વનસ્પતિશાસ્ત્ર

સાજડ

સાજડ : દ્વિદળી વર્ગમાં આવેલા કૅમ્બ્રિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Terminalia alata Heyne ex Roth syn. T. tomentosa Wight & Srn. (સં. અસન, રક્તાર્જુન; હિ. ઐન, આસન, સાજ; બં. આસન; મ. ઐન; ગુ. સાજડ, સાડરો; તે. તાની; ત. કારામર્દા; ક. સાદડા, કેપુપત્તિ; વ્યાપારિક નામ  લ્યોરેલ) છે. તે એક…

વધુ વાંચો >

સાટોડી (પુનર્નવા)

સાટોડી (પુનર્નવા) : દ્વિદળી વર્ગમાં આવેલા નિકટેજિનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Boerhavia diffusa Linn. (સં. પુનર્નવા; હિં. વિષખપરા, સાંઠ, ગહદપૂર્ણા; મ. પુનર્નવા, ઘેટુળી, રક્તવાસુ; બં. શ્વેતપુણ્યા; ક. બિળેબેલ્લડકિલુ, સનાડિડા; તે. તેલ્લાઅટાલામામિડી; ત. મુક્કિરાટે; મલ. તાલુતામ્; તામિળામા; અં. સ્પ્રેડિંગ હોગવીડ) છે. સાટોડીની બીજી ત્રણ જાતિઓ આપવામાં આવી છે :…

વધુ વાંચો >

સાન્તાપાઉ હર્મનગિલ્ડ

સાન્તાપાઉ, હર્મનગિલ્ડ (જ. 5 ડિસેમ્બર 1903, લા ગૅલેરા, સ્પેન; અ. 13 જાન્યુઆરી 1970) : વનસ્પતિ-વર્ગીકરણવિજ્ઞાની. તેમણે જીવનનો ઘણોખરો ભાગ ભારતમાં ગાળ્યો હતો અને પાછળથી ભારતના નાગરિક બન્યા હતા. એ.આર.સી.એસ. ઇમ્પીરિયલ કૉલેજ, લંડન અને ડી.આઇ.સી. ઇમ્પીરિયલ કૉલેજ, લંડનમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કરી લંડન યુનિવર્સિટીની બી.એસસી.ની ઉપાધિ મેળવી હતી. લંડન અને સ્પેનમાં…

વધુ વાંચો >

સાબુદાણા

સાબુદાણા : કેટલાક તાડ અને અન્ય વનસ્પતિઓનાં અંગમાં સંચિત કાર્બોદિત દ્રવ્યમાંથી તૈયાર કરેલ સ્ટાર્ચના ખાદ્ય દાણા. તેનો મુખ્ય સ્રોત Metroxylon rumphi Mart. અને M. sagu Rottb. નામના સેગો તાડ તરીકે ઓળખાવાતા તાડ છે. તેઓ ઇન્ડોનેશિયાઈ દ્વીપસમૂહ(archipelago)ના મૂલનિવાસી છે અને ભારતીય ઉદ્યાનોમાં કેટલીક વાર ઉછેરવામાં આવે છે. M. sagu 9-12 મી.…

વધુ વાંચો >

સામો

સામો : એકદળી વર્ગમાં આવેલા પોએસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Echinocloa frumentacea Link syn. Panicum frumentaceum Roxb. (સં. શ્યામાક; હિં. સાંવા, સમા; બં. શમુલા, શ્યામાવાસ; ગુ. સામો; મ. જંગલી સામો, સામુલ; તે. શ્યામાલુ, બોન્ટા શામા; ત. કુદ્રૈવાલી પીલ્લુ; ક. સામાઈ; ફા. શામાખ; અં. જાપાની બાર્નયાર્ડ મિલેટ, જંગલ રાઈસ)…

વધુ વાંચો >

સાયકેડેલ્સ

સાયકેડેલ્સ : વનસ્પતિઓના અનાવૃતબીજધારી વિભાગમાં આવેલા સાયકેડોપ્સીડા વર્ગનું એક જીવંત અને અશ્મીભૂત વનસ્પતિઓ ધરાવતું ગોત્ર. એવું માનવામાં આવે છે કે સાયકેડેલ્સની ઉત્પત્તિ સંભવત: સાયકેડોફિલિકેસમાંથી કાર્બનિફેરસ (Carboniferous) ભૂસ્તરીય યુગમાં થઈ છે. જોકે કેટલાક અશ્મીવિજ્ઞાનીઓ આ વિચાર સાથે સંમત થતા નથી. તેનાં અશ્મીભૂત સ્વરૂપો 20 કરોડ વર્ષ પહેલાં મધ્યજીવી કલ્પ(Mesozoic Era)માં પ્રભાવી…

વધુ વાંચો >

સાયકેડોફિલિકેલ્સ

સાયકેડોફિલિકેલ્સ : વનસ્પતિઓના અનાવૃત બીજધારી વિભાગના ટેરિડોસ્પર્મોપ્સિડા વર્ગનું એક ગોત્ર. આ ગોત્રને ટેરિડોસ્પર્મી તરીકે પણ ઓળખાવવામાં આવે છે. આ ગોત્રની વનસ્પતિઓને સાયકેડસમ હંસરાજ (cycad-like ferns) પણ કહે છે. આ ગોત્રનાં બધાં સ્વરૂપો અશ્મીભૂત છે. તેનાં પર્ણો હંસરાજ (ત્રિઅંગી વનસ્પતિઓ) જેવાં હોય છે. તેઓ મહાબીજાણુપર્ણો પર બીજ ધારણ કરે છે. મહાબીજાણુપર્ણો…

વધુ વાંચો >

સાયટોકાઇનિન

સાયટોકાઇનિન કોષવિભાજન પ્રેરતો એક વનસ્પતિ-અંત:સ્રાવ. મિલર અને તેના સહકાર્યકરોએ (1956) હેરિંગ માછલીના શુક્રકોષમાંના DNA-માંથી શુદ્ધ સ્ફટિક સ્વરૂપમાં પ્યુરિન પ્રાપ્ત કર્યું. આ પદાર્થને તેમણે 6-ફ્યુર્ફયુરિલ ઍમિનો પ્યુરિન તરીકે ઓળખાવ્યો અને ‘કાઇનેટિન’ નામ આપ્યું, કારણ કે તે સંવર્ધિત તમાકુના કોષોમાં કોષરસવિભાજન-(cytokinesis)ની ક્રિયાને પ્રેરે છે. જ્યારે કાઇનેટિન શોધાયું, ત્યારે વૈજ્ઞાનિકોએ કાઇનેટિન જેવા પદાર્થો…

વધુ વાંચો >

સાયટોક્રોમ

સાયટોક્રોમ : શ્વસન અને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાઓની શૃંખલામાં ઇલેક્ટ્રૉનોની આપ-લે કરનાર લોહયુક્ત નત્રલો પૈકીનું એક કુળ. આ કુળ કે સમૂહમાં સાયટોક્રોમ a, b, c અને dની સંજ્ઞાઓથી ઓળખાય છે; જેમ કે, સાયટોક્રોમ-a, સાયટોક્રોમ-b વગેરે. સાયટોક્રોમ વિવિધ રીતે ઇલેક્ટ્રૉનનું વહન કરે છે અને જારક શ્વસન કરનારા લગભગ બધા જ જીવોમાં અપચયોપચય અભિક્રિયા…

વધુ વાંચો >

સાયટોફોટોમિટર (કોષદીપ્તિમાપક)

સાયટોફોટોમિટર (કોષદીપ્તિમાપક) : પેશી કે કોષનું રાસાયણિક માળખું સમજવા માટે ઉપયોગમાં લેવાતું સાધન. કોષના વિવિધ ઘટકો નિશ્ચિત અભિરંજક (stain) વધતેઓછે અંશે ગ્રહણ કરે છે. અભિરંજન(staining)ની ઘટ્ટતા કે વિતરણ પરથી કોષમાં તેને ગ્રહણ કરતાં રસાયણોનું વિતરણ નક્કી કરી શકાય છે. આ સાધનથી અભિરંજનની ગાઢતાનું માપ કે માત્રાનું નિર્ધારણ થઈ શકે છે.…

વધુ વાંચો >