રાજ્યશાસ્ત્ર
દેસાઈ, ખંડુભાઈ કસનજી
દેસાઈ, ખંડુભાઈ કસનજી (જ. 23 ઑક્ટોબર 1898, વલસાડ; અ. 17 એપ્રિલ 1975, અમદાવાદ) : ગાંધીવાદી મજૂરનેતા. સ્વાતંત્ર્ય-સૈનિક. ખંડુભાઈનો જન્મ અનાવિલ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા પ્રામાણિક સરકારી અધિકારી હતા. તેમની માતા જમનાબહેને ખંડુભાઈને સાદાઈથી સ્વમાન સહિત જીવતાં શીખવ્યું હતું. ખંડુભાઈનાં લગ્ન માત્ર 13 વર્ષની વયે પાર્વતીબહેન સાથે થયાં. તેમને…
વધુ વાંચો >દેસાઈ, ગોપાળદાસ અંબાઈદાસ; દરબાર
દેસાઈ, ગોપાળદાસ અંબાઈદાસ; દરબાર (જ. 19 ડિસેમ્બર 1887, વસો, તા. નડિયાદ; અ. 5 ડિસેમ્બર 1951, રાજકોટ) : ગુજરાતના અગ્રણી સ્વાતંત્ર્ય-સૈનિક તથા પ્રગતિશીલ રાજવી. મોસાળ વસોમાં દત્તક લેવાયા. નાનાના અવસાન પછી તેઓ ઢસા, રાયસાંકળી તથા વસોની જાગીરના માલિક બન્યા. તેમનાં પ્રથમ પત્ની ચંચળબાના અવસાન બાદ લીંબડીના દીવાન ઝવેરભાઈ નાથાભાઈ દેસાઈની પુત્રી…
વધુ વાંચો >દેસાઈ, ચંદુલાલ મણિલાલ
દેસાઈ, ચંદુલાલ મણિલાલ (જ. 26 સપ્ટેમ્બર 1882, અમદાવાદ; અ. 30 ઑગસ્ટ 1968, ભરૂચ) : સ્વાતંત્ર્યસૈનિક, સમાજસેવક, ગાંધીજીના અનુયાયી, પત્રકાર અને કવિ. તેમના પિતા મણિલાલ પાલનપુર રાજ્યના ચીફ મેડિકલ ઑફિસર હતા. માતા ધનલક્ષ્મી ધાર્મિક વૃત્તિ ધરાવતાં. ચંદુલાલે પ્રાથમિક શિક્ષણ પાલનપુર તથા અમદાવાદમાં લીધું. 1906માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરીને અમદાવાદની ગુજરાત કૉલેજમાં…
વધુ વાંચો >દેસાઈ, ઠાકોરભાઈ મણિભાઈ
દેસાઈ, ઠાકોરભાઈ મણિભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1903, વેગામ, દક્ષિણ ગુજરાત; અ. 15 જૂન 1971, અમદાવાદ) : ગાંધીવાદી સ્વાતંત્ર્યસેનાની. કૉંગ્રેસના આગેવાન. ઠાકોરભાઈએ પ્રાથમિક શિક્ષણ વેગામની શાળામાં તથા માધ્યમિક શિક્ષણ ભરૂચ અને થાણાની હાઈસ્કૂલમાં લીધું હતું. 1919માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરીને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં દાખલ થયા. સરકારી કૉલેજો છોડવાની ગાંધીજીની…
વધુ વાંચો >દેસાઈ, દિનકરરાવ નરભેરામ
દેસાઈ, દિનકરરાવ નરભેરામ (જ. 1 જુલાઈ 1889, ગોધરા, જિ. પંચમહાલ; અ. 21 એપ્રિલ 1959, મુંબઈ) : સ્વાતંત્ર્યસેનાની. કૉંગ્રેસ-પક્ષના નેતા. મુંબઈ રાજ્યના શિક્ષણ, કાયદો અને નાગરિક પુરવઠા મંત્રી. ભરૂચમાં માધ્યમિક શિક્ષણ લીધા બાદ દિનકરરાવ મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1910માં બી. એ. તથા 1912માં એમ.એ. થયા. 1913માં એલએલ.બી. થઈને તેમણે ભરૂચમાં વકીલાત…
વધુ વાંચો >દેસાઈ, નારાયણ મહાદેવભાઈ
દેસાઈ, નારાયણ મહાદેવભાઈ (જ. 24 ડિસેમ્બર 1924, વલસાડ; અ. 15 માર્ચ 2૦15, વેડછી) : ગાંધીવાદી રચનાત્મક અને ભૂદાન કાર્યકર, લેખક અને યુવકોના નેતા. તેમના પિતાશ્રી મહાદેવભાઈ મહાત્મા ગાંધીના અંગત મંત્રી અને સ્વાતંત્ર્યસૈનિક હતા. તેમનાં માતા દુર્ગાબહેન પણ સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન બે વાર જેલમાં ગયાં હતાં. નારાયણ બાળપણમાં ગાંધીજી સાથે સાબરમતી તથા…
વધુ વાંચો >દેસાઈ, નીરુભાઈ
દેસાઈ, નીરુભાઈ (જ. 13 જાન્યુઆરી 1912, અમદાવાદ; અ. 1 ડિસેમ્બર 1993, અમદાવાદ) : જાણીતા ગુજરાતી પત્રકાર, સ્વાતંત્ર્યસેનાની અને જાહેર કાર્યકર. નીરુભાઈનો જન્મ મધ્યમ વર્ગના બ્રહ્મક્ષત્રિય કુટુંબમાં થયો હતો. તે ગુજરાત કૉલેજમાં અભ્યાસ કરતા હતા તે દરમિયાન 1929માં પ્રિન્સિપાલ શીરાઝ સામેની વિદ્યાર્થીઓની હડતાળમાં તેમણે ભાગ લીધો હતો. તે કૉલેજની વિદ્યાર્થી સમિતિના…
વધુ વાંચો >દેસાઈ, ભૂલાભાઈ જીવણજી
દેસાઈ, ભૂલાભાઈ જીવણજી (જ. 13 ઑક્ટોબર 1877, ચીખલી, જિ. વલસાડ; અ. 6 મે 1946, મુંબઈ) : પ્રખર ધારાશાસ્ત્રી, સ્વાતંત્ર્યસેનાની, કૉંગ્રેસના નેતા. તેમના પિતા જીવણજી વકીલ હતા અને વકીલાત કરવા વલસાડમાં વસ્યા હતા. ભૂલાભાઈ 1895માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરીને મુંબઈમાં એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા. તેમણે બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરીને વર્ડ્ઝવર્થ…
વધુ વાંચો >દેસાઈ, મણિભાઈ ભીમભાઈ
દેસાઈ, મણિભાઈ ભીમભાઈ (જ. 27 એપ્રિલ 192૦; અ. 14 નવેમ્બર 1993, પુણે) : ગાંધીવાદી રચનાત્મક કાર્યકર. સ્વાતંત્ર્યસૈનિક. વતન કોસમાડા, જિલ્લો સૂરત. પિતા ખેતી કરતા. માતાનું નામ રામીબહેન. મૅટ્રિકની પરીક્ષા પસાર કરી 1938માં. સૂરતમાં વિજ્ઞાનની કૉલેજમાં જોડાયા; પરંતુ ગાંધીજીના પ્રભાવથી, છેલ્લા વર્ષમાં અભ્યાસ છોડી, 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં જોડાયા. ભૂગર્ભમાં રહી…
વધુ વાંચો >દેસાઈ, મહાદેવભાઈ હરિભાઈ
દેસાઈ, મહાદેવભાઈ હરિભાઈ (જ. 1 જાન્યુઆરી 1892, સરસ, જિ. સૂરત; અ. 15 ઑગસ્ટ 1942, પુણે) : મહાત્મા ગાંધીજીના અંતેવાસી, અંગત મંત્રી; શ્રેયોધર્મી પત્રકાર, ચરિત્રાત્મક સાહિત્યના સમર્થ સર્જક તથા અનુવાદક. વતની દિહેણના. પિતા હરિભાઈ સંસ્કારધર્મી સંનિષ્ઠ શિક્ષક. માતા જમનાબહેન ઊંડી ધર્મભાવનાવાળાં હિંદુ સન્નારી. મહાદેવભાઈના જીવનઘડતરમાં દાદા સુરાભાઈ, માતાપિતાનો તેમજ ગોધરાના એક…
વધુ વાંચો >