રાજ્યશાસ્ત્ર
લોકમત (plebiscite)
લોકમત (plebiscite) : મહત્વના રાજકીય પ્રશ્ર્નો વિષે સમગ્ર મતદારસમૂહ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે તે. લોકમત પણ એક અર્થમાં લોકપૃચ્છા જ છે. આ પણ પ્રત્યક્ષ લોકશાહીની એક પદ્ધતિ છે, જેમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ નહિ પણ ખુદ લોકો જ પોતાનો મત સીધો વ્યક્ત કરે છે. લોકમતનો સૌથી વધુ સફળ અને લાંબો…
વધુ વાંચો >લોકશાહી
લોકશાહી શાસનપ્રક્રિયામાં લોકો નોંધપાત્ર ભાગ ભજવતા હોય તેવી શાસનવ્યવસ્થા. રાજ્યશાસ્ત્રમાં સર્વસામાન્ય, જાણીતી અને વ્યાપક સ્વીકૃતિ ધરાવતી લોકશાહી રાજકીય પદ્ધતિને ઉત્તમ રાજકીય વ્યવસ્થા તરીકે સ્વીકારવામાં આવી છે. આ રાજકીય વ્યવસ્થાનો પાયો વૈચારિક રીતે ઉદારમતવાદી ચિંતનમાં છે. લોકશાહી વ્યવસ્થાની વ્યાપક સ્વીકૃતિને કારણે બિનલોકશાહી દેશોએ લોકશાહીનો સ્વાંગ ધારણ કરીને લશ્કરી શાસનો, સરમુખત્યારશાહી કે…
વધુ વાંચો >લોકસભા
લોકસભા પુખ્તવય મતાધિકારના આધારે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓથી રચાયેલું, કાયદાઓ ઘડતું ભારતની સંસદીય લોકશાહીનું નીચલું ગૃહ અને સૌથી મહત્વનું અંગ. સંસદ ભારત સરકારની કેન્દ્રીય ધારાસભા છે. તે દ્વિગૃહી છે અને તેમાં રાષ્ટ્રપ્રમુખ તથા ધારાસભાનાં બંને ગૃહોનો સમાવેશ થાય છે. ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા છે. કાયદા ઘડવાની સત્તા…
વધુ વાંચો >લોકસ્વીકૃતિ (લેજિટિમસી), રાજ્યપ્રથાની
લોકસ્વીકૃતિ (લેજિટિમસી), રાજ્યપ્રથાની : રાજકીય વ્યવસ્થામાં રહેલા ઔચિત્યનો સ્વીકાર. જે રાજ્યપ્રથાને લોકો યોગ્ય, સાચી અથવા ઉચિત ગણતા હોય અને તેથી તેનો સ્વીકાર કરતા હોય તે રાજ્યપ્રથા લોકસ્વીકૃતિ (લેજિટિમસી) ધરાવે છે એમ સામાન્ય રીતે કહી શકાય. જુદી જુદી પરિસ્થિતિઓમાં, જુદાં જુદાં ક્ષેત્રોમાં, જુદી જુદી રીતે અને વિવિધ અર્થોમાં આ શબ્દનો પ્રયોગ…
વધુ વાંચો >લોકાયુક્ત
લોકાયુક્ત : રાજ્યકક્ષાએ સરકારના વહીવટીતંત્ર વિરુદ્ધ થતી જાહેર ફરિયાદોના નિરાકરણ માટેની લોકપાલ જેવી સંસ્થા. ભારતમાં રાજ્યસ્તરે લાંચરુશવત, લાગવગ અને બેદરકારી સામે લોકોની ફરિયાદ સાંભળી તેનો નિકાલ લાવવા લોકાયુક્તની નિમણૂક થાય છે. 1966માં મોરારજી દેસાઈની અધ્યક્ષતા નીચે વહીવટી સુધારણા પંચે લોકાયુક્તની નિમણૂક માટે ભલામણ કરેલી. આ ભલામણોનો અમલ કરી લોકાયુક્તની નિમણૂક…
વધુ વાંચો >લૉજ, હેન્રી કૅબટ
લૉજ, હેન્રી કૅબટ (જ. 12 મે 1850, બૉસ્ટન, અમેરિકા; અ. 9 નવેમ્બર 1924, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : અમેરિકાના રિપબ્લિકન પક્ષના ખ્યાતનામ સેનેટર (1893થી 1924); લીગ ઑવ્ નેશન્સમાં અમેરિકાના સભ્યપદ વિરુદ્ધ કૉંગ્રેસના સફળ પ્રતિકારના મોભી. ન્યૂ ઇંગ્લૅન્ડનું લૉજ કુટુંબ તેના સભ્યોની અગ્રણી રાજકીય ભૂમિકા માટે અમેરિકામાં જાણીતું હતું. કુટુંબના અન્ય સભ્યોએ વિવિધ…
વધુ વાંચો >લૉજ, હેન્રી કૅબટ (જૂનિયર)
લૉજ, હેન્રી કૅબટ (જૂનિયર) (જ. 5 જુલાઈ 1902, નહાન્ત મૅસેચૂસેટ્સ; અ. ? 1985) : હેન્રી કૅબટ લૉજના પૌત્ર અને અમેરિકાના રાજનીતિજ્ઞ. 1924માં હાર્વર્ડમાંથી સ્નાતક થઈને તેમણે અખબારો વેચવાની કામગીરીથી કારકિર્દીની શરૂઆત કરી. 1933થી 1937 તેમણે રાજ્યની ધારાસભામાં પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું અને 1936માં અમેરિકાની સેનેટમાં પ્રતિનિધિ તરીકે ચૂંટાયા અને 1942માં…
વધુ વાંચો >લૉમ્બાર્ડ-લીગ
લૉમ્બાર્ડ-લીગ : જર્મન સમ્રાટ ફ્રેડરિક1 (1121-90) દ્વારા ઇટાલી ઉપર પુન: સત્તા સ્થાપવાના હેતુથી ઇટાલીના લૉમ્બાર્ડી વિસ્તારનાં નગરોનું માર્ચ 1167માં રચવામાં આવેલું સંગઠન. ઉપર્યુક્ત સંગઠનમાં સૌપ્રથમ ક્રિમોના, મન્તુઆ, બારગેમો અને બ્રસિયા જોડાયેલાં, પરંતુ પાછળથી મિલાન, પાર્મા, પેજોવા, વેરોના, પીસેન્ઝા અને બોલોન્યા પણ જોડાયાં હતાં. લૉમ્બાર્ડી વિસ્તાર ઉત્તર ઇટાલીમાં આલ્પ્સ પર્વત અને…
વધુ વાંચો >લોહિયા, રામમનોહર
લોહિયા, રામમનોહર (જ. 23 માર્ચ 1910, અકબરપુર, જિ. ફૈઝાબાદ, ઉત્તર પ્રદેશ; અ. 12 ઑક્ટોબર 1967, દિલ્હી) : ભારતના અગ્રણી સ્વાતંત્ર્યસેનાની, સમાજવાદી ચિંતક, પ્રથમ કક્ષાના રાજનીતિજ્ઞ અને સાંસદ તથા પ્રજાકીય આંદોલનોના આગેવાન. તેમના પૂર્વજો લોખંડની ચીજવસ્તુઓનો વ્યાપાર કરતા હોવાથી પરિવારનું નામ લોહિયા પડ્યું. મૂળ વતન મિર્ઝાપુર, ઉત્તરપ્રદેશ. પરંતુ વ્યવસાયને કારણે અયોધ્યા…
વધુ વાંચો >વડાપ્રધાન
વડાપ્રધાન : સંસદીય પદ્ધતિની લોકશાહીમાં સરકાર, મંત્રીમંડળના અને વહીવટી શાખાના વડા. ગ્રેટ બ્રિટનની સંસદીય લોકશાહી સૌપ્રથમ અને સૌથી પ્રાચીન ગણાતી હોવાથી તેને મૉડેલ – આદર્શ નમૂના રૂપે સ્વીકારવામાં આવે છે. રાષ્ટ્રસમૂહના દેશોએ બ્રિટિશ સંસદીય પદ્ધતિને મૉડેલ તરીકે સ્વીકારી છે, આથી વડાપ્રધાનના હોદ્દાનું સ્થાન પણ બ્રિટિશ સંસદીય પદ્ધતિના મૉડેલ પર રચવાનો…
વધુ વાંચો >