રસાયણશાસ્ત્ર
છિદ્ર (hole)
છિદ્ર (hole) : અર્ધવાહક(semiconductor)ના સહસંયોજક બંધ (covalent bond)માંના કોઈ ઇલેક્ટ્રૉનની ગેરહાજરીને કારણે, ધન વિદ્યુતભારની જેમ વર્તતી, ખાલી જગ્યા. ચતુ:સંયોજક (tetravalent) જર્મેનિયમ કે સિલિકોનના સ્ફટિકમાં, ઍલ્યુમિનિયમ જેવી ત્રિ-સંયોજક (trivalent) અશુદ્ધિ ઉમેરતાં, તેના ત્રણ સંયોજક ઇલેક્ટ્રૉન (valence electron), સ્ફટિકના ત્રણ પરમાણુઓ સાથે સહસંયોજક બંધ રચે છે. સ્ફટિક કે અર્ધવાહકના ચોથા સહસંયોજક બંધમાં…
વધુ વાંચો >જલકાચ (water glass)
જલકાચ (water glass) : પરિવર્તી સંઘટનવાળો સોડિયમ સિલિકેટ અથવા દ્રાવ્યકાચ. તેના સ્ફટિક જેવા રંગવિહીન ગઠ્ઠા સફેદથી ભૂખરા સફેદ રંગના હોય છે તથા કાચ જેવા દેખાય છે. તેને પાણીમાં ઓગાળતાં સિરપ જેવું ઘટ્ટ પ્રવાહી બને છે. તેનાં કેટલાંક સ્વરૂપો અતિ અલ્પ દ્રાવ્ય તથા કેટલાંક અદ્રાવ્ય પણ હોય છે. વધારે પાણી કરતાં…
વધુ વાંચો >જલપ્રાનુકૂલન (water conditioning)
જલપ્રાનુકૂલન (water conditioning) : પૃષ્ઠજળ (surface water) અને ભૂગર્ભજળ(ground water)ને માનવી તથા ઉદ્યોગો માટે વપરાશયોગ્ય બનાવવા આપવામાં આવતી માવજત (teratment). કોઈ પણ સંયંત્ર (plant) માટે સ્થળની પસંદગી કરતી વખતે પ્રાપ્ય જળની ગુણવત્તા અને તેનો જથ્થો અગત્યનાં બની રહે છે. અપરિષ્કૃત (raw) જળના મુખ્ય સ્રોતો બે છે : પૃષ્ઠજળ અને ભૂગર્ભજળ.…
વધુ વાંચો >જલવાયુ (water gas)
જલવાયુ (water gas) : કાર્બન-મૉનૉક્સાઇડ તથા હાઇડ્રોજનનું મિશ્રણ. તાપદીપ્ત કોક (1200°થી 1400° સે.)ના સ્તર ઉપર વરાળ પસાર કરવાથી જલવાયુ બને છે. C + H2O = CO + H2 29,000 કૅલરી આ પ્રક્રિયા ઉષ્માશોષક હોઈ, કોક ઠંડો થઈ જાય છે. આમ થતું અટકાવવા તપ્ત કોક ઉપર હવા ફૂંકવી પડે છે અને…
વધુ વાંચો >જલવિભવ
જલવિભવ : પાણીનો રાસાયણિક વિભવ. રાસાયણિક તંત્રમાં આવેલ એક મોલ પદાર્થની મુક્તશક્તિને તે પદાર્થનો રાસાયણિક વિભવ કહે છે. તેથી અચળ દબાણે અને તાપમાને રાસાયણિક વિભવનો આધાર તે પદાર્થની મોલ સંખ્યા પર રહેલો હોય છે. પાણીનો જલવિભવ ગ્રીક મૂળાક્ષર (psi – સાય) દ્વારા દર્શાવાય છે. તે પ્રમાણભૂત સ્થિતિમાં કોઈ એક તંત્રમાં…
વધુ વાંચો >જલવિભાજન (hydrolysis)
જલવિભાજન (hydrolysis) : જેમાં પાણી એક ઘટક તરીકે ભાગ લેતું હોય તેવી રસાયણશાસ્ત્ર અને દેહક્રિયાવિજ્ઞાન(physiology)ની ર્દષ્ટિએ ઉપયોગી દ્વિવિઘટનની પ્રક્રિયા. દા.ત., સંયોજન BA માટે, BA + H2O = HA + BOH અકાર્બનિક રસાયણમાં જલવિભાજનની વધુ જાણીતી પ્રક્રિયાઓ બે પ્રકારની છે : (1) પ્રબળ ઍસિડ અને નિર્બળ બેઝના અને (2) નિર્બળ ઍસિડ…
વધુ વાંચો >જિલેટીન
જિલેટીન : જાનવરોનાં હાડકાં, સંયોજક ઊતક (Connective tissues) તથા ચામડાંમાંથી મેળવેલાં કોલાજનયુક્ત અપરિષ્કૃત દ્રવ્યોનું અંશત: જળવિભાજન બાદ નિષ્કર્ષણ કરતાં મળતું પ્રોટીન દ્રવ્ય. કોલાજન શરીરમાંનાં વિવિધ પ્રોટીનમાં સૌથી વધુ પ્રમાણમાં મળતું પ્રોટીન છે. કોલાજનમાં મુખ્યત્વે ગ્લાયસિન, હાઇડ્રૉક્સિ-પ્રોલીન અને પ્રોલીન ઍમિનોઍસિડ રેખીય બહુલક તરીકે હોય છે તથા તેમાં આ ઍમિનોઍસિડ સમૂહ પુનરાવર્ત…
વધુ વાંચો >જી-અવયવ (g-Factor)
જી-અવયવ (g-Factor) : વિઘૂર્ણ-ચુંબકીય ગુણોત્તર (gyromagnetic ratio) અથવા વર્ણપટદર્શકીય વિદારણ અવયવ (spectroscopic splitting factor) તરીકે ઓળખાતો અંક. તે એક પરિમાણવિહીન રાશિ છે. તેનું ચોક્કસ મૂલ્ય 2.002319 છે પણ સામાન્ય રીતે તે 2.00 લેવામાં આવે છે. પ્રોટૉનની માફક ઇલેક્ટ્રૉન પણ એક વીજભારિત કણ છે અને તે પોતાની ધરીની આસપાસ તેમજ કેન્દ્ર(nucleus)ની…
વધુ વાંચો >જીઓક, વિલિયમ ફ્રાંસિસ
જીઓક, વિલિયમ ફ્રાંસિસ (જ. 12 મે 1895, નાયગરા ફૉલ્સ, કૅનેડા; અ. 28 માર્ચ 1982, બર્કલી, યુ.એસ.) : નીચાં તાપમાનો કેળવવાની તકનીકના અગ્રણી અને 1949ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા અમેરિકન રસાયણવિદ. મિશિગનની પબ્લિક ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ જીઓકે નાયગરા ફૉલ્સ કૉલેજિયેટ ઇન્સ્ટિટ્યૂટમાં માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. તેમની ઇચ્છા ઇલેક્ટ્રિકલ…
વધુ વાંચો >જી(G) મૂલ્ય
જી(G) મૂલ્ય : વિકિરણ રાસાયણિક પ્રક્રિયાઓની ક્ષમતા (efficiency) અથવા ઉપલબ્ધિ(yield)ને દર્શાવતી સંખ્યા. વિકિરણ રસાયણમાં ઊંચી ઊર્જાવાળાં વિકિરણ વડે જે પ્રાથમિક ક્રિયાઓ થાય છે તેમાં દર 100 eV (ઇલેક્ટ્રૉન વોલ્ટ) ઊર્જાના શોષણથી ઉત્પન્ન થતી નીપજ(X)ના અથવા પ્રક્રિયા દરમિયાન રૂપાંતર પામતા પ્રક્રિયક(X)ના અણુઓની સંખ્યા. γ – વિકિરણનો ઉપયોગ કરીને તકનીકી ર્દષ્ટિએ શક્ય…
વધુ વાંચો >