રાજ્યશાસ્ત્ર
લેનિન, વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ
લેનિન, વ્લાદિમિર ઇલિચ ઇલિયાનૉવ (જ. 22 એપ્રિલ 1870, સિમ્બિકર્સ, રશિયા; અ. 21 જાન્યુઆરી 1924, ગૉર્કી મૉસ્કો) : માર્કસવાદી વિચારસરણીને વરેલા વિશ્વના મહાન ક્રાંતિકારી નેતા, સોવિયેત સંઘના પ્રથમ સમાજવાદી શાસક, રશિયાના બોલ્શેવિક (સામ્યવાદી) પક્ષના સંસ્થાપક તથા માર્કસવાદી-લેનિનવાદી વિચારસરણીના પ્રવર્તક. રશિયાની પોલીસને થાપ આપવા મૂકવા માટે 1901માં તેમણે લેનિન નામ ધારણ કર્યું…
વધુ વાંચો >લેવલર્સ
લેવલર્સ : ઈ. સ. 1646-47 દરમિયાન અસ્તિત્વમાં આવેલું ઇંગ્લૅન્ડનું ઉદ્દામવાદી રાજકીય આંદોલન. ઇંગ્લૅન્ડમાં પ્રથમ ગૃહયુદ્ધના અંતે આ આંદોલન ચાલ્યું. તેના નેતા જૉન લીલબર્ન (1614-1657) અને સર જૉન વિલ્ડમન (1621-1693) હતા. આ બંને સભ્યો વ્યાપાર સાથે સંકળાયેલા હતા. રિપબ્લિકન અને ડેમોક્રૅટિક પક્ષનાં જૂથોના કેટલાક સભ્યો પણ લેવલર્સ હતા. આ જૂથોએ મુખ્યત્વે…
વધુ વાંચો >લેસેપ્સ, ફર્ડિનાન્ડ મારી
લેસેપ્સ, ફર્ડિનાન્ડ મારી (જ. 19 નવેમ્બર 1805; અ. 7 ડિસેમ્બર 1894) : ફ્રાન્સના સુએઝ નહેરના નિર્માતા અને રાજદ્વારી પુરુષ. 1825માં કારકિર્દીના પ્રારંભ વખતે તેમણે ફ્રેન્ચ સરકારની વિદેશસેવામાં જોડાઈ અનેક દેશોમાં રાજદૂત તરીકે સેવા બજાવી. તેમાં ઍલેક્ઝાન્ડ્રિયા, કેરો અને રોમનો પણ સમાવેશ થતો હતો. આ રીતે તેમણે રાજદ્વારી તરીકે 24 વર્ષ…
વધુ વાંચો >લૅંકેસ્ટર વંશ
લૅંકેસ્ટર વંશ : ઇંગ્લૅન્ડની રાજગાદીએ 1399થી 1461 દરમિયાન શાસન કરનાર રાજવંશ. હેનરી-4એ તેની સ્થાપના કરી હતી. હેનરી-4 શાહી કુટુંબનો જ વારસ હતો. તેનો પિતા જૉન ઑવ્ ગોન્ટ ઇંગ્લૅન્ડના પ્લેન્ટેજિનેટ વંશ(ઈ. સ. 1154-1399)ના એડવર્ડ3 (1327-77)નો પુત્ર હતો. એડવર્ડ-3ના રાજવંશનું રાજચિહન ‘પીળા ફૂલની સાવરણી’ (લૅટિન : પ્લાન્ટા જેનિટા) હોવાથી વંશ એ નામે…
વધુ વાંચો >લૅંગ, ડેવિડ રસેલ
લૅંગ, ડેવિડ રસેલ (જ. 4 ઑગસ્ટ 1942, ઓટોહુહુ, ઑકલૅન્ડ, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ધારાશાસ્ત્રી અને રાજકારણી. ડાબેરી વિચારસરણી ધરાવતા તબીબ પિતાના સંતાન તરીકે ગરીબો પ્રત્યે તેમને ભારે હમદર્દી હતી. 25 વર્ષની વયે એક વર્ષ માટે તેઓ લંડન ગયા. 1970માં ઑકલૅન્ડ યુનિવર્સિટીમાંથી કાયદાના સ્નાતકની પદવી મેળવ્યા બાદ તેમણે ધીકતા કાનૂની વ્યવસાયમાં પ્રવેશવાને…
વધુ વાંચો >લૉઇડ, જ્યૉર્જ
લૉઇડ, જ્યૉર્જ (જ. 17 જાન્યુઆરી 1863, મૅન્ચેસ્ટર; અ. 26 માર્ચ 1945, ટાઇન્યુઇડ, વેલ્સ, ઇંગ્લૅન્ડ) : ઉદ્દામવાદી બ્રિટિશ મુત્સદ્દી તથા ઇંગ્લૅન્ડના પૂર્વ પ્રધાનમંત્રી. પિતા પ્રાથમિક શાળાના મુખ્ય અધ્યાપક હતા તથા માતા બૅપ્ટિસ્ટ મિનિસ્ટરનાં પુત્રી હતાં. પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ચૌદ વર્ષની ઉંમરે સોલિસિટરના વ્યવસાયમાં દાખલ થયા અને એકવીસ…
વધુ વાંચો >લોકઅભિપ્રાય
લોકઅભિપ્રાય : દેશની મોટાભાગની પ્રજાનો કોઈ એક બાબત પરત્વેનો અભિપ્રાય-મત. લોકશાહીમાં અંતિમ સત્તા લોકો પાસે હોય છે. લોકો જેને ઇચ્છે તેને સત્તાનાં સૂત્રો સોંપી શકે છે. સામાન્ય ચૂંટણીમાં જે રાજકીય પક્ષ સૌથી વધુ પ્રમાણમાં લોકોના મત મેળવે છે તે સત્તાસ્થાને આવે છે. લોકોના મત વધુ ને વધુ પ્રમાણમાં મેળવવા માટે…
વધુ વાંચો >લોકદળ
લોકદળ : ભારતના ઉત્તરપ્રદેશનો એક નાનો રાજકીય પક્ષ. ભારતીય રાજકારણમાં 1967માં ઉત્તરપ્રદેશમાં સ્થપાયેલ ભારતીય ક્રાંતિદળે લોકદળ તરીકે 1979માં નવું રૂપ ધારણ કર્યું. આ પક્ષના નેતા ચૌધરી ચરણસિંગે ઉત્તરપ્રદેશ કૉંગ્રેસમાંથી છૂટા પડી શરૂઆતમાં પ્રાદેશિક પક્ષ ભારતીય ક્રાંતિદળની રચના કરી હતી. તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં પહોંચેલા કિસાન-નેતા હતા. આર્યસમાજી અને ગ્રામ-અગ્રણીમાંથી આવેલા આ…
વધુ વાંચો >લોકપાલ
લોકપાલ : સરકારના વહીવટીતંત્ર વિરુદ્ધ થતી જાહેર ફરિયાદોના નિવારણ માટેનો એકમ. રાજકીય અને વહીવટીતંત્રની સમસ્યાઓમાં ભ્રષ્ટાચાર એક ધ્યાનાકર્ષક સમસ્યા સ્વરૂપે પ્રાચીન સમયથી વિશ્વનાં રાજ્યોમાં જોવા મળે છે. આધુનિક લોકશાહી રાજ્યોમાં શાસનતંત્રો ઉપર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રના અંકુશ રહેલા હોય છે. આમ છતાં લાંચ-રુશવત, લાગવગ, રેઢિયાળ વહીવટ અને અન્ય ગેરરીતિઓ જોવા…
વધુ વાંચો >લોકપૃચ્છા (referendum)
લોકપૃચ્છા (referendum) : કોઈ સાર્વજનિક મહત્વના પ્રશ્ન વિશે નિર્ણય લેતા પહેલાં લોકોને પૂછવું તે. લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ કોઈ નિર્ણય લે તેને બદલે ખુદ લોકો જ તેના પર વિચાર કરીને પોતાનો અભિપ્રાય જણાવે, એ એમાં અભિપ્રેત છે. આ પદ્ધતિને પ્રત્યક્ષ લોકશાહીની પદ્ધતિ કહેવામાં આવે છે. [પ્રત્યક્ષ લોકશાહીની બીજી પદ્ધતિઓમાં લોકમત…
વધુ વાંચો >