વનસ્પતિશાસ્ત્ર

લાયકોફાઇટા

લાયકોફાઇટા : ત્રિઅંગી વનસ્પતિઓનો એક વિભાગ. આ વિભાગમાં જીવંત અને અશ્મીભૂત પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેનો ઉદ્વિકાસીય ઇતિહાસ પુરાજીવી (paleozoic) કલ્પથી શરૂ થઈ આજ સુધી લંબાયેલો છે. તે 4 જીવંત પ્રજાતિઓ અને 900 જેટલી જાતિઓ ધરાવે છે. આ જાતિઓ પૃથ્વી પર વૈવિધ્યપૂર્ણ આબોહવાકીય પરિસ્થિતિઓમાં થાય છે. આ ચાર…

વધુ વાંચો >

લાયસોઝોમ

લાયસોઝોમ : અંત:કોષીય (intracellular) કે બહિર્કોષીય (extracellular) પાચન સાથે સંકળાયેલી સુકોષકેન્દ્રી (eukaryotic) કોષમાં આવેલી એક અંગિકા. ડી. ડુવેએ (1949) કોષ-પ્રભાજન (cell fractionation) પદ્ધતિ દ્વારા આ અંગિકાનું સર્વપ્રથમ વાર સંશોધન કર્યું. તેનો અપકેન્દ્રી (centrifugal) ગુણધર્મ કણાભસૂત્ર (mitochondrion) અને સૂક્ષ્મકાય (microsome) બંનેની વચ્ચેનો હોય છે અને વિઘટન કરવાની શક્તિ ધરાવતા ઍસિડ ફૉસ્ફેટેઝ…

વધુ વાંચો >

લાર્ક સ્પર

લાર્ક સ્પર : દ્વિદળી વર્ગમાં આવેલા રેન્ક્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Delphinium majus છે. તે એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ગુજરાતમાં શિયાળામાં થાય છે. તેના છોડ 50 સેમી.થી 60 સેમી. ઊંચા હોય છે. કેટલાક છોડ તેથી પણ નીચા રહે છે. તેનાં એકાંતરિક પર્ણોમાં પક્ષવત્ નિદર (pinnatisect) પ્રકારનું છેદન…

વધુ વાંચો >

લાલ ચિત્રક

લાલ ચિત્રક : વનસ્પતિઓના દ્વિદળી વર્ગના પ્લમ્બેજિનેસી કુળની એક નાની પ્રજાતિ. તે શાકીય, ઉપક્ષુપ (undershrub) કે ક્ષુપસ્વરૂપે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં વિતરણ પામેલી છે. ભારતમાં તેની ત્રણ જાતિઓ નોંધાઈ છે, જે પૈકી બે – Plumbago indica Linn. syn. P. Rosea Linn. (ગુ. લાલ ચિત્રક) અને P. zeylanica Linn. (ચિત્રક) ઔષધીય દૃષ્ટિએ ઉપયોગી…

વધુ વાંચો >

લાલ પત્તી

લાલ પત્તી : દ્વિદળી વર્ગના યુફોરબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Poinsettia pulcherrima Grah. syn. Euphorbia pulcherrima Willd. (અં. Christmas flowers, Lobster flowers; ગુ. લાલ પત્તી, રક્તપર્ણી) છે. ઓગણીસમી સદીની શરૂઆતમાં મેક્સિકોના વનસ્પતિશાસ્ત્રી પોઇનશેટીએ આ છોડને પ્રચારમાં આણ્યો; તેથી તેનું નામ ‘પોઇનશેટિયા’ પડ્યું છે. તે મેક્સિકોની મૂલનિવાસી છે અને…

વધુ વાંચો >

લાલ લીલ (રહોડોફાઇટા)

લાલ લીલ (રહોડોફાઇટા) : લીલનો એક વિભાગ. તે મુખ્યત્વે સમુદ્રનિવાસી છે અને દરિયાઈ અપતૃણોમાં સૌથી સુંદર છે. તેની બહુ ઓછી જાતિઓ ધ્રુવીય મહાસાગરોમાં થાય છે. તેઓ ઉષ્ણકટિબંધીય તથા ઉપોષ્ણકટિબંધીય ઊંડા અને હૂંફાળા સમુદ્રોમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ વિભાગમાં લગભગ 400 પ્રજાતિઓ અને 4,000 જેટલી જાતિઓનો સમાવેશ કરવામાં…

વધુ વાંચો >

લાંગ

લાંગ : દ્વિદળી વર્ગમાં આવેલા ફૅબેસી કુળના ઉપકુળ પૅપિલિયો-નૉઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lathyrus sativus Linn. (હિં. ખેસારી, લાત્રી; બં. ખેસારી; મ. લાખ; ગુ. લાંગ; અં. ચિંકલિંગ વેચ, ગ્રાસ પી) છે. તે બહુશાખી, ઉપોન્નત (sub-erect) એકવર્ષાયુ જાતિ છે અને કઠોળ તથા ચારા માટે ખાસ કરીને ઉત્તર, મધ્ય અને પશ્ચિમ…

વધુ વાંચો >

લાંબડી

લાંબડી : દ્વિદળી વર્ગમાં આવેલા તંડુલીયાદિ (એમરેન્થેસી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Celosia argentea Linn. (સં. ભુરુંડી, શિતિવાર; હિં. શિરિયારી, સિલવારી; બં. શુનિશાક, શ્વેતમુર્ગા; મ. કુરડૂ, કોબડા; ક. કુરડૂ, ખડકલિરા; ગુ. લાંબડી, લાંપડી; ત. પન્નાકીરાઈ; તે. ગુરુગુ, પંચેચેટ્ટુ; અં. ક્વેઇલ ગ્રાસ, સિલ્વર-સ્પાઇક કોક્સ કૉમ્બ) છે. લાંબડીને ‘જાંબલી પાલખ’ પણ…

વધુ વાંચો >

લિથ્રેસી

લિથ્રેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ દ્વિદળી. ઉપવર્ગ  મુક્તદલા (polypetalae). શ્રેણી – વજ્રપુષ્પી (Caliyciflorae). ગોત્ર –મિર્ટેલીસ. કુળ  લિથ્રેસી. આ કુળમાં લગભગ 23 પ્રજાતિઓ અને 475 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની જાતિઓનું અમેરિકી ઉષ્ણકટિબંધમાં વિપુલ પ્રમાણમાં…

વધુ વાંચો >

લિનિયસ, કૅરોલસ

લિનિયસ, કૅરોલસ (જ. 27 મે 1707, રાશુલ્ટ; અ. 10 જાન્યુ. 1778, ઉપસાલા) : સ્વીડનના પ્રખ્યાત પ્રકૃતિવિદ અને વર્ગીકરણવિજ્ઞાની. તેમણે સજીવોની પ્રજાતિ (genera) અને જાતિ(species)ને વ્યાખ્યાયિત કરવા માટેના સૌપ્રથમ વાર સિદ્ધાંતો આપ્યા અને તેમનું નામકરણ કરવા દ્વિનામી-નામકરણ (binomial nomenclature) પદ્ધતિ આપી. તેઓ નીલ્સ લિનિયસ નામના ખ્રિસ્તી પાદરીના પુત્ર હતા. તેઓ આઠ…

વધુ વાંચો >