વનસ્પતિશાસ્ત્ર

દગડફૂલ

દગડફૂલ : જુઓ, લાઇકેન

વધુ વાંચો >

દરિયાઈ સ્તરો

દરિયાઈ સ્તરો (oceanic layers) : દરિયાની ઊંડાઈથી કિનારા સુધીના જુદા જુદા સ્તરો. ભરતી અને ઓટના સમયે પાણીની સપાટીઓને સરેરાશ સમુદ્રની સપાટી (mean sea-level) તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની જમીનની ઊંચાઈ પણ સરેરાશ સમુદ્રની સપાટીના સંદર્ભે નક્કી કરવામાં આવે છે. પૃથ્વીના મહાસાગરોમાં 1,370 x 106 ઘકિમી. જેટલું પાણી સંગ્રહાયેલું છે અને…

વધુ વાંચો >

દલચક્ર

દલચક્ર (corolla) : આવૃતબીજધારી વનસ્પતિઓના પુષ્પમાં આવેલું દ્વિતીય ક્રમનું સહાયક ચક્ર. તે ઘણા એકમોનું બનેલું હોય છે. પ્રત્યેક એકમને દલપત્ર (petal) કહે છે. વજ્રની જેમ દલચક્ર પણ પુષ્પમાં આવેલા પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્રનું રક્ષણ કરે છે. દલપત્રોમાં આવેલા રંગકણો(chromoplasts)માં જલદ્રાવ્ય એન્થોસાયનિન (લાલ, નારંગી, જાંબલી, વાદળી વગેરે) અને એન્થોઝેન્થિન (પીળાથી હાથીદાંત જેવાં…

વધુ વાંચો >

દાડમ

દાડમ : દ્વિદળી વર્ગમાં આવેલા કુળ પ્યુનિકેસીની ક્ષુપ કે નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવતી વનસ્પતિ. વૈજ્ઞાનિક નામ Punica granatum Linn. (સં. દાડિમ; હિં. અનાર; બં. ડાલિમ; મ.ક. ડાલિંબ; ફા. અનારસીરી, અનારતુરશ; અં. pomegranate) છે. તેની મુખ્ય બે જાતો છે – એક પુષ્પવાળી, બગીચામાં રોપાતી અને બીજી ફળવાળી, વાડી કે કંપાઉન્ડમાં રોપાતી.…

વધુ વાંચો >

દાણાની ગુલાબી ઇયળ

દાણાની ગુલાબી ઇયળ : જુઓ, જુવાર

વધુ વાંચો >

દારુહળદર

દારુહળદર : દ્વિદળી વર્ગમાં આવેલા બર્બેરિડેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Berberis aristata DC. અને B. asiatica Roxb. ex DC. (સં. દારુહરિદ્રા, હિં. દારુહલ્દી, મ. દારુહલદ, ક. મરદવર્ષણુ, તે. મલુંપુ, પાસુગુ; મલા. નાણામાર, તા. નુનામારં, ફા. દારચાબ, અં. બર્બેરી) છે. દારુહળદરની ‘ઍરિસ્ટાટા’ જાતિ ઉન્નત, અરોમિલ, કાંટાળી, 3-6 મી.ની ઊંચાઈ ધરાવતી…

વધુ વાંચો >

દારૂડી

દારૂડી : દ્વિદળી વર્ગમાં આવેલા પેપાવરેસી કુળની એક ઔષધીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Agremone mexicana Linn. (સં. પટુપર્ણી, સ્વર્ણક્ષીરી; મ. પિંવળા; ધોત્રા વિલાયતી ધોત્રા; હિં. સત્યનાશી, ભરેબંદ, પીસોલા; બં. શિયાલકાંટા; ક. દત્તુરીગીડ્ડા, મલા. પોન્નમતં; તા. કુટ્ટીપોત્તી; કુરુક્કુમ; અં. મૅક્સિકન પૉપી, પ્રિકલી પૉપી) છે તે ઉન્નત, કાંટાળી, એક વર્ષાયુ, ફેલાતી શાખાઓવાળી…

વધુ વાંચો >

દિકામારી

દિકામારી : દ્વિદળી વર્ગના રૂબિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gardenia gummifera Linn. F. (સં. નાડી હિંગુ, હિંગુનાડિકા; હિં.બં.મ. ડિકામાલી; ગુ. દિકામારી, ક. કલહત્તિ, તા. ડિક્કેમલ્લી, તે ચિભહિંગ્વા, અ. કનખામ) છે. તે ક્ષુપ અથવા નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે. તેની ઊંચાઈ લગભગ 1.5થી 1.8 મી. અને ઘેરાવો 30 સેમી.…

વધુ વાંચો >

દિવસનો રાજા

દિવસનો રાજા : દ્વિદળી વર્ગના સોલેનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cestrum diurnum L. (હિં દિનકા રાજા, ચમેલી; ગુ. દિવસનો રાજા; અં. ડે જૅસ્મિન, ડે કવીન) છે. તે  ઝડપથી વૃદ્ધિ સાધતો સદાહરિત 1.0-1.5 મી.ની ઊંચાઈ ધરાવતો ઉન્નત ક્ષુપ છે. તેની શાખાઓ સફેદ હવાછિદ્રો (lenticets) ધરાવે છે. તરુણ ભાગો ગ્રંથિમય હોય…

વધુ વાંચો >

દિવીદિવી

દિવીદિવી : દ્વિદળી વર્ગમાં આવેલા સીઝાલ્પિનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia coriaria (Jacq.) willd (ત. તીવીદીવી, ઇકિમારામ; તે દીવીદીવી; મું. લિબીદિબી; અં. અમેરિકન સુમેક, દિવીદિવી પ્લાન્ટ) છે. તે દક્ષિણ અમેરિકા અને વેસ્ટ ઇંડિઝની સ્થાનિક  (indigenous) છે અને ભારતમાં સો કરતાં વધારે વર્ષો પૂર્વે તેનો પ્રવેશ થયો હતો. ભારતના વિવિધ…

વધુ વાંચો >