રાજસ્થાની સાહિત્ય
આચાર્ય, વાસુ
આચાર્ય, વાસુ (જ. 11 જાન્યુઆરી 1944, બિકાનેર, રાજસ્થાન; અ. 14 ફેબ્રુઆરી 2015) : રાજસ્થાનના જાણીતા દ્વિભાષી કવિ. તેમને તેમના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ ‘સીર રો ઘર’ માટે 1999ના વર્ષ માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓએ એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ બિકાનેરના રાજકીય માધ્યમિક વિદ્યાલયમાં મુખ્ય અધ્યાપક તરીકે કામગીરી બજાવી…
વધુ વાંચો >ઓલા, ભરત
ઓલા, ભરત (જ. 6 ઑગસ્ટ 1963, ભિરાણી, રાજસ્થાન) : રાજસ્થાની વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘જીવ રી જાત’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ હિંદી અને રાજસ્થાની સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી અધ્યાપનકાર્યમાં જોડાયા. તેઓએ પી.એચડી.ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે. તેઓ રંગમંચ, સ્વાધ્યાય અને…
વધુ વાંચો >કિશોર કલ્પનાકાંત
કિશોર કલ્પનાકાંત (જ. 1930, રતનગઢ, રાજસ્થાન) : રાજસ્થાની કવિ, પત્રકાર તથા અનુવાદક. તેમના કાવ્યસંગ્રહ ‘કૂખ પડ્યે રી પીર’ માટે તેમને સાહિત્ય અકાદમીનો 1995ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો. તેમના પિતા સંગીત, ચિત્રકલા જેવી લલિતકલાઓમાં પારંગત હતા. એ કાવ્યના સંસ્કાર તેમને તથા શૈશવથી જ સાંપડ્યા હતા. સુમધુર કંઠ હોવાથી પોતાનાં કાવ્યો રંગમંચ પર…
વધુ વાંચો >ચારણ, અર્જુનદેવ
ચારણ, અર્જુનદેવ (જ. 1954, જોધપુર, રાજસ્થાન) : રાજસ્થાનના જાણીતા નાટ્યકાર, દિગ્દર્શક અને કવિ. તેમને તેમના નાટ્યસંગ્રહ ‘ધરમજુદ્ધ’ માટે 1992ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે રાજસ્થાનીમાં પીએચ.ડી. કર્યું છે અને હાલ જોધપુરમાં જયનારાયણ વ્યાસ યુનિવર્સિટીમાં રાજસ્થાની વિભાગમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે કામગીરી સંભાળે છે. 1974થી તેમણે નાટ્યલેખનનો પ્રારંભ…
વધુ વાંચો >ચારણ, રેવતદાન ‘કલ્પિત’
ચારણ, રેવતદાન ‘કલ્પિત’ (જ. 1924, મથામિયા મારવાડ, જોધપુર, રાજસ્થાન) : રાજસ્થાની કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ઉછાલૌ’ને 1990ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. એમ.એ. તથા કાયદાની સ્નાતક ડિગ્રી તથા સાહિત્યરત્નની ઉપાધિ તેમણે મેળવેલ છે. તેમણે રાજસ્થાની, હિંદી, અંગ્રેજી તથા ગુજરાતીમાં પ્રાવીણ્ય મેળવ્યું. વ્યવસાયે તેઓ વકીલ છે. તેઓ ડાયરાના કવિ…
વધુ વાંચો >ચેતન સ્વામી
ચેતન સ્વામી (જ. 4 માર્ચ 1957, શ્રીડુંગરગઢ, જિ. બિકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની લેખક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કિસ્તૂરી મિરગ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હિંદી ભાષા અને સાહિત્યમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે હિંદીના અધ્યાપક તરીકે કામગીરી કરી. તેઓ ‘જગતી જોત’ માસિકના…
વધુ વાંચો >જૈન, નૈનમલ
જૈન, નૈનમલ (જ. 1918) : રાજસ્થાની સાહિત્યકાર. તેમની કૃતિ ‘સગલાં રી પીડા સ્વાતમેઘ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1987ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1941માં એલએલ.બી.ની પરીક્ષા પાસ કર્યા પછી વકીલાતનો આરંભ કર્યો હતો. ઍડ્વોકેટ તરીકેની તેમની લાંબી કારકિર્દીની સાથોસાથ તેમની સાહિત્યિક ઉપાસનાનું સાતત્ય પણ રહ્યું. તેમણે કૉલેજ તથા…
વધુ વાંચો >તિવાડી, માલચંદ
તિવાડી, માલચંદ (જ. 19 માર્ચ 1958, બીકાનેર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી સાહિત્યકાર. શિક્ષણ અજમેર કૉલેજમાં. મુખ્ય વિષય હિંદી સાથે એમ.એ.ની ઉપાધિ મેળવી. રાજસ્થાન સરકારના સહકારી વિભાગમાં નિરીક્ષક તરીકે તેઓ સેવા આપે છે. જિલ્લાની સાહિત્યિક પરિષદના કાર્યમાં સક્રિય છે. અત્યાર સુધીમાં તેમની ટૂંકી વાર્તાઓના ચાર સંગ્રહો હિંદીમાં અને રાજસ્થાની ભાષામાં…
વધુ વાંચો >દેવલ, ચંદ્રપ્રકાશ
દેવલ, ચંદ્રપ્રકાશ (જ. 14 ઑગસ્ટ 1949, ગોટિયા, રાજસ્થાન) : પ્રખ્યાત રાજસ્થાની તથા હિન્દી કવિ અને વાર્તાકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘પાગી’ માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. ‘માર્ગ’, ‘કાપડ’, ‘ટૉપનામા’, ‘ઉદીક પુરાણ’ એમના રાજસ્થાની ભાષાના કાવ્યસંગ્રહો છે. ‘બોલો માધવી’ એમનો હિન્દી કાવ્યસંગ્રહ છે જેને મીરા ઍવૉર્ડ મળ્યો…
વધુ વાંચો >દૈયા, સાંવર
દૈયા, સાંવર (જ. 10 ઑક્ટોબર 1948, બીકાનેર; અ. 30 જુલાઈ 1992, બીકાનેર) : રાજસ્થાની લેખક. તેમના વાર્તાસંગ્રહ ‘એક દુનિયા મ્હારી’ને 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી બી.એડ્.ની ડિગ્રી મેળવી. તેમણે શિક્ષક તરીકે પોતાની કારકિર્દીનો આરંભ કર્યો. તેઓએ માધ્યમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે…
વધુ વાંચો >