રાજ્યશાસ્ત્ર

ઑંગ સાન સૂ ચી

ઑંગ સાન, સૂ ચી (જ. 19 જૂન 1945, રંગૂન, મ્યાનમાર) : 1991ના શાંતિ માટેનાં નોબેલ પારિતોષિક વિજેતા, મ્યાનમાર(બ્રહ્મદેશ)ના વિરોધપક્ષ લોકશાહી માટેના રાષ્ટ્રીય સંઘ(National League for Democracy)નાં સર્વોચ્ચ નેતા તથા મ્યાનમારના સ્વાતંત્ર્યસંગ્રામના પ્રતાપી અને સર્વમાન્ય લોકનેતા ઑંગ સાનનાં પુત્રી. તેમનાં માતા શ્રીમતી ઑંગ સાન ભારત ખાતે મ્યાનમારનાં એલચી હતાં તે અરસામાં…

વધુ વાંચો >

કટોકટી (રાજકીય અને આર્થિક)

કટોકટી (રાજકીય અને આર્થિક) : ભારતના બંધારણની કલમ 352 અન્વયે મૂળભૂત અધિકારો અને વ્યક્તિસ્વાતંત્ર્ય કામચલાઉ ધોરણે મોકૂફ રાખતી સરકારી જાહેરાત. પ્રજાસત્તાક ભારતની તવારીખમાં અત્યાર સુધીમાં કટોકટીની જાહેરાતના ત્રણ પ્રસંગો આવ્યા છે : પહેલો પ્રસંગ ચીન સાથેના સીમાયુદ્ધ (1962) વખતનો હતો; તે વખતે જાહેર કરાયેલ કટોકટી છેક 1969 સુધી અમલમાં હતી.…

વધુ વાંચો >

કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑવ્ ઇન્ડિયા

કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑવ્ ઇન્ડિયા : ભારતીય સંઘરાજ્ય તથા ઘટક રાજ્યોના હિસાબો રાખવાની પદ્ધતિ નિર્ધારિત કરવા તથા તેના પર સમગ્ર રીતે દેખરેખ રાખવા ખાસ નિમાયેલા સર્વોચ્ચ હિસાબ-અધિકારી. તેમની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. તેમનું તાટસ્થ્ય જળવાય અને કારોબારીના કોઈ પણ જાતના અંકુશ કે દબાણ વગર તે પોતાની…

વધુ વાંચો >

કરણસિંગ ડૉક્ટર

કરણસિંગ, ડૉક્ટર (જ. 9 માર્ચ 1931, કેન્સ, ફ્રાન્સ) : જમ્મુ અને કાશ્મીર રિયાસતના રાજપુત્ર, પૂર્વ રીજેન્ટ, પૂર્વ સદર-ઇ-રિયાસત, તે રાજ્યના પૂર્વ રાજ્યપાલ, દેશના અગ્રણી ચિંતક અને રાજપુરુષ. જમ્મુ અને કાશ્મીર રિયાસતના પૂર્વ રાજા હરિસિંગના તેઓ પુત્ર છે. માતાનું નામ તારાદેવી. તેઓ જમ્મુ અને કાશ્મીર રિયાસતનાં મહારાણી હતાં. પ્રાથમિક અને માધ્યમિક…

વધુ વાંચો >

કરિશ્મા

કરિશ્મા : કુદરતી બક્ષિસરૂપે વ્યક્તિને મળેલી અસાધારણ કે વિશિષ્ટ શક્તિ. ‘કરિશ્મા’ શબ્દ મૂળ લૅટિન છે. તેનો ઉલ્લેખ ન્યૂ ટેસ્ટામેન્ટમાં મળે છે. ‘કરિશ’નો અર્થ અનુગ્રહ કે કૃપા થાય છે અને ધર્મ કે ઈશ્વર સંબંધી વિચારણામાં એનો ઉપયોગ થયેલો છે. દૈવીકૃપા રૂપે પ્રાપ્ત થયેલ ગુણને કારણે વ્યક્તિમાં દિવ્યતાનું આરોપણ થતું હોય છે.…

વધુ વાંચો >

કર્ઝનરેખા

કર્ઝનરેખા : પહેલા વિશ્વયુદ્ધનો અંત (1918) અને બીજા વિશ્વયુદ્ધનો આરંભ(1939)ના સમયગાળા દરમિયાન પોલૅન્ડની પૂર્વ સરહદ આંકતી રેખા, જે દ્વારા પોલૅન્ડના લોકો અને પૂર્વ તરફના લોકો જેવા કે લિથુઆનિયા, બાયલોરશિયા અને યુક્રેનના લોકો વચ્ચે ભેદ પાડવામાં આવ્યો હતો. આ રેખા પહેલા વિશ્વયુદ્ધ પછી મળેલી પૅરિસ પરિષદમાં લૉર્ડ કર્ઝન દ્વારા નિયત કરવામાં…

વધુ વાંચો >

કશ્યપ સુભાષચંદ્ર ડૉ.

કશ્યપ, સુભાષચંદ્ર ડૉ. (જ. 10 મે 1929, ચાંદપુર, જિલ્લો બિજનોર, ઉત્તરપ્રદેશ) : બંધારણ-નિષ્ણાત, લોકસભાના પૂર્વ મહાસચિવ અને બંધારણની સમીક્ષા કરવા નિમાયેલ રાષ્ટ્રીય પંચના સભ્ય. પિતાનું નામ બળદેવદાસ તથા માતાનું નામ બસંતી. સમગ્ર શિક્ષણ ઉત્તરપ્રદેશના અલ્લાહાબાદ નગરમાં. એમ.એ. (રાજ્યશાસ્ત્ર), એલએલ.બી. તથા રાજ્યશાસ્ત્ર વિષયમાં અલ્લાહાબાદ યુનિવર્સિટીની ડૉક્ટર ઑવ્ ફિલૉસૉફીની પદવી મેળવી. વ્યાવસાયિક…

વધુ વાંચો >

કંટક, પ્રેમાબહેન

કંટક, પ્રેમાબહેન (જ. 1905, કંવર; અ. 1985) : સ્વાતંત્ર્યસેનાની અને મહિલા સશક્તીકરણનાં સમર્થક. તેઓ 1928માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયાં. અભ્યાસકાળનાં વર્ષો દરમિયાન વિદ્યાર્થી-લડતમાં સક્રિય રહ્યાં અને સાઇમન કમિશન સમક્ષ દેખાવો યોજવાના કાર્યમાં જોડાયાં. બૉમ્બે પ્રેસિડેન્સી યૂથ લીગમાં કારોબારીના સભ્ય તરીકે ચૂંટાયાં. આ અરસામાં સામ્યવાદી વિચારધારાનો અભ્યાસ કર્યો, પણ આકર્ષાયાં ગાંધીવિચારથી.…

વધુ વાંચો >

કંટકશોધન

કંટકશોધન : સમાજને હાનિકારક તત્વને શોધીને દૂર કરવાની પ્રવૃત્તિ. સમાજને પીડનારા દુરાચારી લોકો એટલે કંટક કે કાંટા. તેમને શોધી, વીણીને દૂર કરવા એટલે કંટકશોધન. કૌટિલ્યે તેમના સુવિખ્યાત ગ્રંથ અર્થશાસ્ત્રમાં આ વિષય ઉપર એક આખું પ્રકરણ આપેલું છે. તેના મહત્વના મુદ્દા નીચે મુજબ છે : સમાજના ગુપ્ત કંટકરૂપ એવા શત્રુઓને શોધી…

વધુ વાંચો >

કાત્જુ, કૈલાસનાથ

કાત્જુ, કૈલાસનાથ (જ. 17 જૂન 1887, જાવરા; અ. 17 ફેબ્રુઆરી 1968, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ) : અગ્રગણ્ય કાયદાશાસ્ત્રી અને રાજનીતિજ્ઞ. હાલના મધ્યપ્રદેશના માળવા પ્રદેશમાં સ્થાયી થયેલા મધ્યમ વર્ગના કાશ્મીરી બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો હતો. 1905માં લાહોર યુનિવર્સિટીની વિનયનની પદવી મેળવી. 1906માં મૂર સેન્ટ્રલ કૉલેજમાંથી તેમણે વકીલની સનદી પરીક્ષા પ્રથમ નંબરે પાસ કરી…

વધુ વાંચો >