રસાયણશાસ્ત્ર
ટપકતો મર્ક્યુરી-ધ્રુવ
ટપકતો મર્ક્યુરી-ધ્રુવ : રાસાયણિક વિશ્લેષણની પોલેરોગ્રાફીય પદ્ધતિમાં સામાન્ય રીતે વધુ વપરાતો અને મર્ક્યુરીનાં ટપકતાં બિંદુનો બનેલો સૂક્ષ્મ વીજધ્રુવ (Dropping Mercury Electrode – DME). તેનું ધ્રુવીભવન સહેલાઈથી થઈ શકતું હોવાથી તે નિદર્શક (indicator) વીજધ્રુવ તરીકે કામ આપે છે. બારીક આંતરિક વ્યાસ (0.05થી 0.08 મિમી)વાળી 5થી 9 સેમી. લાંબી કાચની કેશનળી(capillary)માંથી પારાને…
વધુ વાંચો >ટર્નપ્લેટ
ટર્નપ્લેટ (terneplate) : સીસું (લેડ) અને કલાઈ(ટિન)ની મિશ્રધાતુનું – ટર્ન ધાતુનું – પડ ધરાવતું સ્ટીલનું પતરું. ટર્ન ધાતુનું સંઘટન 50 % ટિન : 50 % લેડથી માંડીને 12 % ટિન : 88 % લેડ સુધીનું હોઈ શકે છે. પડ ચડાવવા માટે સ્ટીલને પીગળેલી મિશ્રધાતુમાં બોળવામાં આવે છે. તેમાંના લેડના ઊંચા…
વધુ વાંચો >ટર્પેન્ટાઇન
ટર્પેન્ટાઇન : શંકુ આકાર(conifer)ના વર્ગનાં વૃક્ષો(દા.ત., પાઇન)માંથી ઝરતા રસ તથા લાકડાના બાષ્પનિસ્યંદન દ્વારા મેળવવામાં આવતું સુવાસિત તેલ. લાકડાના માવાને સલ્ફેટ-વિધિથી ગરમ કરતાં જે રંગવિહીન અથવા પીળાશ પડતા રંગનું પ્રવાહી વધે તેમાંથી પણ તે મળે છે. ટર્પેન્ટાઇન ચક્રીય ટર્પિન્સનું મિશ્રણ છે. તેમાં મુખ્ય ઘટક α – પાઇનિન તથા થોડું β –…
વધુ વાંચો >ટર્બિડીમિતિ
ટર્બિડીમિતિ : પારગત (transmitted) પ્રકાશના માપન દ્વારા દ્રાવણમાં અવલંબન (suspension) રૂપે રહેલા કણોની સાંદ્રતા માપવાની વૈશ્લેષિક રસાયણની એક પદ્ધતિ. આ માટે વપરાતા સાધનને આવિલતામાપક (turbiditymeter) કહે છે. જો નિલંબિત કણો દ્વારા થતા પ્રકાશના વિખેરણ(scattering)ને માપવામાં આવે તો તેને નેફેલોમિતિ કહે છે. જો કોઈ અલ્પદ્રાવ્ય (કે અદ્રાવ્ય) પદાર્થ મોટા કણ રૂપે…
વધુ વાંચો >ટર્બિયમ
ટર્બિયમ : આવર્તક કોષ્ટકના 3જા સમૂહમાં આવેલ લૅન્થનાઇડ શ્રેણીનું અતિ વિરલ તત્વ. દેખાવમાં તે ચાંદી જેવું હોય છે. તેની સંજ્ઞા Tb; પરમાણુઆંક 65; પરમાણુભાર 158.93; ગ. બિંદુ 1365° સે.; ઉ. બિંદુ 3230° સે. તથા વિ. ઘનતા 8.31 છે. કુદરતી રીતે મળતા આ તત્વનો સ્થાયી સમસ્થાનિક 159Tb લગભગ 100 % હોય…
વધુ વાંચો >ટંકણખાર
ટંકણખાર : બોરૅક્સ નામે જાણીતું બોરૉનનું સંયોજન. તેનું રાસાયણિક નામ ડાઇસોડિયમ ટેટ્રાબોરેટ ડેકાહાઇડ્રેટ તથા તેનું સૂત્ર Na2B4O7·10H2O છે. ટંકણખાર નરમ, સફેદ, સ્ફટિકમય સંયોજન છે. તે પાણીમાં દ્રાવ્ય છે તથા ભેજયુક્ત હવામાં તેના ગાંગડા બની જાય છે. દુનિયાનો ટંકણખારનો મુખ્ય સ્રોત દક્ષિણ કૅલિફૉર્નિયાની ડેથ વૅલી છે. જમીનમાં સ્ફોટક પદાર્થના ધડાકા કરીને…
વધુ વાંચો >ટંગ્સ્ટન
ટંગ્સ્ટન : આવર્ત-કોષ્ટકમાં 6ઠ્ઠા (અગાઉના VI A)માં આવેલા સમૂહ સંક્રમણ-તત્વોમાંનું એક વિશિષ્ટ તત્વ. તેની સંજ્ઞા W, પરમાણુઆંક 74, પરમાણુભાર 183.84 તથા ઇલેક્ટ્રૉન સંરચના 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p6 4d10 4f14 5s2 5p6 5d4 6s2 છે. તેના કુદરતી સમસ્થાનિકોનાં ભારાંક અને સાપેક્ષ વિપુલતા (કૌંસમાં) આ પ્રમાણે છે :…
વધુ વાંચો >ટાફેલનું સમીકરણ
ટાફેલનું સમીકરણ : સક્રિયણ અતિવોલ્ટતા (activation over- voltage) h (અથવા w) અને (વીજ) પ્રવાહ ઘનતા, i, વચ્ચેનો સંબંધ દર્શાવતા ટાફેલના નિયમને રજૂ કરતું સમીકરણ. આ સમીકરણ ટાફેલે 1905માં પ્રયોગોના આધારે રજૂ કર્યું હતું : η = a + b log i અહીં a અને b અચળાંકો છે. [; ઋણ સંજ્ઞા ઍનોડિક-પ્રવાહ…
વધુ વાંચો >ટાર્ટરિક ઍસિડ
ટાર્ટરિક ઍસિડ (ડાયહાઇડ્રૉક્સિ સક્સીનિક ઍસિડ) (2, 3 ડાયહાઇડ્રૉક્સિ બ્યૂટેન ડાયઓઇક ઍસિડ) : એકસરખા બે અસમ કાર્બન પરમાણુઓ ધરાવતો હોવાથી ચાર સમઘટકો રૂપે મળતો એલિફૅટિક ઍસિડ. તેના ચાર સમઘટકોમાંના બે પ્રકાશક્રિયાશીલ અને બે અપ્રકાશક્રિયાશીલ હોય છે. તેનું સૂત્ર HOOC·CH(OH)·CH(OH)·COOH છે. ટાર્ટર પ્રાચીન રોમન તથા ગ્રીકોમાં જાણીતું હતું. સૌપ્રથમ 1769માં શીલેએ તેને…
વધુ વાંચો >ટિટેનિયમ
ટિટેનિયમ : આવર્ત કોષ્ટકના ચોથા (અગાઉના IVA) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ સંજ્ઞા Ti. તે રાસાયણિક રીતે સિલિકોન અને ઝર્કોનિયમને મળતું આવે છે. પ્રથમ શ્રેણીના સંક્રમણ તત્વ તરીકે તે વેનેડિયમ અને ક્રોમિયમ સાથે પણ સમાનતા ધરાવે છે. વિપુલતાની ર્દષ્ટિએ ઍલ્યુમિનિયમ, આયર્ન અને મૅગ્નેશિયમ પછી નિર્માણાત્મક (structural) તત્વ તરીકે તેનું ચોથું અને સામાન્ય…
વધુ વાંચો >