વનસ્પતિરોગશાસ્ત્ર

રૂપલાં

રૂપલાં : ભારતીય કપાસની એક ગૌણ જીવાત. તેની પાંખો સફેદ રૂપા જેવા ચળકતા રંગની હોવાથી તેને ‘રૂપલાં’ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્યત્વે કપાસમાં નુકસાન કરતી આ જીવાત ભીંડા, અંબાડી અને હૉલિહૉક પર પણ નભે છે. તે ઑક્ઝિકારેનસ લેટસના વૈજ્ઞાનિક નામે ઓળખાય છે. તેનો સમાવેશ અર્ધપક્ષ(hemiptera) શ્રેણીના લાયજિડી કુળમાં કરવામાં આવેલ…

વધુ વાંચો >

લંબ આંજિયો

લંબ આંજિયો : જુવારના પાકમાં ફૂગથી દાણાનો થતો રોગ. વિશેષત: આ લંબ આંજિયો સંકર જાતોમાં જોવા મળે છે. ડૂંડું નીકળ્યા બાદ ડૂંડાના છૂટાછવાયા દાણામાં ફૂગનું આક્રમણ થતાં દાણો ભરાતો નથી; જ્યારે દાણા પર ફૂગના બીજાણુઓ કાળા પાઉડર-સ્વરૂપમાં પ્રસરે છે. ચેપિત દાણા સામાન્ય દાણા કરતાં લાંબા, નળાકાર અને છેડે અણીવાળું સ્વરૂપ…

વધુ વાંચો >

લામ વામન

લામ વામન : શેરડીને વિષાણુના ચેપથી થતો રોગ. ગુજરાત રાજ્યમાં ક્યારેક લામ પાકમાં જોવા મળે છે. આ રોગનું આક્રમણ રોપેલા છોડમાં થતાં તેમની વૃદ્ધિ અટકી જાય છે. જોકે રોપેલા છોડ કાપી લીધા બાદ લામ બિલકુલ વૃદ્ધિ પામતો નથી. રોગિષ્ઠ છોડ કરતાં તંદુરસ્ત છોડમાં ફૂટ વધુ જોવા મળે છે. છોડની આંતરગાંઠો…

વધુ વાંચો >

લાલ અને કાળાં મરિયાં

લાલ અને કાળાં મરિયાં : Aulacophora foveicollis, A. atripennis અને A. atevensiના વૈજ્ઞાનિક નામે ઓળખાતી કીટકીય જીવાતો. ઢાલપક્ષ (Coleopfera) શ્રેણીનાં ક્રાયસોમેલીડી કુળ(family)માં તેનો સમાવેશ થયેલ છે. દૂધી, કોળું, ગલકી અને અન્ય વેલાવાળાં શાકભાજીમાં તેનો ઉપદ્રવ થતો હોય છે. આવા પાકો ઉગાડતા ભારતના વિવિધ પ્રદેશોમાં તેનો ફેલાવો જોવા મળે છે. મરિયાં…

વધુ વાંચો >

લાંગના રોગો

લાંગના રોગો : લાંગ (Lathyrus sativus grass-pea) નામના કઠોળને થતા રોગો. લાંગ દેખાવમાં વટાણા જેવો હોય છે. તેના બીજમાં આવેલ ચરબી-તેલ ઝેરી હોવાથી વારંવાર તેનું પ્રાશન કરનાર વ્યક્તિ મોટેભાગે કલયખંડ (lathyrism) રોગથી પીડાય છે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં લાંગમાં રહેલાં ઝેરી રસાયણો દૂર કરવાનું સંશોધન ચાલુ છે. ફૂગના ચેપથી લાંગમાં સુકારો…

વધુ વાંચો >

લીફ રોલ

લીફ રોલ : તમાકુ, પપૈયાં, ટમેટાં અને અન્ય શાકભાજીના પાકોમાં થતા વિષાણુજન્ય રોગો. ચેપને લીધે છોડ ઉપર કિનારીએથી નાનાં પાન વળેલાં દેખાય છે. તેમને અંગ્રેજીમાં leaf-roll તરીકે ઓળખવામાં આવે છે. આ રોગનો ફેલાવો ચૂસિયાં પ્રકારની જીવાત (sucking insects) કરે છે. આ જીવાતને સૂકું અને ઠંડું વાતાવરણ વધુ માફક આવતું હોવાથી…

વધુ વાંચો >

લીંબુના રોગો

લીંબુના રોગો : લીંબુના પાકને નુકસાન પહોંચાડતા વિવિધ પ્રકારના રોગો. આ રોગોમાં ગુંદરિયો, બળિયાનાં ટપકાં, ડાયબેક (ઉત્તી મૃત્યુ) અને જસત-તત્વની ઊણપથી થતો મોટલ લીફનો સમાવેશ થાય છે. મધ્ય અને ઉત્તર ગુજરાત કાગદી લીંબુની ખેતી માટે જાણીતું છે. લીંબુનું વધુ અને સારું ઉત્પાદન મેળવવા તેના બગીચાઓની સફાઈ, ખેડ તથા યોગ્ય સમયે…

વધુ વાંચો >

લીંબુનું પતંગિયું

લીંબુનું પતંગિયું : ભારતની લીંબુની તમામ જાતો પર તેમજ રુટેસી કુળનાં બધાં વૃક્ષો પર રહીને નુકસાન કરતાં પતંગિયાંની એક જાત. તેનો સમાવેશ રોમપક્ષ (lepidoptera) શ્રેણીના Papillionidae કુળમાં થયેલું છે. શાસ્ત્રીય નામ : Papillio demoleus. પતંગિયું દેખાવે સુંદર હોય છે. પુખ્ત પતંગિયું 28 મિમી. લાંબું હોય છે, જ્યારે તેની પથરાયેલી પાંખો…

વધુ વાંચો >

લેઇસ વિંગ બગ

લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…

વધુ વાંચો >

લેટ્યુસ(Lettuce)ના રોગો

લેટ્યુસ(Lettuce)ના રોગો : ‘વિલાયતી સલાડ’ નામે ઓળખાતા શાકભાજી વર્ગના એક પાકને થતા રોગો. ખાસ કરીને ઠંડા પ્રદેશમાં તેનો ઉછેર થાય છે. તેના છોડને થતા રોગોમાં પાનનો કાલવ્રણ, ભૂકીછારો, તડછારો, ભૂખરો સડો, ગેરુ, સર્કોસસ્પૉરા, પાનનાં ટપકાં અને મોઝેક જેવા રોગોનો સમાવેશ થાય છે. 1. કાલવ્રણ : ફૂગથી થતો આ રોગ ‘બંદૂકનાં…

વધુ વાંચો >