વનસ્પતિશાસ્ત્ર
પારસપીપળો
પારસપીપળો : દ્વિદળી (મેગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા માલ્વેસી(કાર્પાસ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Thepesia populnea Solanad ex Correa (સં. પારિસ, તૂલ, કપીતન, પાર્શ્વપિપ્પલ, ગર્દભાણ્ડ; હિં. ગજદંડ, પારસ પીપલ, ભેંડિયા ઝાડ; બં. પાકુરગજશુંડી, પારસપિપ્પુલા; મ. પરસચાઝાડ, પારોસા પિંપળ, આષ્ટ, પારસભેંડી, પિંપરણી; ગુ. પારસપીપળો, તા. ચીલન્થિ, તે ગંગરાવી, મલ. પૂવરસુ; ક. હૂવરસે;…
વધુ વાંચો >પારિસ્થિતિક નિકેત (ecological niche)
પારિસ્થિતિક નિકેત (ecological niche) : સજીવની કોઈ પણ જાતિના વિતરણનું અંતિમ એકમ. તેની રચનાકીય (structural) અને નૈસર્ગિક (instinctive) મર્યાદાઓને લીધે તેનું રહેઠાણ નિશ્ચિત હોય છે. જૉસેફ ગ્રિન્નેલે (1917, 1928) સૌપ્રથમ વાર સૂક્ષ્મ આવાસ(micro- habitat)ના અર્થમાં આ શબ્દ પ્રચલિત કર્યો. કોઈ પણ બે જાતિ એક પ્રદેશમાં એક જ પરિસ્થિતિકીય નિકેતમાં લાંબો…
વધુ વાંચો >પાર્કિયા (ચંદુફળ)
પાર્કિયા (ચંદુફળ) : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલ માઇમોસોઇડી ઉપકુળની એક પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. Parkia biglandulosa Wight & Arn (ગુ. ચંદુફળ) અને P. roxburghii G. Don. syn. P. javanica (Lam.) Merrill નામની બે જાતિઓ ભારતમાં થાય છે. P. biglandulosa સુંદર, ઊંચું અને સદાહરિત વૃક્ષ છે. તે…
વધુ વાંચો >પાર્થેનિયમ
પાર્થેનિયમ : અમેરિકામાં વિતરણ પામેલી દ્વિદળી વર્ગના એસ્ટરેસી કુળની નાનકડી પ્રજાતિ. તેની એક જાતિ P. hysterophorus Linn. છે. અમેરિકાથી પી.એલ. 480 હેઠળ ઘઉંની આયાત કરવામાં આવતી હતી ત્યારે તેનાં બીજ ભેળસેળ રૂપે ભારતમાં પ્રવેશ પામ્યાં હતાં. તે લગભગ 1.0 મી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય જાતિ છે. તેના પ્રકાંડ પર લંબવર્તી…
વધુ વાંચો >પાલખ
પાલખ : દ્વિદળી વર્ગના ચિનોપોડિયેસી કુળની એક વનસ્પતિ. તેની બે પ્રજાતિઓ છે : (1) Beta vulgaris Linn.; (2) Spinacia oleracea Linn. [પાલખ-1] પ્રથમ પ્રજાતિને ‘બીટ’ પણ કહે છે અને તેની આર્થિક અગત્યને આધારે તેને બે જૂથમાં વહેંચવામાં આવે છે : (I) સિસ્લા જૂથ : (i) ચાર્ડ અથવા સ્વિસ ચાર્ડ, (ii)…
વધુ વાંચો >પાષાણભેદ
પાષાણભેદ : દ્વિદળી (મૅ+લિયોપ્સોડા) વર્ગમાં આવેલા સેક્સીફ્રેગેસી (પાષાણભેદાદિ) કુળની એક વનસ્પતિ તેનું વૈજ્ઞાનિક નામ Bergenia Ligulata Engl. syn. B. ciliata (Haw.) sternb., saxifrage ciliata (Haw.) Royle, S. ligulata Wall, S thusanode Lindi, (સં. પાષાણભેદ, શૈલગર્ભજા, વટપત્રી, અશ્મભેદ, શૈલભેદ; હિ. પાખાનભેદ, પથ્થરચૂર, સિલફોડી, સિલભેદ; ગુ. પાષાણભેદ, પાખાનભેદ; બં. પથ્થરચુરી; મ. પાષાણભેદ;…
વધુ વાંચો >પાંડે કમલાકાન્ત
પાંડે, કમલાકાન્ત (જ. 11 ડિસેમ્બર 1926, વારાણસી) : વિશ્વના ટોચના વનસ્પતિજનીનવિજ્ઞાની. તેઓ ભારતના એવા પ્રથમ કૃષિ-સ્નાતક હતા કે જેમણે લંડન એક્ઝિબિશન સ્કૉલરશિપ મેળવી હતી. વનસ્પતિજનીનવિજ્ઞાન ઉપર સંશોધનો કરવા તેમણે જૉન ઇનેસ ઇન્સ્ટિટ્યૂટ, લંડનમાં પ્રવેશ મેળવ્યો હતો અને 1954માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી ન્યૂઝીલૅન્ડ ગયા હતા. 1966માં લિનિયન સોસાયટી ઑવ્ લંડનના ફેલો…
વધુ વાંચો >પિડેલિયેસી
પિડેલિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. આ કુળમાં 16 પ્રજાતિઓ અને લગભગ 60 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોટેભાગે તે જૂની દુનિયાના ઉષ્ણ અને અધોષ્ણ પ્રદેશોના દરિયાકાંઠે અને રણોમાં થતી વનસ્પતિઓ છે. કેટલીક નવી દુનિયાના ઉષ્ણ-કટિબંધમાં પણ અનુકૂલન પામી છે. દક્ષિણ આફ્રિકા, માડાગાસ્કર, ઇંડો-મલાયા અને ઑસ્ટ્રેલિયામાં તેનું વિતરણ પુષ્કળ…
વધુ વાંચો >પિત્તપાપડો (1)
પિત્તપાપડો (1) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલા ફ્યુમેરિયેસી (પર્પટાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Fumaria Vaillantii Loisel syn. F. indica Pugsley, F parviflora subsp vaillantii Hook. f. (સં પર્પટ, કટુપત્ર, કલ્પાંગ, પર્પટક, વરતિક્ત, પિત્તહરા, રેણુ, કવચ, ચર્મકંટક, સૂક્ષ્મપત્ર, રજોરેણુ, અવકંટક; હિં પિત્તપાપરા, ધમગજરા, શાહતરા, બં શોતારા, પિત્તપાપરા, બન-શુલ્ફા, બંધાનિયા મ.…
વધુ વાંચો >પિત્તપાપડો (2)
પિત્તપાપડો (2) : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા)ના ઍકૅન્થેસી (પર્પરાદિ) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rungia repens Nees. (સં. પર્પટત, હિં. પિત્તપાપડા, ખારમોર, દવનપાડા, બં. ક્ષેતપાપડા, મ. ઘાટીપિત્તપાપડા, ગુ. ખડસલિયો, પિત્તપાપડો, તા. કોડાગા સાલેહ, કન્ન. કોડાગાસાલે ગિડા, ફા. શાહતરા) છે. વિતરણ : તે ભારતમાં બધે જ થાય છે. તે ખાબોચિયાં, ડાંગરનાં ખેતરો, નહેર…
વધુ વાંચો >