વનસ્પતિશાસ્ત્ર
પેપિરસ
પેપિરસ : એક જાતની વનસ્પતિનો છોડ. પ્રાચીન ઇજિપ્તમાં નાઇલ નદી નજીકની ભેજવાળી જગ્યામાં તથા ખાબોચિયાંમાં પેપિરસ નામનો છોડ ઊગતો હતો. તેની છાલને ઘસીને સુંવાળી બનાવી, એકબીજી સાથે જોડીને કાગળના લાંબા વીંટા (roll) બનાવવામાં આવતા હતા. એ રીતે દુનિયામાં સૌપ્રથમ કાગળ બનાવવાની શરૂઆત થઈ. તેથી જગતમાં સૌપ્રથમ લેખનકળાનો વિકાસ પણ અહીં…
વધુ વાંચો >પેપિલિયોનેસી
પેપિલિયોનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી (લેગ્યુમિનોસી) કુળનું એક ઉપકુળ. ફેબેસી ત્રણ ઉપકુળ ધરાવે છે : (1) પેપિલિયોનૉઇડી (લોટૉઇડી), (2) સિઝાલ્પિનિયૉઇડી અને (3) માઇમોસૉઇડી. કેટલાક વર્ગીકરણ-વિજ્ઞાનીઓ આ ત્રણેય ઉપકુળને ‘કુળ’ની કક્ષામાં પણ મૂકે છે. ત્રણેય ઉપકુળ પૈકી પેપિલિયોનૉઇડી સૌથી મોટું અને સૌથી ઉદવિકસિત ઉપકુળ છે. તે 10 જનજાતિઓ(tribes)માં વર્ગીકૃત…
વધુ વાંચો >પેપેવરેસી
પેપેવરેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ 28 પ્રજાતિઓ અને 250 જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ મોટેભાગે ઉત્તર ગોળાર્ધના ઉપોષ્ણ અને સમશીતોષ્ણ પ્રદેશોમાં થયેલું છે. તેનાં કેન્દ્રો પશ્ચિમ-ઉત્તર અમેરિકા અને પૂર્વ એશિયા છે; જે પૈકી 12 પ્રજાતિઓ અમેરિકન અને 9 પ્રજાતિઓ એશિયન છે. દક્ષિણ ગોળાર્ધમાં આ કુળ બહુ…
વધુ વાંચો >પેર
પેર : જુઓ, નાસપાતી.
વધુ વાંચો >પેરાઘાસ
પેરાઘાસ : એકદળી વર્ગના તૃણાદિ (poaceae) કુળની ઘાસની જાતિ. આ ઘાસનું શાસ્ત્રીય નામ Brachiaria mutica Stapf છે. આ એક બહુવર્ષીય ઘાસ છે. ઘાસનું પ્રકાંડ જમીન પર પથરાતું આગળ વધે છે. પ્રકાંડમાં અવસ્થા પ્રમાણે 5થી 15 સેમી.ના અંતરે ગાંઠો હોય છે. દરેક ગાંઠમાંથી પર્ણ પ્રકાંડને ભૂંગળીની માફક વીંટળાઈને આગળની ગાંઠ નજીક…
વધુ વાંચો >પેરિપ્લૉકેસી (Periplocaceae Sehltn)
પેરિપ્લૉકેસી (Periplocaceae Sehltn) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળ એસ્ક્લેપિયેડેસી કુળમાંથી છૂટું પડાયું છે. એસ્ક્લેપિયેડેસીમાં પરાગરજ પરાગપિંડ (pollinium) નામના અંગમાં સંકલિત થઈ હોય છે. જ્યારે પેરિપ્લૉકેસીમાં પુંકેસરો મુક્ત હોય છે અને પરાગરજ સ્વતંત્ર કણસ્વરૂપે હોય છે. પરાગનયન વિશિષ્ટ સ્વરૂપનું હોય છે. પરાગરજ એક ચમચી આકારના સ્થાનાંતરક (translator) નામના…
વધુ વાંચો >પેરિલા ઑઇલ
પેરિલા ઑઇલ : પેરિલાના છોડના બીજમાંથી મેળવવામાં આવતું તેલ. આ છોડ લૅમિયેસી કુળ છે; જેનું વૈજ્ઞાનિક નામ Perilla frutescense (Linn.) Britton છે. આ છોડ 50થી 150 સેમી.ની ઊંચાઈ ધરાવે છે. તે સમશીતોષ્ણ અને શીત પ્રદેશમાં દરિયાની સપાટીથી 300થી 3,000 મી. ઊંચાઈએ થાય છે. થડ ચાર ધારવાળું હોય છે અને તેની…
વધુ વાંચો >પેરૉક્સિઝોમ્સ
પેરૉક્સિઝોમ્સ : કોષમાં આવેલી હાઇડ્રોજન પેરૉક્સાઇડના સંશ્લેષણ અને વિઘટન સાથે સંકળાયેલી અંગિકા. ડી ડુવે અને તેમના સહકાર્યકરોએ (1965) કોષપ્રભાજન(cell fractionation)-પદ્ધતિ દ્વારા આ અંગિકાઓનું યકૃતકોષમાંથી અલગીકરણ કર્યું; જેમાં કેટલાક ઉપચાયી (oxidative) ઉત્સેચકો જેવા કે પેરૉક્સિડેઝ, કૅટાલેઝ, D-ઍમિનો-ઑક્સિડેઝ અને યુરેટ ઑક્સિડેઝ પુષ્કળ પ્રમાણમાં હતા. તે પ્રજીવો, યીસ્ટ, પર્ણકોષો, પાંડુરિત (etiolated) પર્ણપેશી, ભ્રૂણાગ્રચોલ(plumule),…
વધુ વાંચો >પેલ્ટોફૉરમ
પેલ્ટોફૉરમ : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલ સિઝાલપિતીએસી ઉપકુળની એક નાનકડી પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. તેની એક જાતિ Peltophorum ferrugineum Benth. syn. P. pterocarpum Backer ex K. Heyne. (અં. કૉપર પોડ, રસ્ટી શિલ્ડ બેરર; તે. કોન્ડાચિંટા; તા. ઇવાલ્વાગાઇ, પેરુન્ગોંડ્રાઇ; ગુ.મ.માં તામ્રશિંગી) છે. ભારતમાં ઉદ્યાનો કે રસ્તાની બંને…
વધુ વાંચો >પૅસીફ્લોરેસી
પૅસીફ્લોરેસી : વનસ્પતિના દ્વિદળી વર્ગનું એક કુળ. તે આશરે 12 પ્રજાતિ અને 600 જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અમેરિકામાં થયેલું છે. Passiflora (Tacsonia સહિત) પ્રજાતિ લગભગ 400 જાતિઓ ધરાવે છે. ક્ષુપ અથવા શાકીય, ઘણી વાર કક્ષીય સૂત્રો સાથે કાષ્ઠલતા (liana) સ્વરૂપે; પર્ણો સાદાં કે સંયુક્ત, એકાંતરિક, ઉપપર્ણીય; પુષ્પવિન્યાસ…
વધુ વાંચો >