રાજ્યશાસ્ત્ર
ઑર્ગેનિઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સ (OAS)
ઑર્ગેનિઝેશન ઑવ્ અમેરિકન સ્ટેટ્સ (OAS) : પશ્ચિમ ગોળાર્ધના દેશોએ સામૂહિક આત્મરક્ષણ, પ્રાદેશિક સહકાર અને પરસ્પરના વિવાદોનું શાંતિપૂર્ણ પદ્ધતિ દ્વારા નિરાકરણ લાવવાના હેતુથી રચેલું સંગઠન. 14 એપ્રિલ 1890ના રોજ અમેરિકા ખંડના દેશોના પ્રતિનિધિઓ વૉશિંગ્ટન ખાતે ફર્સ્ટ ઇન્ટરનૅશનલ કૉન્ફરન્સ ઑવ્ અમેરિકન સ્ટેટ્સના નિમિત્તે એકત્ર થયા ત્યારે આ સંસ્થાનાં બીજ રોપાયાં હતાં. આ…
વધુ વાંચો >ઑર્ગેનિઝેશન ફૉર ઈકોનૉમિક કોઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (OECD)
ઑર્ગેનિઝેશન ફૉર ઈકોનૉમિક કોઑપરેશન ઍન્ડ ડેવલપમેન્ટ (OECD) : આંતરરાષ્ટ્રીય વ્યાપાર અને આર્થિક વિકાસને પ્રોત્સાહન તથા અલ્પવિકસિત દેશોને સહાય આપવાના હેતુથી ઊભી કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા. યુરોપના 18 દેશો અને અમેરિકા તથા કૅનેડા એમ વીસ દેશોએ 14 ડિસેમ્બર 1960ના રોજ આ સંસ્થાની સ્થાપનાના સંધિપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા અને 30 સપ્ટેમ્બર…
વધુ વાંચો >ઑર્ગેનિઝેશન ફૉર યુરોપિયન ઈકોનૉમિક કો-ઑપરેશન (O.E.E.C.)
ઑર્ગેનિઝેશન ફૉર યુરોપિયન ઈકોનૉમિક કો-ઑપરેશન (O.E.E.C.) : પશ્ચિમ યુરોપના યુદ્ધોત્તર આર્થિક પુનરુત્થાન માટે સ્થપાયેલી સંસ્થા. અમેરિકાના વિદેશમંત્રી જ્યૉર્જ માર્શલે પશ્ચિમ યુરોપના દેશોને યુદ્ધોત્તર સમયમાં ફરી બેઠા કરવા જાણીતી માટે જરૂરી આર્થિક મદદ કરવાની યોજના જાહેર કરેલી તે ‘માર્શલ પ્લાન’ તરીકે જાણીતી છે. આ યોજનાને આધારે જુલાઈ 1947માં પૅરિસ ખાતે યુરોપીય…
વધુ વાંચો >ઓર્તેગા ય ગાસેત, યોઝ
ઓર્તેગા ય ગાસેત, યોઝ (જ. 9 મે 1883, મેડ્રિડ, સ્પેન; અ. 18 ઑક્ટોબર 1955, મેડ્રિડ, સ્પેન) : સ્પૅનિશ લેખક અને ચિંતક. જર્મનીમાં તત્વજ્ઞાનનો પાંચ વર્ષ અભ્યાસ. 1910-1936 સુધી મૅડ્રિડ યુનિવર્સિટીમાં અધ્યાત્મવાદ(metaphysics)ના અધ્યાપક. તે પ્રિમો દ રિવેરાની તાનાશાહીના વિરોધી હતા. સ્પેનના આંતરવિગ્રહ દરમિયાન તેમણે સ્વયં દેશવટો ભોગવ્યો હતો. 1945માં તે સ્પેન…
વધુ વાંચો >ઓવૈસી, અસદુદ્દીન
ઓવૈસી, અસદુદ્દીન (જ. 13 મે 1969, હૈદરાબાદ) : લોકસભા સાંસદ, રાજકીય પક્ષ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અને વકીલ. અસદુદ્દીનનો પ્રારંભિક અભ્યાસ હૈદરાબાદમાં જ થયો હતો. નિઝામ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે બ્રિટનની લિકન્સ ઈનમાંથી વકીલાતનો અભ્યાસ કર્યો હતો. ઉર્દૂ-હિન્દી અને અંગ્રેજી ભાષા પર પક્કડ ધરાવતા અસદુદ્દીનનો વિશ્વના 500…
વધુ વાંચો >ઑસ્ટિન, જૉન
ઑસ્ટિન, જૉન (જ. 3 માર્ચ 1790, સફૉલ્ક, ઇંગ્લૅન્ડ; અ. 1 ડિસેમ્બર 1859, સરે) : ઇંગ્લૅન્ડના રાજ્યશાસ્ત્રી તથા કાયદાવિદ. જેરીમી બૅન્થામ દ્વારા તેમની લંડન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમણૂક થઈ (1826), ત્યાં 1832 સુધી અધ્યાપનકાર્ય કર્યું. કાયદાની વિભાવનાનું પદ્ધતિસર વિશ્લેષણ કરીને તેમણે સાર્વભૌમત્વના સિદ્ધાન્તનું સચોટ નિરૂપણ કર્યું. કાયદાની વ્યાખ્યા આપતાં તેમણે કહ્યું…
વધુ વાંચો >ઑસ્ટ્રિયા
ઑસ્ટ્રિયા મધ્યયુરોપનાં આધુનિક રાષ્ટ્રો પૈકીનું એક ભૂમિબંદીસ્ત રાષ્ટ્ર. ભૌ. સ્થાન : 470 20′ ઉ. અ. અને 130 20′ પૂ. રે.. તેનું ક્ષેત્રફળ લગભગ 83,850 ચોકિમી. અને વસ્તી 8.64 લાખ (2017) છે. વસ્તીગીચતા દર ચોકિમી.એ 96.5 છે. તેની પશ્ચિમે સ્વિટ્ઝર્લૅન્ડ, પૂર્વે હંગેરી, ઉત્તરે જર્મની અને ચેકોસ્લોવૅકિયા તથા દક્ષિણે ઇટાલી અને યુગોસ્લાવિયા…
વધુ વાંચો >ઑસ્ટ્રેલિયા
ઑસ્ટ્રેલિયા દક્ષિણ ગોળાર્ધમાં આવેલો સૌથી મોટો ટાપુમય દેશ. તે પૅસિફિક અને હિંદી મહાસાગરની વચ્ચે સેતુ સમાન છે. આ દેશ 100 41′ થી 430 39′ દ. અ. અને 1130 09’ થી 1530 39′ પૂ. રે. વચ્ચેનો 76,92,030 ચો.કિમી.નો વિસ્તાર આવરી લે છે. મકરવૃત્ત તેની લગભગ મધ્યમાંથી પસાર થાય છે. તેની જનસંખ્યા…
વધુ વાંચો >ઓસ્માનાબાદ
ઓસ્માનાબાદ : મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 180 10′ ઉ. અ. અને 760 02′ પૂ.રે.ની આજુબાજુનો 7,569 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બીડ, પૂર્વે લાતુર અને કર્ણાટક રાજ્યનો બિદર, દક્ષિણે સોલાપુર તથા પશ્ચિમે સોલાપુર અને અહમદનગર જિલ્લા આવેલા છે.…
વધુ વાંચો >ઑંગ સાન
ઑંગ સાન [જ. 13 ફેબ્રુઆરી 1915, નાટમાઉક, મ્યાનમાર; અ. 19 જુલાઈ 1947, રંગૂન] : મ્યાનમારના સ્વાતંત્ર્યસેનાની તથા રાષ્ટ્રવાદી નેતા. 1866માં બ્રિટિશ સામ્રાજ્યે બ્રહ્મદેશ (હવે મ્યાનમાર) પર કબજો કર્યો તે પછી સ્વતંત્રતાની ઝંખના ધરાવતા સામ્રાજ્યવિરોધી કુટુંબમાં ઑંગ સાનનો જન્મ થયો જેથી રાષ્ટ્રવાદના સંસ્કાર ગળથૂથીથી મળ્યા. વિદ્યાર્થીકાળથી સ્વતંત્રતા-સંગ્રામમાં જોડાયા. રંગૂન યુનિવર્સિટીના વિદ્યાર્થીમંડળના…
વધુ વાંચો >