રવીન્દ્ર વસાવડા

ફસાડ

ફસાડ : મુખ્ય પ્રવેશદ્વારવાળો મકાનનો મુખભાગ. તેના બાહ્ય દેખાવ અંગે સ્થાપત્યકલામાં આ ભાગ પર ખૂબ જ ધ્યાન આપવામાં આવે છે. તે મકાનની આગવી મુદ્રા ઉપસાવી આપે છે અને એ રીતે મુખ્ય રસ્તા પરની અથવા શેરીમાંની તેની ઉપસ્થિતિ એક આગવી છાપ પ્રગટ કરે છે. ફસાડને મકાન બંધાવવા પાછળના એના માલિકના પ્રયોજન…

વધુ વાંચો >

ફંક્શનાલિઝમ (ઉપયોગિતાવાદ)

ફંક્શનાલિઝમ (ઉપયોગિતાવાદ) : પાશ્ચાત્ય સ્થાપત્યના સંદર્ભમાં પ્રચલિત ઉપયોગિતાવાદી વિભાવના. આમાં મકાનોના મૂળભૂત ઉપયોગને મકાનોની ડિઝાઇનના આધારરૂપ રાખી મકાનોનું આયોજન કરવામાં આવે છે જેથી એ ઇમારતોનું સમગ્ર માળખું અને તેની રચના મૂળભૂત ઉદ્દેશને બર લાવનારાં બની રહે છે. ઓગણીસમી સદી દરમિયાન આ વિચારસરણીનો પાશ્ચાત્ય સ્થાપત્યકળાને ક્ષેત્રે ઉદય થયો. પશ્ચિમમાં સ્થાપત્ય એક…

વધુ વાંચો >

ફિર્સેન હાઇલિકન ચર્ચ

ફિર્સેન હાઇલિકન ચર્ચ (1743) : પાશ્ચાત્ય સ્થાપત્યની ધાર્મિક ઇમારતોની શૈલીમાં રેનેસાં પછી અઢારમી સદીનું અત્યંત અગત્યનું સ્થાપત્ય. તે સંકલિત ક્ષેત્રના વિકાસ સાથે સંકળાયેલું રહેલું. ગણિતશાસ્ત્રના વિકાસ સાથે લંબ ગોળાકાર ક્ષેત્રોની ગણતરી વગેરે શક્ય બન્યાં અને તેનાથી ઇમારતોની ઇજનેરી વિગતોનું પૃથક્કરણ પણ શક્ય બન્યું. આને લીધે સ્થપતિઓ અને ઇજનેરો મકાનોના આયોજનમાં…

વધુ વાંચો >

ફિલ્હાર્મોની, બર્લિન (1963)

ફિલ્હાર્મોની, બર્લિન (1963) : હાન્સ સ્ખારૂનની જગવિખ્યાત અષ્ટ કોણાકાર સ્થાપત્યરચના. તત્કાલીન સંગીત અને નાટ્યકલાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને આ અભૂતપૂર્વ ઇમારતનું આયોજન થયું છે. પ્રથમ વાર અહીંના વિશાલ ખંડમાં કલાકારોનું સ્થાન મધ્યમાં રાખવામાં આવેલું છે. તેની ફરતે બધી બાજુ પ્રેક્ષક દીર્ઘાઓનું સ્થાન રખાયેલ છે. તેથી પ્રેક્ષક, કલાકારો વચ્ચે સમન્વય સંવાદ સધાય…

વધુ વાંચો >

ફેસિયા

ફેસિયા : પટ્ટો. દીવાલના ભાગ રૂપે અથવા સ્તંભોની રચનામાં સ્તંભ ઉપર રચાયેલા પાશ્ચાત્ય સ્થાપત્યની પરિભાષામાં પાટડાની રચનામાં થર અલગ પાડતા પટ્ટાને ફેસિયા કહેવાય છે. ભારતીય સ્થાપત્યમાં આ ‘થર’ તરીકે જ ઓળખાય છે. તેમાં જુદા જુદા વિષય પર આધારિત શિલ્પકૃતિઓ કંડારાય છે; જેમ કે, નરથર, ગજથર વગેરે. આ થર દ્વારા દીવાલોની…

વધુ વાંચો >

ફૉ કુઆંગ મંદિર

ફૉ કુઆંગ મંદિર (શાન્સી, ચીન) : માઉન્ટ વુ તાઇ નજીક શાન્સીમાં આવેલ મંદિર. ચીનનું તે સૌથી પ્રાચીન લાકડાનું મંદિર છે. તે ઈ. સ. 850થી 860 વચ્ચે બંધાયેલું. તાંગ રાજ્યવંશ છઠ્ઠીથી દસમી સદી વચ્ચે સત્તા પર હતો, તે દરમિયા આ ઇમારત બંધાયેલી. કાષ્ઠસ્થાપત્યકલામાં ચીનનો વારસો અગત્યનો રહ્યો છે. બાંધકામની શૈલી તેમજ…

વધુ વાંચો >

ફૉરમ

ફૉરમ : રોમન સ્થાપત્યમાં શહેરની એક મુખ્ય પ્રાંગણરૂપ જગ્યા. ભારતીય સંદર્ભમાં શહેરનો મુખ્ય ચોક. રોમના નગર-આયોજનમાં ફૉરમ લોકોને વ્યવસ્થિત રીતે એકઠા થવાની જગા તરીકે મહત્વનું હતું. તેનો સંબંધ લોકજીવન સાથે રહેતો હતો. ત્યાં લોકોત્સવો યોજાતા હતા. આ જગ્યાની ફરતે સ્તંભાવલિ અથવા તો અગત્યની સંસ્થાકીય ઇમારતો રહેતી હતી. તેના દ્વારા ફૉરમની…

વધુ વાંચો >

ફૉર્મવર્ક

ફૉર્મવર્ક : ઇમારતની વિવિધ પ્રકારની બાંધણી માટે તૈયાર કરાતી માળખાકીય રચના. ખાસ કરીને મિશ્રિત માલથી રચાતા ઇમારતી આધારો ઊભા કરવા પ્રથમ આવું માળખું અથવા ફૉર્મવર્ક ઊભું કરાય છે, તે મિશ્રિત માલ ગોઠવવામાં મદદરૂપ થાય છે. આ માળખાની રચના ઇમારતના આધારોના આકાર પ્રમાણે થાય છે અને ખાસ કરીને લોખંડ અથવા લાકડાના…

વધુ વાંચો >

ફૉલિંગ વૉટર

ફૉલિંગ વૉટર : અમેરિકાના બિયર રન શહેરમાં પેન્સિલ્વેનિયા રાજ્યના નિવાસ માટેની એક વિખ્યાત ઇમારત. 1937–39 દરમિયાન અમેરિકન સ્થપિત ફ્રેન્ક લૉઇડ રાઇટે બાંધેલી આ ઇમારત અમેરિકાના અર્વાચીન સ્થાપત્યનું બેનમૂન ઉદાહરણ ગણાય છે. અર્વાચીન અમેરિકન અને યુરોપીય સ્થાપત્યનો સમન્વય સાધતી આ સ્થાપત્ય-રચનામાં એના સ્થપતિએ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ, એકસ્પ્રેશનિઝમ અને ઍન્ટિરૅશનાલિઝમ – એ…

વધુ વાંચો >

ફ્રેસ્કો

ફ્રેસ્કો : ઇમારતોની દીવાલ પર રંગસામગ્રીનો ઉપયોગ કરીને ચિત્રકામ કરવાની પાશ્ચાત્ય દેશોની એક શૈલી. આ શૈલી વિશ્વની સર્વ સંસ્કૃતિઓમાં પ્રચલિત છે અને આદિકાળથી મકાનોની શોભા વધારવા આ પદ્ધતિઓનો ઉપયોગ થતો આવ્યો છે. આ ચિત્રો દ્વારા લોકજીવનનાં અનેક પાસાંના વિવરણની પ્રથા અત્યંત જૂની છે. ભારતીય સંદર્ભમાં ધાર્મિક ઇમારતો તેમજ ખાનગી આવાસોમાં…

વધુ વાંચો >