ફૉ કુઆંગ મંદિર (શાન્સી, ચીન) : માઉન્ટ વુ તાઇ નજીક શાન્સીમાં આવેલ મંદિર. ચીનનું તે સૌથી પ્રાચીન લાકડાનું મંદિર છે. તે ઈ. સ. 850થી 860 વચ્ચે બંધાયેલું. તાંગ રાજ્યવંશ છઠ્ઠીથી દસમી સદી વચ્ચે સત્તા પર હતો, તે દરમિયા આ ઇમારત બંધાયેલી. કાષ્ઠસ્થાપત્યકલામાં ચીનનો વારસો અગત્યનો રહ્યો છે. બાંધકામની શૈલી તેમજ કારીગીરીનું આ ઇમારત એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.

રવીન્દ્ર વસાવડા