રસાયણશાસ્ત્ર

સક્રિય જથ્થાનો (દળનો) નિયમ

સક્રિય જથ્થાનો (દળનો) નિયમ (Law of mass action) : પ્રક્રિયાના દર(વેગ)ને પ્રક્રિયકોના જથ્થા (દળ) સાથે સાંકળી લેતો નિયમ. આ નિયમ મુજબ, કોઈ એક તાપમાને રાસાયણિક પ્રક્રિયા જે દરે થાય તે દર પ્રક્રિયકોના સક્રિય જથ્થા(સક્રિય દળ, active masses)ના ગુણાકારના અનુપાતમાં હોય છે. અહીં સક્રિય જથ્થો એટલે પ્રક્રિયકની મોલર સાંદ્રતા ગણવામાં આવે…

વધુ વાંચો >

સક્રિયણ-ઊર્જા

સક્રિયણ–ઊર્જા (activation energy) : રસાયણશાસ્ત્રમાં પરમાણુઓ અને અણુઓને તેઓ રાસાયણિક રૂપાંતરણ (પરિવર્તન, transformation) અથવા ભૌતિક પરિવહન (transport) પામી શકે તેવી સ્થિતિમાં લાવવા માટે જરૂરી ન્યૂનતમ ઊર્જા. પ્રક્રિયા થવા માટે પ્રક્રિયક-અણુઓએ એકબીજાની નજીક આવી એકબીજા સાથે અથડાવું પડે છે. આ સમયે તેમના રાસાયણિક બંધો (chemical bonds) તણાય છે, તૂટે છે અને…

વધુ વાંચો >

સક્રિયણ-વિશ્લેષણ

સક્રિયણ–વિશ્લેષણ (activation analysis) : વિવિધ રાસાયણિક તત્ત્વોના અત્યંત નાના (એક મિગ્રા. કે તેથી ઓછા) જથ્થાઓની પરખ અને નિર્ધારણ માટે ઉપયોગમાં લેવાતી અત્યંત સંવેદી એવી વૈશ્લેષિક તકનીક. આ પદ્ધતિ એવી નાભિકીય (nuclear) પ્રક્રિયાઓનો ઉપયોગ કરે છે કે જેમાં સ્થાયી (stable) તત્ત્વોમાંથી તેમના વિકિરણી સમસ્થાનિકો (વિકિરણધર્મી સમસ્થાનિકો, radioisotopes) ઉત્પન્ન થાય છે. જે…

વધુ વાંચો >

સક્રિયતા-ગુણાંક

સક્રિયતા–ગુણાંક (activity coefficient) : રસાયણશાસ્ત્રમાં પદાર્થની સાંદ્રતાને તેની અસરકારક સાંદ્રતા અથવા સક્રિયતામાં ફેરવવા માટે ઉપયોગમાં લેવાતો ગુણાંક. પદાર્થના અણુઓ (અથવા આયનો) વચ્ચેની પારસ્પરિક ક્રિયાને કારણે જ્યારે તેની સાંદ્રતા વધુ હોય ત્યારે પદાર્થ આદર્શ વર્તણૂક બતાવી શકતો નથી. આમ કોઈ એક પ્રક્રિયામાં રાસાયણિક સમીકરણ વડે સૂચિત થતી પદાર્થની સાંદ્રતા એ તેની…

વધુ વાંચો >

સજ્જીકરણ, અયસ્કનું

સજ્જીકરણ, અયસ્કનું : જુઓ અયસ્કનું સજ્જીકરણ

વધુ વાંચો >

સપ્રમાણતા (normality)

સપ્રમાણતા (normality) : દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની એક પદ્ધતિ. સંજ્ઞા N. દ્રાવણમાં ઓગળેલા પદાર્થોની સાંદ્રતા દર્શાવવા માટે અનેક રીતો ઉપયોગમાં લેવાય છે; જેમ કે મોલૅરિટી (molarity), મોલૅલિટી (molality), સપ્રમાણતા, મોલ અંશ (mole fraction), ટકાવાર પ્રમાણ વગેરે. આ પૈકી સીધા ઍસિડ-બેઝ પ્રકાર જેવાં અનુમાપનોમાં સપ્રમાણતાનો ઉપયોગ ગણતરીની દૃદૃષ્ટિએ વધુ અનુકૂળ આવે છે.…

વધુ વાંચો >

સફેદો (વ્હાઇટ લેડ)

સફેદો (વ્હાઇટ લેડ) : રંગકાર્યમાં સફેદ વર્ણક (pigment) તરીકે વપરાતો બેઝિક (basic) લેડ કાર્બોનેટ. સૂત્ર : 2PbCO3્રPb(OH)2. બેઝિક લેડ સલ્ફેટ તેમજ બેઝિક લેડ સિલિકેટ માટે પણ આ નામ વપરાય છે. સફેદ વર્ણકો પૈકી આ જૂનામાં જૂનો વર્ણક છે. આંતરિક અને બાહ્ય પેઇન્ટ અને ઇનૅમલને ઉત્તમ પ્રચ્છાદન-શક્તિ (hiding power), નમ્યતા (flexibility),…

વધુ વાંચો >

સમઘટકતા (isomerism)

સમઘટકતા (isomerism) : એક જ અણુસૂત્ર પણ જુદા જુદા ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો અને વિભિન્ન આણ્વિક સંરચના ધરાવતાં સંયોજનો ધરાવતી ઘટના. એકસરખાં આણ્વિક સૂત્ર પરંતુ પરમાણુઓની અલગ અલગ ગોઠવણી ધરાવતાં સંયોજનોને સમઘટકો (isomers) કહે છે. તેઓ દરેક તત્ત્વના પરમાણુઓની સરખી સંખ્યા ધરાવતા એવા અણુઓ છે, જેમાં પરમાણુઓ જુદી જુદી રીતે…

વધુ વાંચો >

સમચક્રણ (Isospin)

સમચક્રણ (Isospin) : મૂળભૂત કણો સાથે સંકળાયેલી ક્વૉન્ટમ-સંખ્યા. ‘Isotopic spin’માંથી ‘Isospin’ શબ્દ બન્યો છે. પ્રાયોગિક રીતે જોવા મળે છે કે બે પ્રોટૉન અથવા બે ન્યૂટ્રૉન વચ્ચે પ્રવર્તતી તીવ્ર (strong) આંતરક્રિયા એકસરખી હોય છે. તે સૂચવે છે કે જ્યાં સુધી તીવ્ર આંતરક્રિયાને લાગેવળગે છે ત્યાં સુધી પ્રોટૉન અને ન્યૂટ્રૉનને એક જ…

વધુ વાંચો >

સમવિભવબિંદુ (isoelectric point)

સમવિભવબિંદુ (isoelectric point) : દ્રાવણમાં રહેલા કણો કે અણુઓ ઉપરનો ચોખ્ખો (nett) વીજભાર શૂન્ય બને અને વીજક્ષેત્રમાં તેમનું અભિગમન (migration) જોવા ન મળે તે pH મૂલ્ય. સંજ્ઞા pI. દ્રાવકનિંદક (દ્રવ-વિરોધી, lyophobic) કલિલો (colloids) ધન અથવા ઋણ આયનોને અધિશોષવાની વિશિષ્ટતા ધરાવે છે. સલ્ફર (ગંધક), ધાત્વિક સલ્ફાઇડ અને ઉમદા (noble) ધાતુઓના સૉલ…

વધુ વાંચો >