રાજ્યશાસ્ત્ર

દેસાઈ, મોરારજી રણછોડજી

દેસાઈ, મોરારજી રણછોડજી (જ. 29 ફેબ્રુઆરી 1896, ભદેલી, જિ. વલસાડ; અ. 1૦ એપ્રિલ 1995, મુંબઈ) : જવાહરલાલ નેહરુ, લાલબહાદુર શાસ્ત્રી અને ઇંદિરા ગાંધી પછી ભારતના ચોથા વડાપ્રધાન. તેઓ પ્રથમ બિનકૉંગ્રેસી વડાપ્રધાન હતા. માર્ચ, 1977થી જુલાઈ, 1979 દરમિયાન સવાબે વરસનો એમનો શાસનકાળ જેમ લોકશાહી રાજકારણની પુન:પ્રતિષ્ઠા માટે નોંધપાત્ર છે તેમ પ્રમાણમાં…

વધુ વાંચો >

દેસાઈ, વાલજી ગોવિંદજી

દેસાઈ, વાલજી ગોવિંદજી (જ. 4 ડિસેમ્બર 1892, જેતપુર, સૌરાષ્ટ્ર; અ. 22 ડિસેમ્બર 1982, પુણે, મહારાષ્ટ્ર) : સ્વાતંત્ર્યસૈનિક, ગાંધીજીના અંતેવાસી અને લેખક. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જેતપુર, રાજકોટ તથા વાંકાનેરમાં લીધું હતું. બંગભંગ(19૦5)ના આંદોલન-સમયે તેમનામાં દેશભક્તિ જાગ્રત થઈ. ક્રાંતિકારી ખુદીરામ બોઝને ફાંસીની સજા થઈ ત્યારે તેમણે તેના વિરોધમાં શાળામાં હડતાલ…

વધુ વાંચો >

દેસાઈ, (ડૉ.) હરિપ્રસાદ વ્રજરાય

દેસાઈ, (ડૉ.) હરિપ્રસાદ વ્રજરાય (જ. 2૦ નવેમ્બર 188૦, ગોધરા, જિ. પંચમહાલ; અ. 31 માર્ચ 195૦, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી સ્વાતંત્ર્યસૈનિક અને અમદાવાદના ઉમદા સામાજિક કાર્યકર. શાળેય શિક્ષણ અમદાવાદમાં થયું. પછી અમદાવાદની બી. જે. મેડિકલ સ્કૂલમાં અભ્યાસ કરી કોલકાતા યુનિવર્સિટીમાંથી 1906માં  એલ.સી.પી.એસ. થઈને ડૉક્ટર બન્યા હતા. પૂર્વજો મૂળ અલીણા ગામના…

વધુ વાંચો >

દેસાઈ, હિતેન્દ્રભાઈ કનૈયાલાલ

દેસાઈ, હિતેન્દ્રભાઈ કનૈયાલાલ (જ. 9 ઑગસ્ટ 1915, સૂરત; અ. 12 સપ્ટેમ્બર 1993, અમદાવાદ) : ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. પિતા કનૈયાલાલ જમીનદાર. તેઓ વ્યવહારજગતમાં કાનજીભાઈને નામે ઓળખાતા અને માતા માલવિકાબહેન રાધાબહેનના નામે ઓળખાતાં. ચાર સંતાનોમાં હિતેન્દ્રભાઈ સૌથી નાના. બાળપણમાં એ ક્રિકેટના શોખીન. ફાસ્ટ બૉલર તરીકે માન પામેલા. કાનજીભાઈનું આખું કુટુંબ દેશપ્રેમી…

વધુ વાંચો >

દોલ્ચી, દાનીલો

દોલ્ચી, દાનીલો (જ. 28 જૂન 1924, સેસાના, ઇટાલી; અ. 30 ડિસેમ્બર 1997, પાર્ટિનિકો, ઇટાલી) : કવિપ્રકૃતિના ગૂઢવાદી ઇટાલિયન લેખક, સમાજસુધારક અને કર્મશીલ નેતા. મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલ દોલ્ચીની માતા મેલી કૉન્ટેલી સ્વભાવે ધાર્મિક અને સંગીત પ્રત્યે અભિરુચિ ધરાવતી હતી. પિતા સિનોર એનરિકો નિરાળી ધાર્મિક પ્રકૃતિ ધરાવતા હતા. ગામડા પ્રત્યે માયા…

વધુ વાંચો >

દોવાલ, અજિત

દોવાલ, અજિત (જ. 20 જાન્યુઆરી, 1945, પૌડી ગઢવાલ) : ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનડીએ). 30 મે, 2014ના રોજ ભારતના પાંચમા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂક. હાલ ઉત્તરાખંડના અને તત્કાલીન સંયુક્ત પ્રાંતના પૌડી ગઢવાલમાં જન્મ. પિતા ભારતીય સેનામાં અધિકારી મેજર ગુનાનાદ એન દોવલ. પ્રાથમિક શિક્ષણ રાજસ્થાનના અજમેરની અજમેર…

વધુ વાંચો >

દોશી, બાબુભાઈ

દોશી, બાબુભાઈ (જ. 21 મે 1919, મોનપુર, મહુવા, ગુજરાત) : પ્રખર ક્લાસંસ્કારવિદ, ઊડિસી નૃત્યકલા અને સંસ્કૃતિમાં ગણનાપાત્ર યશસ્વી યોગદાન દ્વારા રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ભારતના પૂર્વાંચલ પ્રદેશના અગ્રણી ગુજરાતી. ધર્મ, કલા, ઉદ્યોગ, સંસ્કૃતિ, સમાજસેવા, શિક્ષણ અને રાજકારણ જેવાં વિવિધ ક્ષેત્રોમાં અગત્યનું પ્રદાન. અડધી સદી ઉપરાંત એક ગુજરાતી તરીકે ઓરિસામાં પરપ્રાંતના…

વધુ વાંચો >

દ્રવિડ મુનેત્ર કળગમ

દ્રવિડ મુનેત્ર કળગમ (D.M.K.) : ભારતમાં પ્રાદેશિકવાદના ધોરણે ઊભી થયેલી પ્રથમ ચળવળ. 5 જૂન, 1960ના રોજ દ્રવિડ મુનેત્ર કળગમ ચળવળે અલગ તમિળનાડુ રાજ્યની રચનાની માંગણી સાથે ચેન્નાઈમાં મોટા પાયા પર ચળવળ અને આંદોલન શરૂ કર્યાં. તેમણે તમિળનાડુને બાદ કરીને ભારતના નકશાઓની જાહેરમાં હોળી કરી. આગળ જતાં આ દ્રવિડ મુનેત્ર કળગમ…

વધુ વાંચો >

દ્વિગૃહી ધારાસભા

દ્વિગૃહી ધારાસભા : બે ગૃહો ધરાવતી ધારાસભા. જે ધારાસભામાં માત્ર એક જ ગૃહ હોય છે તેને એકગૃહી અને જેને બે ગૃહો હોય છે તેને દ્વિગૃહી ધારાસભા કહેવામાં આવે છે. જે રાજ્યમાં દ્વિગૃહી પદ્ધતિ પ્રવર્તતી હોય છે ત્યાં ધારાસભાના પ્રથમ ગૃહને નીચલું અને બીજાને ઉપલું ગૃહ કહેવામાં આવે છે. ભારત, ઇંગ્લૅન્ડ,…

વધુ વાંચો >

દ્વિવેદી, સુરેન્દ્રનાથ

દ્વિવેદી, સુરેન્દ્રનાથ (જ. 11 ફેબ્રુઆરી 1913, ખાંડસાહી, જિલ્લો કટક, ઓરિસા; અ. 1 ઑક્ટોબર 2001) : સ્વાતંત્ર્યસેનાની, પત્રકાર તથા અગ્રણી રાજદ્વારી નેતા. કટકમાં રેવનશા કૉલેજિયેટ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન 1930ની સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થતાં અભ્યાસ છોડી સ્વાતંત્ર્યની ચળવળમાં જોડાયા. પાછળથી રાજકીય પ્રવૃત્તિની સાથે સાથે તેમણે વિસ્તૃત વાચન કર્યું. સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ…

વધુ વાંચો >