રાજ્યશાસ્ત્ર

અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ

અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ : તમિળનાડુનો મુખ્ય પ્રાદેશિક રાજકીય પક્ષ. દક્ષિણ ઉપર ઉત્તરના પ્રભાવ તથા પછાતો ઉપર બ્રાહ્મણોના પ્રભાવ સામે વિરોધ દર્શાવવા માટે આ પક્ષ સ્થપાયો હતો. મૂળ તો રામસ્વામી નાઇકરે 1925માં ‘સ્વયં મર્યાદા ઇળક્કમ્’ (આત્મગૌરવ સંઘ) સ્થાપ્યો હતો. ત્યારબાદ 1944માં નાઇકરે જસ્ટિસ પક્ષ સાથે મળીને દ્રવિડ કઝગમ (સમવાય) પક્ષની…

વધુ વાંચો >

અન્નાન કૉફી

અન્નાન, કૉફી (જ. 8 એપ્રિલ 1938, કુમાસી, ઘાના; અ. 18 ઑગસ્ટ 2018, બેર્ન, સ્વીટ્ઝર્લેન્ડ) : રાષ્ટ્રસંઘના મહામંત્રી અને બુટ્રોસ ઘાલીના ઉત્તરાધિકારી. 1997માં ઘાલીનો પ્રથમ કાર્યકાળ પૂરો થતાં બીજા કાર્યકાળ પ્રત્યે અમેરિકાએ નિષેધાત્મક સત્તા (veto) વાપરી, જેના પરિણામ રૂપે નવા મહામંત્રી તરીકે કૉફી અન્નાનની વરણી કરવામાં આવી હતી. તેઓ ઘાનાના મૂળ…

વધુ વાંચો >

અન્સારી, મોહમ્મદ હમિદ

અન્સારી, મોહમ્મદ હમિદ (જ. 1 એપ્રિલ 1937, કોલકાતા) : ઑગસ્ટ, 2007થી ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ અને ડિપ્લોમેટ, શિક્ષણકાર અને લેખક. તેમના દાદા એમ. એ. અન્સારી 1927માં કૉંગ્રેસ પ્રમુખ હતા. આમ પરાપૂર્વથી આ કુટુંબ રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં સક્રિય હતું. તેમણે ઉચ્ચ શિક્ષણ સેંટ ઝેવિયર્સ કૉલેજ કોલકાતા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ખાતે મેળવ્યું. 1961માં ભારતીય…

વધુ વાંચો >

અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન દક્ષિણ-મધ્ય એશિયામાં આવેલો દેશ. સત્તાવાર નામ : ઇસ્લામિક પ્રજાસત્તાક અફઘાનિસ્તાન. જ્યાં પ્રમુખશાહી ઇસ્લામિક પ્રજાસત્તાક સરકાર છે. વિસ્તાર : 6,52,230 ચો.કિમી. પાટનગર-કાબુલ. આ ભૂમિબંદિસ્ત દેશની ઉત્તરે તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તજાકિસ્તાન; પશ્ચિમે ઈરાન; દક્ષિણે અને પૂર્વે પાકિસ્તાન તથા ઈશાને ચીન આવેલું છે. તેને દરિયાકિનારો નથી. તેનાથી અરબી સમુદ્ર દક્ષિણે 482.7 કિમી.…

વધુ વાંચો >

અબ્દુલ રહેમાન ટુંકુ

અબ્દુલ રહેમાન ટુંકુ (જ. 8 ફેબ્રુઆરી 1903, મલાયાના અલોર સેતાર, કેડાહ, મલાયા; અ. 6 ડિસેમ્બર 1990, કુઆલાલમ્પુર, મલેશિયા) : સ્વતંત્ર મલેશિયાના પ્રથમ પ્રધાનમંત્રી અને રાજદ્વારી પુરુષ. તેમનો જન્મ કેડાહ(Kedah)ના રાજવંશમાં થયેલો હોવાથી તેમના નામ સાથે ટુંકુ એટલે કે રાજકુંવર શબ્દ કાયમ માટે સંકળાયેલો રહેલો. શરૂઆતનું શિક્ષણ મલાયા અને થાઇલૅન્ડમાં લીધા…

વધુ વાંચો >

અબ્દુલ્લા

અબ્દુલ્લા (જ. 2 ફેબ્રુઆરી 1882, મક્કા, સાઉદી અરેબિયા; અ. 20 જુલાઈ 1951, જેરુસલેમ, જોરડેન) : સ્વતંત્ર જૉર્ડનના સૌપ્રથમ શાસક (1946-51) અને મુત્સદ્દી. મૂળ નામ અબ્દ અલ્લાહ ઇબ્ન અલ-હુસેન. હેજાઝના શાસક હુસેન ઇબ્ન અલીના બીજા પુત્ર. ઇસ્તંબુલમાં શિક્ષણ મેળવેલું. 1908માં તુર્કીની ક્રાંતિ પછી ઑટોમન સંસદમાં તેમણે મક્કાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 1914માં…

વધુ વાંચો >

અબ્દુલ્લા ફારૂક

અબ્દુલ્લા, ફારૂક (જ. 21 ઑક્ટોબર 1937, શ્રીનગર) : ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યના મુખ્ય મંત્રી. એમ. બી. બી. એસ. સુધીનું શિક્ષણ શ્રીનગરમાં. શિક્ષણ પૂરું કરીને લંડન ખાતે ખાનગી મેડિકલ પ્રૅક્ટિસ શરૂ કરી. તેમના પિતા શેખ મહમ્મદ અબ્દુલ્લા જમ્મુ અને કાશ્મીર રાજ્યના મુખ્ય પ્રધાન હતા તે અરસામાં ફારૂક અબ્દુલ્લા  લંડનથી સ્વદેશ…

વધુ વાંચો >

અમેરિકા

અમેરિકા પશ્ચિમ ગોળાર્ધનો વિશાળ ભૂમિસમૂહ. તે ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાથી બનેલો છે. ભૌગોલિક સ્થાન : 750 ઉ. અ.થી 550 દ. અ. તે ઉત્તરે આર્કિટક સમુદ્રથી દક્ષિણે ઍન્ટાર્કિટકા ખંડ સુધી વિસ્તરેલો છે. (કુલ વિસ્તાર : 4,20,00,000 ચોકિમી.) અમેરિકી ભૂમિસમૂહ પૃથ્વીના પટ પર ઉત્તરદક્ષિણ લાંબામાં લાંબો ભૂમિભાગ રચે છે.…

વધુ વાંચો >

અયૂબખાન

અયૂબખાન (જ. 14 મે 1907, હજારા-ભાત; અ. 19 એપ્રિલ 1974, ઇસ્લામાબાદ પાસે) : પાકિસ્તાનના પ્રમુખ. આખું નામ મોહમ્મદ અયૂબખાન. પિતા બ્રિટિશ લશ્કરના અધિકારી હતા. અયૂબખાને અલીગઢ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ મેળવીને, સૅન્ડહર્સ્ટ ખાતેની કૉલેજમાં લશ્કરી તાલીમ લીધી હતી. 1928માં બ્રિટિશ લશ્કરમાં એક લશ્કરી અધિકારી તરીકે જોડાયેલા. બીજા વિશ્વયુદ્ધમાં (મ્યાનમાર) ખાતે એક બેટૅલિયનના…

વધુ વાંચો >

અય્યર જી. સુબ્રમણ્ય

અય્યર, જી. સુબ્રમણ્ય (જ. 19 જાન્યુઆરી 1855, તિરૂવડી, જિ. તાંજાવુર; અ. 18 એપ્રલ 1916, મદ્રાસ પ્રેસીડન્સી ઈન્ડિયા) : પ્રખર દેશભક્ત, અગ્રગણ્ય પત્રકાર તથા નીડર સમાજસુધારક. મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મ. પિતા ગણપતિ અય્યર જિલ્લા મુન્સિફ કૉર્ટમાં વકીલાત કરતા હતા. તેર વર્ષની વયે પિતાનું અવસાન થયું છતાં શિક્ષણ ચાલુ રાખ્યું. મૅટ્રિકની પરીક્ષા…

વધુ વાંચો >