વનસ્પતિશાસ્ત્ર

મિશ્રા, રામદેવ

મિશ્રા, રામદેવ (જ. 26 ઑગસ્ટ, 1908; અ. 1991) : ભારતીય પરિસ્થિતિવિજ્ઞાની (ecologist). તેમની કારકિર્દીના પ્રારંભથી 1950 સુધી તેમણે સાગર યુનિવર્સિટીમાં કાર્ય કર્યું અને પરિસ્થિતિવિજ્ઞાનનો પાયો નાખ્યો. ત્યારપછી 1956માં તેઓ બનારસ હિંદુ યુનિવર્સિટી, વારાણસીમાં વનસ્પતિવિજ્ઞાનના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે જોડાયા. તેમનાં સંશોધનોને કારણે આ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પરિસ્થિતિવિદ્યાનું એક મહત્વનું સંશોધનકેન્દ્ર…

વધુ વાંચો >

મીઠા જળની પરિસૃષ્ટિ

મીઠા જળની પરિસૃષ્ટિ : જુઓ, જલાવરણ (વનસ્પતિશાસ્ત્ર)

વધુ વાંચો >

મીઠો લીમડો

મીઠો લીમડો : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Murraya koenigii (Linn.) Spreng. (સં. કૈડર્ય, હિં. કઢી નિંબ, કઢી પત્તા; બં. બારસંગા, કરીઆફૂલી, મ. કઢી નિંબ, ગુ. મીઠો લીમડો, કઢી લીમડો; તે. કરેપાકુ; ત. કરીવેમ્પુ; મલ. કરીવેપ્પિલી, અં. કરી લીફ ટ્રી) છે. તે સુંદર, સુરભિત (aromatic),…

વધુ વાંચો >

મીર્ટેસી

મીર્ટેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે આશરે 80 પ્રજાતિઓ અને 3,000 જેટલી જાતિઓનું બનેલું છે અને લગભગ સંપૂર્ણપણે ઉષ્ણકટિબંધીય વિતરણ ધરાવે છે. તેના વિતરણનાં બે મુખ્ય કેન્દ્રો છે : (1) અનષ્ઠિલ (berry) ફળ ધરાવતા મીર્ટોઇડી ઉપકુળ માટે ઉષ્ણકટિબંધીય અમેરિકા; અને (2) પ્રાવર (capsule) ફળવાળા લેપ્ટોસ્પર્મોઇડી ઉપકુળ માટે…

વધુ વાંચો >

મીંઢળ

મીંઢળ : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Randia spinosa Poir. syn. R. dumetorum Poir; R. brandisii Gamble; R. longispina wight & Arn.; Xeromorphis spinosa Keay (સં. મદનફલ, પિણ્ડીતક, કરહાટ, રાઠ; હિં. મૈનફલ, કરહર; મ. મેણફળ, મદન; બં. મયનાકાંટા; પં. મેણફલ; તે. મંગ, મ્રંગ; મલા. માંગાકાયી; તા.…

વધુ વાંચો >

મીંઢીઆવળ (સોનામુખી)

મીંઢીઆવળ (સોનામુખી) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ સીઝાલ્પિનિયૉઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cassia senna Linn. var. senna syn. C. acutifolia Delile, C. angustifolia Vahl.; C. obovata Baker (FIBrInd) in part (સં. ભૂમ્યાહલી, માર્કન્ડી, સનામતી; હિં. સોનામુખી, ભુંઈ ખખસા; બં. કાંકરોલભેદ; મ. ભુતરવડ; ગુ. મીંઢીઆવળ, સોનામુખી; ક. નેલદાવરોગિડ;…

વધુ વાંચો >

મુક્ત વિશ્લેષણનો નિયમ

મુક્ત વિશ્લેષણનો નિયમ : મેંડલનો આનુવંશિકતાનો બીજો નિયમ. વિવિધ વૈકલ્પિક જનીન-યુગ્મો(allelic-pairs)ના સંબંધોની સ્પષ્ટતા કરવા મેંડલે પીળાં અને ગોળ બીજ ધરાવતી વટાણાની જાતનું લીલાં અને ખરબચડાં બીજ ધરાવતી વટાણાની જાત સાથે સંકરણ કરાવ્યું. આમ વૈકલ્પિક જનીનો(alleles)નાં બે યુગ્મોને અનુલક્ષીને વિરોધાભાસી લક્ષણો ધરાવતી બે જાત વચ્ચેના સંકરણને દ્વિસંકરણ (dihybridization) કહે છે. વિરોધી…

વધુ વાંચો >

મુસાએન્ડા (મ્યુસેન્ડા)

મુસાએન્ડા (મ્યુસેન્ડા) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક પ્રજાતિ. તેનું વિતરણ મુખ્યત્વે જૂની દુનિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. ભારતમાં તેની 15 જેટલી જાતિઓ થાય છે. થોડીક જ વિદેશી (exotic) જાતિઓ ઉદ્યાનોમાં શોભન-વનસ્પતિ તરીકે ઉગાડવામાં આવે છે. પ્રજાતિની શોભન (ornamental) જાતિઓ સુંદર પુષ્પો માટે જાણીતી છે. પુષ્પનો…

વધુ વાંચો >

મૂસળી

મૂસળી : એકદળી વર્ગમાં આવેલા ઍમેરિલીડેસી(નાગદમની) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Curculigo orchoides Gaertn (સં. તાલમૂલી, તાલપત્રી, મૂસલી કંદ, હેમપુષ્પી; હિં. મૂસલી કંદ, કાલી મૂસલી; બં. તાલમૂલી, તલ્લૂર; મ. મૂસલી કંદ, ગુ. મૂસળી, કાળી મૂસળી; ક. નેલતાડી; તા. તિલાપને, તાલતાડ; મલા. નિલપના; તે. નેલતાડીચેટૂ  ગડ્ડા; ફા. મોસલી, અં. બ્લેકમુસેલ)…

વધુ વાંચો >

મૂળ

મૂળ વાહક પેશીધારી વનસ્પતિઓનું સ્થાપન અને શોષણ કરતું ભૂમિગત અંગ. તે પ્રકાશની વિરુદ્ધ અને ગુરુત્વાકર્ષણ અને પાણીની દિશા તરફ વૃદ્ધિ પામતો વનસ્પતિ-અક્ષ છે અને સામાન્યત: ભ્રૂણમૂળ(radicle)માંથી ઉત્પન્ન થાય છે. બીજને અનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થતાં સુષુપ્તાવસ્થામાં રહેલો ભ્રૂણ (embryo) સક્રિય બને છે. તેના નીચેના છેડા તરફ આવેલું ભ્રૂણમૂળ જમીનમાં પ્રાથમિક મૂળ…

વધુ વાંચો >