શિક્ષણ

પરીખ, નરહરિભાઈ દ્વારકાદાસ

પરીખ, નરહરિભાઈ દ્વારકાદાસ (જ. 7 ઑક્ટોબર, 1891, કઠલાલ, જિ. ખેડા; અ. 15 જુલાઈ, 1957, બારડોલી) : ગાંધીવાદી બુનિયાદી શિક્ષણના હિમાયતી, કેળવણીકાર, સ્વાતંત્ર્ય-સૈનિક અને લેખક. પિતા દ્વારકાદાસ મોતીલાલ પરીખ વડોદરા રાજ્યમાં વકીલ હતા. પછી અમદાવાદમાં વસવાટ કર્યો. તેઓ ગુજરાતના એક નાના દેશી રાજ્યના દીવાન પણ હતા. નરહરિભાઈ કિશોરવયથી દેશનેતાઓ લાલા લજપતરાય,…

વધુ વાંચો >

પરીખ, રામલાલ ડાહ્યાભાઈ

પરીખ, રામલાલ ડાહ્યાભાઈ (જ. 18 એપ્રિલ, 1927, વડોદરા; અ. 21 નવેમ્બર 1999, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી કેળવણીકાર. જન્મ મધ્યમ વર્ગના કુટુંબમાં. માતાનું નામ હસુબહેન. પિતા ડાહ્યાભાઈ કારકુન હતા. નાનપણમાં જ પિતાનું છત્ર ગુમાવ્યું. મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના વિષય સાથે તેઓ એમ.એ. થયા. વિદ્યાર્થીકાળથી જ શાળાના શિક્ષણ ઉપરાંત…

વધુ વાંચો >

પંડ્યા (ડૉ.) અનંત હીરાલાલ

પંડ્યા, (ડૉ.) અનંત હીરાલાલ (જ. 11 જુલાઈ 1909, ભાવનગર; અ. 1 જૂન 1951, કોલકાત્તા) : ગુજરાતના ઉત્તમ કોટીના ઇજનેર, શિક્ષણકાર. પિતાએ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરેલો અને તેઓ કૃષિ-ઇજનેર હતા. બાલ્યાવસ્થામાં તેઓ મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને સરદાર પૃથ્વીસિંહ(ક્રાંતિકાર)ને મળ્યા હતા. સર્જનાત્મકતા, સ્વતંત્ર વિચારો અને રાષ્ટ્રીય ભાવનાના ગુણોને લીધે તેઓ નાનપણથી…

વધુ વાંચો >

પાટીલ ભાઉરાવ પાયગૌંડા

પાટીલ, ભાઉરાવ પાયગૌંડા (જ. 1 સપ્ટેમ્બર 1887, કુંભોજ, જિ. કોલ્હાપુર; અ. 1 મે 1959, પુણે) : શિક્ષણપ્રસારક અને સમાજસુધારક. તેમણે સાંગલી જિલ્લાના ઐતવડે બુદ્રુક ગામમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું અને પછી કોલ્હાપુરમાં છ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. ત્યાંના રાજા શાહુ મહારાજના પ્રભાવ હેઠળ તેમણે સામાજિક કાર્યનો પ્રારંભ કર્યો. એ અરસામાં 7મા…

વધુ વાંચો >

પિટમૅન સર આઇઝેક

પિટમૅન, સર આઇઝેક (જ. 4 જાન્યુઆરી 1813, ટ્રોબિજ, વિલ્ટ–શાયર; અ. 12 જાન્યુઆરી 1897, સમરસેટ) : લઘુલિપિના આંગ્લ શોધક. કારકિર્દીનો પ્રારંભ કર્યો ક્લાર્ક તરીકે. ત્યારબાદ શાળાના શિક્ષક બન્યા. એ દરમિયાન તેમણે ‘સ્ટેનોગ્રાફિક સાઉન્ડ હૅન્ડ’ (1837) બહાર પાડ્યું. તેઓ સ્વીડનબૉર્ગ પંથના ‘ન્યૂ જેરૂસલેમ ચર્ચ’માં જોડાયા હતા. તેથી તેમને શિક્ષક તરીકેની નોકરીમાંથી બરતરફ…

વધુ વાંચો >

પુરાણી છોટાલાલ (છોટુભાઈ)

પુરાણી, છોટાલાલ (છોટુભાઈ) (જ. 13 જુલાઈ 1885, ડાકોર; અ. 22 ડિસેમ્બર 1950, મુંબઈ) : વીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન ગુજરાતમાં વ્યાયામગંગા વહાવનાર અગ્રણી ક્રાન્તિવીર, કેળવણીકાર અને સ્વાતંત્ર્ય-સેનાની. ગુજરાતની યુવા-આલમમાં ‘વડીલ બંધુ’ના નામથી જાણીતા શ્રી છોટુભાઈના પિતા શ્રી બાલકૃષ્ણ પુરાણીનું મૂળ વતન ભરૂચ હતું; પરંતુ શિક્ષકની નોકરી જામનગરમાં હોઈ, શ્રી છોટુભાઈનું શાળાજીવન…

વધુ વાંચો >

પૂર્વપ્રાથમિક શિક્ષણ

પૂર્વપ્રાથમિક શિક્ષણ : અઢીથી છ વરસનાં બાળકોને પ્રાથમિક શિક્ષણની પૂર્વે અપાતું શિક્ષણ. મનુષ્યના જીવનનો આ ગાળો ખૂબ મહત્વનો છે; કારણ કે આ ગાળા દરમિયાન બાળક અપરિપક્વ બુદ્ધિવાળું હોય છે. પ્રૌઢવયે ઉપસ્થિત થતાં માનસિક સંઘર્ષો અને લાગણીનાં તોફાનો માટે બાળવયમાં પડેલા સંસ્કારો જવાબદાર હોય છે. આ ઉંમર દરમિયાન બાળકનાં સ્વાસ્થ્ય તથા…

વધુ વાંચો >

પેસ્ટાલોઝી જૉન હેનરિક

પેસ્ટાલોઝી, જૉન હેનરિક (જ. 12 જાન્યુઆરી 1746, ઝુરિક, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 17 ફેબ્રુઆરી 1827, (Brugg), બ્રગૂ સ્વિટ્ઝર્લૅન્ડ) : સ્વિટ્ઝર્લૅન્ડના કેળવણીકાર. જૉન હેનરિક પેસ્ટાલોઝીનો, બાળપણમાં જ પિતાના મરણને લીધે, માતાની સંભાળ નીચે ઉછેર થયો. ઝુરિકની શાળામાં વિદ્યાર્થીઓના સુધારક મંડળના અગ્રણી. ‘મેમૉરિયલ’ નામનું મુખપત્ર વિદ્યાર્થીઓ ચલાવતા. તેમાં પેસ્ટાલોઝીનો પ્રથમ લેખ જોવા મળે છે.…

વધુ વાંચો >

પોતદાર દત્તો વામન

પોતદાર, દત્તો વામન (જ. 5 ઑગસ્ટ 1890, બિરવાડી, મહાડ તાલુકો, મહારાષ્ટ્ર; અ. 6 ઑક્ટોબર 1979, પુણે) : જાણીતા ઇતિહાસકાર, કેળવણીકાર અને પ્રકાંડ પંડિત. પિતાનું નામ વામનરાવ, જે બાળાસાહેબ તરીકે પણ જાણીતા હતા અને માતાનું નામ આનંદીબાઈ. દત્તોપંત છ વર્ષની વયે પુણે આવ્યા અને ત્યાંના નૂતન મરાઠી વિદ્યાલયમાં પ્રાથમિક અને માધ્યમિક…

વધુ વાંચો >

પ્રાથમિક શિક્ષણ (elementary education; primary education)

પ્રાથમિક શિક્ષણ (elementary education; primary education) : ઔપચારિક શિક્ષણનું પહેલું ચરણ. પરંપરાથી લગભગ દરેક સમાજમાં બાળકની 5થી 7 વર્ષની વયે તેનો પ્રારંભ થાય છે અને 11થી 13ની વય સુધી તે ચાલુ રહે છે. આમાં આરંભનાં વર્ષોમાં બાળકને વાચન અને લેખન તથા અંકગણિતમાં આવતી સરળ ગણતરીઓથી પરિચિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે…

વધુ વાંચો >