રસાયણશાસ્ત્ર

વિષમાંગ-સંતુલન (heterogeneous equilibrium)

વિષમાંગ-સંતુલન (heterogeneous equilibrium) : જેમાં ભાગ લેતા પદાર્થો એક કરતાં વધુ પ્રાવસ્થાઓ(phases)માં હોય તેવું સંતુલન (સમતોલન). પદાર્થ ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થા ધરાવી શકતો હોઈ જો બે પ્રાવસ્થાઓ વચ્ચે સંતુલન સ્થપાય તો ત્રણ રીતે આ પ્રકારનું સંતુલન સ્થપાઈ શકે : પ્રવાહી અને વાયુ વચ્ચે (પ્રવાહી-વાયુ) સંતુલન; ઘન અને વાયુ (ઘન-વાયુ)…

વધુ વાંચો >

વિસ્થાપન-પ્રક્રિયાઓ

વિસ્થાપન–પ્રક્રિયાઓ : કાર્બનિક અણુમાંના કોઈ એક પરમાણુ અથવા ક્રિયાશીલ સમૂહનું બીજા પરમાણુ યા સમૂહ દ્વારા થતું વિસ્થાપન. એ જાણીતું છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જૂના બંધોનું ખંડન થઈને નવા બંધ બને છે. આ બંધ-છેદનની પ્રકૃતિ અનુસાર કાર્બનિક રાસાયણિક પ્રક્રિયાનું વર્ગીકરણ કરવામાં આવે છે. કાર્બનિક અણુમાંના સહસંયોજક બંધનું વિચ્છેદન બે પ્રકારે…

વધુ વાંચો >

વિસ્ફોટકો (explosives)

વિસ્ફોટકો (explosives) પોતાનામાં ઘણા મોટા જથ્થામાં સંગૃહીત ઊર્જાને એકાએક મુક્ત કરીને મોટા પ્રમાણમાં સંપીડિત (દાબિત, compressed) વાયુઓ ઉત્પન્ન કરતા અથવા તીવ્ર પ્રસારપ્રક્રિયા દ્વારા પોતાની કરચો(fragments)ને મોટા અવાજ સાથે ભારે બળ કે વેગથી ફેંકતા પદાર્થો કે પ્રયુક્તિઓ (devices). વિસ્ફોટ (explosion) એ તીવ્ર પ્રસારપ્રક્રિયા હોઈ તેમાં પદાર્થે પોતે રોકેલા કદ કરતાં અનેકગણા…

વધુ વાંચો >

વીલૅન્ડ, હેન્રિક ઑટો

વીલૅન્ડ, હેન્રિક ઑટો (Wieland, Heinrich Otto) (જ. 4 જૂન 1877, ફોર્ઝહાઇમ, જર્મની; અ. 5 ઑગસ્ટ 1957, મ્યૂનિક) : પિત્તામ્લો (bile acids) અને સંબંધિત પદાર્થો પર અગત્યનું સંશોધન કરનાર 1927ના વર્ષ માટેના નોબેલ પુરસ્કારવિજેતા જર્મન રસાયણવિદ. તેમના પિતા ડૉ. થિયોડૉર વીલૅન્ડ એક ઔષધ-રસાયણજ્ઞ હતા. મ્યૂનિક, બર્લિન તથા સ્ટટ્ગાર્ટનાં વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ કર્યા…

વધુ વાંચો >

વુથરિચ, કુર્ત

વુથરિચ, કુર્ત (જ. 4 ઑક્ટોબર 1938, આરબર્ગ, સ્વિટ્ઝર્લૅન્ડ) : પ્રોટીન અને અન્ય મોટા જૈવિક અણુઓની પરખ અને તેમના વિશ્લેષણની ટૅક્નિક વિકસાવવા બદલ 2002ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા કાર્બનિક રસાયણવિદ. કુર્તે 1964માં યુનિવર્સિટી ઑવ્ બેઝલમાંથી અકાર્બનિક રસાયણમાં પીએચ.ડી.ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેમણે સ્વિટ્ઝર્લૅન્ડ અને યુ.એસ.માં અનુડૉક્ટરલ (post doctoral)…

વધુ વાંચો >

વૂડવર્ડ, રૉબર્ટ બર્ન્સ

વૂડવર્ડ, રૉબર્ટ બર્ન્સ (જ. 10 એપ્રિલ 1917, બૉસ્ટન, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 8 જુલાઈ 1979, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : સંકીર્ણ કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે જાણીતા, 1965ના વર્ષના નોબેલ. અમેરિકન રસાયણવિદ. નાની ઉંમરેથી જ તેઓ રસાયણશાસ્ત્ર તરફ આકર્ષાયેલા. 1933માં 16 વર્ષની ઉંમરે તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં દાખલ થયા પણ ફ્રેશમૅન(પ્રથમ વર્ષ)માં…

વધુ વાંચો >

વેકર પ્રવિધિ (Wacker process)

વેકર પ્રવિધિ (Wacker process) : ઇથિનનું (ઇથિલીનનું) ઉદ્દીપકની હાજરીમાં હવા કે 99 % ઑક્સિજન વડે ઉપચયન કરી ઇથેનાલ(એસિટાલ્ડિહાઇડ)ના ઉત્પાદનની ઔદ્યોગિક પ્રવિધિ. આ પ્રવિધિ જે. સ્મિટ અને સહકાર્યકરોએ 1959માં વેકર કેમી ખાતે વિકસાવેલી. ઍલેક્ઝાંડર વૉન વેકર(1846-1922)ના નામ ઉપરથી તેનું નામ વેકર પ્રવિધિ રાખવામાં આવેલું. તેમાં ઇથિન (ઇથિલીન) અને હવાના (અથવા 99…

વધુ વાંચો >

વેનેડિયમ

વેનેડિયમ : આવર્તક કોષ્ટકના પાંચમા (અગાઉના VA) સમૂહનું રાસાયણિક ધાતુ-તત્વ. સંજ્ઞા V. 1801માં સ્પૅનિશ ભૂસ્તરશાસ્ત્રી એ. એમ. દેલ. રિયોએ લેડની મેક્સિકન ખનિજમાં એક અજ્ઞાત ધાતુ હોવાની નોંધ કરી હતી. ખનિજના ઍસિડીકરણથી મળતા ક્ષારોનો રંગ લાલ હોવાથી તેમણે તેનું નામ ઇરિથ્રૉનિયમ (erythronium) રાખ્યું હતું. 1830માં સ્વીડિશ રસાયણવિદ નીલ્સ ગૅબ્રિયલ સેફસ્ટ્રૉમે સ્વીડનની…

વધુ વાંચો >

વૅલાક, ઓટો (Wallach, Otto)

વૅલાક, ઓટો (Wallach, Otto) (જ. 27 માર્ચ 1847, કૂનિસબર્ગ, પ્રશિયા; અ. 26 ફેબ્રુઆરી 1931, ગુટિંજન, જર્મની) : સુગંધિત તેલોનું વિશ્ર્લેષણ કરી ટર્પિન જેવાં સંયોજનોની ઓળખ આપવા માટે 1910ના વર્ષ માટેનો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર રસાયણવિદ. કુદરતી સુગંધવાળાં તેલોના વિશ્ર્લેષણ માટે તેમનું સંશોધન ખૂબ નોંધપાત્ર રહ્યું છે. તેમણે ગુટિંજન વિશ્વવિદ્યાલયમાં…

વધુ વાંચો >

વેસ્કાનાં સંયોજનો (Vaska’s compounds)

વેસ્કાનાં સંયોજનો (Vaska’s compounds) : એક સંયોજક ઇરિડિયમ(Ir+)નાં અગત્યનાં સંકીર્ણ સંયોજનો. 1961માં એલ. વેસ્કા અને જે. ડબ્લ્યૂ. દિ લુઝિયોએ વેસ્કાના સંયોજન તરીકે ઓળખાતું પીળું સંયોજન વિપક્ષ (trans) [IrCl (CO)(PPh3)2] શોધ્યું હતું. આ સંયોજનનો વિસ્તૃત અભ્યાસ થયેલો છે. 2-મિથાઇલ ઇથેનોલ જેવા દ્રાવકમાં ટ્રાઇફિનાઇલફૉસ્ફિન અને ઇરિડિયમ ટ્રાઇક્લોરાઇડ (IrCl3) વચ્ચેની પ્રક્રિયાથી તે બનાવી…

વધુ વાંચો >