ફેસિયા : પટ્ટો. દીવાલના ભાગ રૂપે અથવા સ્તંભોની રચનામાં સ્તંભ ઉપર રચાયેલા પાશ્ચાત્ય સ્થાપત્યની પરિભાષામાં પાટડાની રચનામાં થર અલગ પાડતા પટ્ટાને ફેસિયા કહેવાય છે. ભારતીય સ્થાપત્યમાં આ ‘થર’ તરીકે જ ઓળખાય છે. તેમાં જુદા જુદા વિષય પર આધારિત શિલ્પકૃતિઓ કંડારાય છે; જેમ કે, નરથર, ગજથર વગેરે. આ થર દ્વારા દીવાલોની રચનામાં પાટ અથવા પાટલી જેવા પથ્થરોનો સમાવેશ કરાય છે. તેના દ્વારા દીવાલની પહોળાઈની પકડ રહે છે અને પથ્થરોની ગોઠવણી અથવા ઈંટોની ગોઠવણીમાં નિયમિતતા જળવાય છે.

રવીન્દ્ર વસાવડા