ડ, આલ્વાર
ગલ્સ્ટ્રાન્ડ, આલ્વાર (જ. 5 જૂન 1862, લાન્સ ક્રૂના, સ્વીડન; અ. 28 જુલાઈ 1930, સ્ટૉકહોમ) : નોબેલ પારિતોષિકવિજેતા નેત્રરોગનિષ્ણાત. તેઓ ઉપ્સલા, વિયેના તથા સ્ટૉકહોમની યુનિવર્સિટીમાં ભણ્યા હતા. તેમણે આંખની અંદર થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કર્યો. તેને અંગેનાં સંશોધનો માટે તેમને 1911નું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. ઉપ્સલા યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા ત્યારે…
વધુ વાંચો >ગળફો
ગળફો : શ્વસન માટેની નળીઓ અને ફેફસાંમાં જમા થયેલા ને ઉધરસ વડે બહાર કઢાતો સ્રાવ (secretion). તંદુરસ્ત વ્યક્તિને ભાગ્યે જ ઉધરસ (ખાંસી) આવે છે. તેઓમાં નીચલા શ્વસનમાર્ગમાં ખૂબ ઓછા પ્રમાણમાં સ્રાવ (પ્રવાહી) ઉત્પન્ન થાય છે, જે પક્ષ્મ(cilia)નાં સ્પંદનો વડે ઉપર તરફ ધકેલાઈને ગળામાં પહોંચે છે, જ્યાંથી પોતાને જાણ ન પડે…
વધુ વાંચો >ગંભીર ઈજા
ગંભીર ઈજા (grievous hurt) : શરીરના અંગ કે ઉપાંગને કાયમી કે જોખમી ઈજા. ઇન્ડિયન પીનલ કોડ(IPC)ની 319ની કલમ પ્રમાણે શારીરિક દુખાવો, રોગ કે માંદગી (infirmity) થાય તેવી ક્રિયાને ઈજા (hurt) કહે છે. IPC 320, 322 અને 325માં ગંભીર ઈજાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. (જુઓ સારણી) સારણી : ગંભીર ઈજાઓ 1.…
વધુ વાંચો >ગાઇડુસેક, ડી. કાર્લેટન
ગાઇડુસેક, ડી. કાર્લેટન (જ. 9 સપ્ટેમ્બર 1923 યાંકર્ઝ, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. 12 ડિસેમ્બર 2008, નોર્વે) : 1976ના તબીબી અને શરીરક્રિયાશાસ્ત્રના નોબેલ પારિતોષિકના બ્લુમ્બર્ગ સાથેના સહવિજેતા. ચેપી રોગોની શરૂઆત અને તેમના ફેલાવાની નવી પદ્ધતિઓની તેમણે શોધ કરી હતી. તેમણે પપુઆ ન્યૂગિનીની માનવમાંસભક્ષી પ્રજામાં કૂરૂ નામના ધીમે ધીમે વિકાસ પામતા રોગનો ફેલાવો…
વધુ વાંચો >ગાલપચોળું
ગાલપચોળું (mumps) : ગાલમાં આવેલી લાળગ્રંથિ(salivary gland)નો વિષાણુજન્ય ઉગ્ર ચેપ થવો તે. પુખ્ત વયે ક્યારેક આ વિષાણુથી જનનપિંડ (gonad), મગજનાં આવરણો, સ્વાદુપિંડ (pancreas) કે અન્ય અવયવોમાં પણ ચેપ ફેલાય છે. તે ચેપી (communicable) રોગ છે. આ રોગ કરતો વિષાણુ (virus) RNA મિક્ઝોવાયરસ જૂથનો છે. માણસ તેનો કુદરતી સજીવ આશ્રયદાતા (host)…
વધુ વાંચો >ગિરિવ્યાધિ
ગિરિવ્યાધિ (mountain sickness) : ઊંચાઈ પર હવાના દબાણમાં તથા ઑક્સિજનના પ્રમાણમાં થતા ઘટાડાને કારણે થતો વિકાર. વ્યક્તિ 2000 મીટર કે વધુ ઊંચાઈ પર ઝડપથી પહોંચી હોય તો તેની દેહધાર્મિક ક્રિયાઓમાં હવાના દબાણ અને ઑક્સિજનના ઘટાડાની સ્થિતિને અનુરૂપ જરૂરી ફેરફાર કરવાનો સમય ઉપલબ્ધ હોતો નથી. આવા સંજોગોમાં વધુ કામ કરવાથી કે…
વધુ વાંચો >ગુજરાત (શિક્ષણથી વિજ્ઞાન અને ટૅક્નૉલૉજી)
ગુજરાત શિક્ષણ શિક્ષણની પ્રાચીન પદ્ધતિનાં મુખ્ય ધ્યેયોમાં ધાર્મિકતા અને નૈતિક ભાવનાનો વિકાસ, ચારિત્ર્યનિર્માણ, નાગરિક અને સામાજિક ફરજોનું પાલન, સામાજિક કાર્યકુશળતાનો વિકાસ અને સંસ્કૃતિની જાળવણી, તેનો વિકાસ અને પ્રસાર ગણાવી શકાય. મોટેભાગે શિષ્યોએ ગુરુ પાસે રહી અભ્યાસ કરવો પડતો. આશ્રમ, ગુરુકુળ યા મઠ, પરિષદ, સંઘ જેવી સંસ્થાઓમાં શિક્ષણ અપાતું. 8 વર્ષે…
વધુ વાંચો >ગુદારુધિરસ્રાવ (per rectal bleeding)
ગુદારુધિરસ્રાવ (per rectal bleeding) : ગુદામાર્ગે લોહી પડવું તે. ગુદામાર્ગે પડતું સુસ્પષ્ટ અથવા ગુપ્ત (occult) પ્રકારનું એમ બે જુદી જુદી રીતે લોહી પડે છે. તેનાં વિવિધ કારણો છે. જેમ કે નાના આંતરડામાં ગાંઠ, મોટા કે નાના આંતરડાના રુધિરાભિસરણમાં અટકાવ (ischaemia), મોટા આંતરડામાં અંધનાલી (diverticulum), નસના ફૂલેલા ભાગનું ફાટવું, મસા થવા,…
વધુ વાંચો >ગુદવિદર (anal fissure)
ગુદવિદર (anal fissure) : ગુદાનળી(anal canal)ની લંબાઈને સમાંતર લીટીમાં લાંબું ચાંદું થવું તે. મળત્યાગ કરવાના દ્વારરૂપી છિદ્રને ગુદા (anus) કહે છે. મોટા આંતરડાના સૌથી નીચલા છેડાવાળા ભાગમાં મળ જમા થાય છે. તેને મળાશય (rectum) કહે છે. મળાશયની નીચે ગુદાદ્વાર સુધીની નળીને ગુદાનળી કહે છે. ગુદાનળીની આસપાસ ગોળ અને લાંબા એમ…
વધુ વાંચો >ગુહાન્તર્નિરીક્ષા (endoscopy)
ગુહાન્તર્નિરીક્ષા (endoscopy) : શરીરમાંનાં પોલાણોમાં નળી દ્વારા જોઈ-તપાસીને નિદાન તથા ચિકિત્સા કરવાની પદ્ધતિ. તે માટેના સાધનને અંત:દર્શક કે ગુહાંત:દર્શક (endoscope) કહે છે. સૌપ્રથમ કઠણ નળીનાં અંત:દર્શકો વિકસ્યાં હતાં; પરંતુ હવે પ્રકાશ-ઇજનેરીમાં થયેલા વિકાસને કારણે પ્રકાશવાહી તંતુઓવાળાં (fiberoptic) અંત:દર્શકો વિકસ્યાં છે અને તેથી શરીરની પોલી નળીઓના વળાંક પ્રમાણે વળાંક લઈ શકે…
વધુ વાંચો >