શિલીન નં. શુક્લ
ક્ષય, લસિકાગ્રંથિઓનો
ક્ષય, લસિકાગ્રંથિઓનો : ગળા અને અન્ય ભાગની લસિકાગ્રંથિઓ(lymph nodes)ના ક્ષયનો રોગ. ગળામાં તે સૌથી વધુ જોવા મળે છે અને તેને ગુજરાતીમાં કંઠમાળ પણ કહે છે, જ્યારે અંગ્રેજીમાં તેને scrofula અથવા King’s evil કહે છે. એમ. બોવાઇન તથા એમ. ટ્યૂબર્ક્યુલૉસિસ પ્રકારના જીવાણુથી તે થાય છે અને તેનું મહત્ત્વનું કારણ પાસ્ચ્યુરાઇઝ્ડ ન…
વધુ વાંચો >ક્ષીણતા
ક્ષીણતા (atrophy) : સંપ્રાપ્ત (acquired) કારણોસર કોષ, પેશી, અવયવ કે શરીરના કોઈ એક ભાગના કદમાં ઘટાડો થવો તે. જ્યારે મૂળભૂત રીતે જ કોઈ પેશી, અવયવ કે ઉપાંગ વિકસે નહિ તો તેને અવિકસન (aplasia) અથવા અલ્પવિકસન (hypoplasia) કહે છે; પરંતુ મૂળ કદ સામાન્ય હોય અને ત્યાર પછી તેમાં ઘટાડો થાય તો…
વધુ વાંચો >ખરજવું
ખરજવું (eczema) : ચામડીના શોથજન્ય (inflammatory) વિકારોનો એક પ્રકાર. તેને કારણે દર્દીને ખૂજલી, લાલાશ, ફોતરી વળવી (scaling) અને નાની ફોલ્લી અને પાણી ભરેલા ફોલ્લા (papulo-vesicles) થાય છે. તેમાં ચામડીના ઉપલા સ્તરમાં લોહીની નસોની આસપાસ સોજો આવે છે અને લસિકાકોષો-(lymphocytes)નો ભરાવો થાય છે. કેટલાક નિષ્ણાતો ખરજવું અને ત્વચાશોથ(dermatitis) એમ બંને શબ્દોને…
વધુ વાંચો >ખસ
ખસ (scabies) : સાર્કોપ્ટીસ સ્કેબિઆઈ (Sarcoptes scabiei) નામના ખૂજલી-જંતુ(itchmite)થી થતો ચામડીનો રોગ. તેને ખૂજલી રોગ પણ કહે છે. તે યુદ્ધ, સામાજિક ઊથલપાથલ તથા ગરીબી સાથે સંકળાયેલો રોગ છે અને તેથી પશ્ચિમી જગતમાં દર 12થી 15 વર્ષે તેનો વાવર અથવા વસ્તીવ્યાપી ઉપદ્રવ (epidemics) ફેલાય છે. રોજ સ્નાન ન કરનારાને તે વધુ…
વધુ વાંચો >ખંડોષ્ઠ અને ખંડતાલુ
ખંડોષ્ઠ અને ખંડતાલુ (cleft lip and palate) : હોઠ અને તાળવામાં ફાડ હોવી તે. તે એક જનીનીય કુરચના (genetic malformation) છે જેમાં હોઠમાં ફાડ હોય છે. ક્યારેક સાથે સાથે કઠણ કે મૃદુ તાળવામાં પણ ફાડ હોય છે. તેનું પ્રમાણ દર 1 હજાર જીવિત જન્મતાં બાળકોમાં એકનું છે. તે છોકરાઓમાં વધુ…
વધુ વાંચો >ખાંસી
ખાંસી : શ્વસનમાર્ગમાંનો કચરો, પ્રવાહી, અતિશય સ્રાવ, પરુ કે બાહ્ય પદાર્થને દૂર કરવા માટેની સ્વૈચ્છિક કે પ્રતિવર્તી (reflex) સુરક્ષાલક્ષી ક્રિયા. તેને ઉધરસ (ઉત્કાસ, cough) પણ કહે છે. માણસની શ્વસનનલિકાઓમાં થોડા પ્રમાણમાં સ્રાવ (secretion) થાય છે જે શ્વસનમાર્ગમાંની કશા(cilia)ના હલનચલન વડે ઉપર તરફ ધકેલાય છે અને ગળામાં આવે ત્યારે અજાણપણે તેને…
વધુ વાંચો >ખિન્નતારોધકો
ખિન્નતારોધકો (antidepressants) : ખિન્નતા(depression)ની સારવારમાં વપરાતી દવાઓ. પ્રથમ તબક્કામાં વપરાશમાં આવેલી આ પ્રકારની દવાઓનાં બે મુખ્ય જૂથો છે – ટ્રાયસાઇક્લિક એન્ટિડિપ્રેસેન્ટ્સ (TCAs) અને મૉનોઍમાઇનો ઑક્સિડેઝ ઇન્હિબિટર્સ (MAOIs). TCAs હાલ પ્રમાણિત ખિન્નતારોધક દવાઓ તરીકે વપરાય છે જ્યારે MAOIs જૂથની દવાઓની અન્ય દવાઓ કે ખોરાકના પદાર્થો સાથેની આંતરક્રિયા(interaction)ને કારણે તેમનું સ્થાન બીજી…
વધુ વાંચો >ખીલ
ખીલ (acne) : યુવાનોના ચહેરાની ચામડી પર સફેદ કે કાળાં ટોપચાં (comedones), લાલ ફોલ્લીઓ અને પરુવાળી નાની ફોલ્લીઓ કરતા કેશ અને તેલગ્રંથિએકમો(pilosebaceous units)નો દીર્ઘકાલી શોથ. તે કુમારાવસ્થા(adolescence)માં શરૂ થઈને 22થી 25 વર્ષે આપોઆપ શમતો વિકાર છે. ચામડીની તેલગ્રંથિઓમાં ચીકણા ત્વક્તેલ(sebum)નું ઉત્પાદન વધે છે અને તેમાં વિષમ પ્રકારના જીવાણુ (bacteria) સ્થાયી…
વધુ વાંચો >ખીલણ અને ટેકણપટ્ટીઓ
ખીલણ અને ટેકણપટ્ટીઓ (nails and splints) : હાડકાં અને હાડકાંના સાંધાને આધાર આપવા અને તેમનું પ્રચલન (mobility) ઘટાડવા માટેની સંયોજનાઓ (devices). તૂટેલા હાડકાના બે ભાગને જોડીને સ્થિર રાખવા માટે ખીલણનો ઉપયોગ કરાય છે; દા.ત., થાપાનું હાડકું તૂટે ત્યારે. ટેકણપટ્ટીઓના ઉપયોગના વિવિધ હેતુઓ હોય છે; જેમ કે ઈજા પછી થતો દુખાવો…
વધુ વાંચો >ખૂજલી
ખૂજલી : ચામડીને ખંજવાળવી (scratching) પડે કે ઘસવી પડે તેવી ચામડીમાં ઉદભવતી સંવેદના વિશેની સભાનતા. તેને કારણે શરીરની સપાટી ઉપરના નકામા પદાર્થને દૂર કરવા ખંજવાળવાની પરાવર્તી (reflex) ક્રિયા થાય છે. ખર્જનિકા (pruritus) પણ એક પ્રકારની ખૂજલી (itching) છે જેમાં ખંજવાળની સંવેદના સૌપ્રથમ અને મુખ્ય તકલીફ હોય છે અને ચામડીનો કોઈ…
વધુ વાંચો >