રાજ્યશાસ્ત્ર

નૉર્વે

નૉર્વે ઉત્તર યુરોપના સ્કૅન્ડિનેવિયન દ્વીપકલ્પમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાનની દૃષ્ટિએ તે 57° 53´થી 71° 0´ ઉ. અ. અને 5° 0´થી 31° 15´  પૂ. રે. વચ્ચે આવેલો છે. સ્વાલબાર્ડ અને યાન માઇએન ટાપુ સહિત તેનું કુલ ક્ષેત્રફળ 3,23,895 ચોકિમી. જેટલું છે. ઉત્તરે આર્ક્ટિક મહાસાગરનો બેરન્ટ્સ સમુદ્ર, વાયવ્ય તેમજ પશ્ચિમે નૉર્વેજિયન સમુદ્ર…

વધુ વાંચો >

ન્યેરેરે, જુલિયસ કે.

ન્યેરેરે, જુલિયસ કે. (જ. 13 એપ્રિલ 1922, બુટિયામા, ટાન્ઝાનિયા અ. 14 ઑક્ટોબર 1999, લંડન, યુ. કે.) : ટાન્ઝાનિયાની સ્વાધીનતા- ચળવળના પિતા, તે દેશના નિવૃત્ત પ્રમુખ, આફ્રિકાના નિર્ભીક સ્વતંત્ર વિચારક તથા આફ્રિકન સમાજવાદના પ્રણેતા. તેમનો જન્મ વિક્ટોરિયા સરોવરના પૂર્વ કિનારા તરફના બુટિયોના નગરની બાજુના ગામડામાં થયો હતો. પિતા ઝાંકી આદિમ લોકજાતિના…

વધુ વાંચો >

પક્ષપલટો

પક્ષપલટો : સામાન્ય રીતે પ્રત્યક્ષ અથવા પરોક્ષ લાભ માટે એક રાજકીય પક્ષનો ત્યાગ કરી બીજા પક્ષમાં જોડાવું તે. અલબત્ત, રાજકીય પક્ષની ફેરબદલી બે સ્વરૂપની હોઈ શકે : (1) સિદ્ધાંતનિષ્ઠ યા વિધેયાત્મક ફેરબદલી. વ્યક્તિ કોઈ એક રાજકીય પક્ષ સાથે સંકળાયેલી હોય અને વ્યક્તિના રાજકીય વિચારોમાં પરિવર્તન આવે ત્યારે મૂળ પક્ષમાંથી રાજીનામું…

વધુ વાંચો >

પગવોશ કૉન્ફરન્સીઝ ઑન સાયન્સ ઍન્ડ વર્લ્ડ અફેર્સ

પગવોશ કૉન્ફરન્સીઝ ઑન સાયન્સ ઍન્ડ વર્લ્ડ અફેર્સ (Pugwash Conferences on Science and World Affairs) : 1995માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર સંસ્થા. 1955માં રસેલ-આઇન્સ્ટાઇન દ્વારા પરમાણુ-નિ:શસ્ત્રીકરણ અંગે જાહેરનામું બહાર આવ્યા પછી 1957માં બર્ટ્રાન્ડ રસેલ અને જૉસેફ રોટબ્લાટ દ્વારા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં પરમાણુ-નિ:શસ્ત્રીકરણ અંગે સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થાને તેના સ્થાપક- સભ્ય જૉસેફ રોટબ્લાટ…

વધુ વાંચો >

પટનાયક, નવીન

પટનાયક, નવીન  ( જ. 16 ઑક્ટોબર, 1946 -) : ભારતના પીઢ રાજકારણી અને ઓડિશાના 1998થી અત્યાર સુધી મુખ્યમંત્રી. તેઓ ઓડિશાની સાથે ભારતનાં કોઈ પણ રાજ્યમાં સૌથી લાંબો સમય મુખ્યમંત્રી તરીકે શાસન કરનારાઓ રાજકારણીઓ પૈકીનાં એક. એટલું જ નહીં બે દાયકાથી વધારે સમય સુધી સતત પાંચ વાર ચૂંટણીમાં વિજય મેળવનાર પવન…

વધુ વાંચો >

પટનાયક, બીજુ

પટનાયક, બીજુ (જ. 5 માર્ચ, 1916; અ. 17 એપ્રિલ, 1997) :  સ્વતંત્રતાસેનાની, પાયલોટ, ઉદ્યોગપતિ, રાજકારણી. બીજુ પટનાયક રાષ્ટ્રીય એકતા, લોકશાહી, પંથનિરપેક્ષતા અને સામ્રાજ્યવાદના અંત એમ ચાર સિદ્ધાંતોના હિમાયતી હતા. 1961થી 63 અને 1990થી 95 એમ બે વાર ઓડિશાના મુખ્યમંત્રી. પિતા લક્ષ્મીનારાયણ પટનાયક અને માતા આશાલતા દેવી. પાથમિક શિક્ષણ કટકમાં મિશન…

વધુ વાંચો >

પટવર્ધન, અચ્યુત સીતારામ

પટવર્ધન, અચ્યુત સીતારામ (જ. 5 ફેબ્રુઆરી 1905, અહમદનગર; અ. 5 ઑગસ્ટ 1992, વારાણસી) : સ્વતંત્રતાસેનાની, સમાજવાદી નેતા અને અગ્રણી ચિંતક. પિતા હરિ કેશવ પટવર્ધન અહમદનગર ખાતે વકીલ હતા. તેમના છ પુત્રોમાં અચ્યુત બીજા ક્રમે હતા. અચ્યુત જ્યારે ચાર વર્ષના હતા ત્યારે નિવૃત્ત નાયબ શિક્ષણાધિકારી સીતારામ પટવર્ધને તેમને દત્તક લીધા. અચ્યુતનું…

વધુ વાંચો >

પટવારી, પ્રભુદાસ બાલુભાઈ

પટવારી, પ્રભુદાસ બાલુભાઈ (જ. 24 જુલાઈ 1909, ધંધૂકા; અ. 20 નવેમ્બર 1985, અમદાવાદ) : ગાંધીવાદી કાર્યકર તથા રાજપુરુષ. પિતા બાલુભાઈ ગોરધનદાસ. માતા મણિબહેન. પત્ની સવિતાબહેન; સંતાનમાં એક પુત્રી. અમદાવાદમાં પ્રીતમનગરમાં નિવાસ. પાછળથી પરિમલ સોસાયટીમાં રહેવા ગયા. ગાંધીજી પ્રત્યે તેમનું આકર્ષણ સ્વાભાવિક હતું, કારણ કે નાની વયથી સત્ય માટે આગ્રહી સ્વભાવના…

વધુ વાંચો >

પટેલ, આનંદીબહેન

પટેલ, આનંદીબહેન (જ. 21 નવેમ્બર 1941, ખરોડ, વિજાપુર તાલુકો, મહેસાણા જિલ્લો) : ગુજરાત રાજ્યનાં 15માં મુખ્યમંત્રી અને રાજ્યનાં સૌપ્રથમ મહિલા મુખ્યમંત્રી, તેમનો કાર્યકાળ 22 મે, 2014થી 7 ઑગસ્ટ, 2016નો રહ્યો. તેમણે એમ.એસસી. સુધીનો અભ્યાસ કર્યો અને સુવર્ણચંદ્રક મેળવ્યો. ત્યાર પછી એમ.ઍડ.ની પદવી પ્રાપ્ત કરી. ખેડૂત કુટુંબની કન્યા તરીકે અભ્યાસ માટે…

વધુ વાંચો >

પટેલ, ઈશ્વરભાઈ જીવરામભાઈ

પટેલ, ઈશ્વરભાઈ જીવરામભાઈ (જ. 30 સપ્ટેમ્બર 1934, ઊંઝા; અ. 26 ડિસેમ્બર 2010, અમદાવાદ) : સમાજસેવાક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગાંધીવાદી રચનાત્મક કાર્યકર. માતાનું નામ મેનાબહેન. ખેડૂત પરિવારમાં જન્મ. શરૂઆતનું શિક્ષણ ઊંઝા ખાતે. ત્યાંની માધ્યમિક શાળાના વિદ્યાર્થી તરીકે મૅટ્રિકની પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવ્યો. ત્યારબાદ સમાજશાસ્ત્ર મુખ્ય વિષય સાથે એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે ગુજરાત…

વધુ વાંચો >