રમતગમત
ગુજરાત સ્ટેડિયમ
ગુજરાત સ્ટેડિયમ : જુઓ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ
વધુ વાંચો >ગુપ્તે, સુભાષ પંઢરીનાથ
ગુપ્તે, સુભાષ પંઢરીનાથ (જ. 11 ડિસેમ્બર 1929, મુંબઈ ; અ. 31 મે 2002, ટ્રિનિડાડ, વેસ્ટ ઇન્ડિઝ) : ભારતીય ક્રિકેટ ખેલાડી, જમોડી લેગ-બ્રેક અને ગૂગલી ગોલંદાજ. તેઓ એમની કારકિર્દીની ટોચે હતા ત્યારે જગતના શ્રેષ્ઠ લેગ-બ્રેક ગોલંદાજ ગણાતા હતા. એમણે 1948–49માં મુંબઈ તરફથી ચેન્નાઈ સામે રમીને પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પ્રવેશ મેળવ્યો. પ્રથમ…
વધુ વાંચો >ગૂગલી
ગૂગલી : ક્રિકેટની રમતમાં થતી સ્પિન ગોલંદાજીનો એક વિલક્ષણ પ્રકાર. તે બહુ જ ઓછા સ્પિન ગોલંદાજોને ફાવ્યો છે. કોઈ સ્પિન ગોલંદાજ ‘લેગ-બ્રેક’ ઍક્શન સાથે ગોલંદાજી કરે અને દડો આગળ વધતાં બૅટ્સમૅન પાસે પહોંચી ‘ઑફ-બ્રેક’ થઈ જાય તેવા દડાને ગૂગલી અને તેવા ગોલંદાજને ગૂગલી ગોલંદાજ કહેવામાં આવે છે. 1900માં ગૂગલી ગોલંદાજીની…
વધુ વાંચો >ગેડીદડા
ગેડીદડા : પરાપૂર્વથી ગામની ભાગોળે અથવા બે અડોઅડ ગામોની વચ્ચેના વિસ્તારમાં રમાતી આવેલી ભારતીય રમત. ગેડીદડાની રમત એ આંતરરાષ્ટ્રીય હૉકીની રમતના જેવી ભારતની રાષ્ટ્રીય લોકરમત છે. આ રમતનું પગેરું મહાભારતકાળ સુધી જાય છે. ગેડીદડાની રમતમાં દડો વજનદાર હોવાથી ખેલાડીના કાંડાને વધારે તાકાતની જરૂર પડે છે તથા રમતનાં ગેડી અને દડા…
વધુ વાંચો >ગોયલ, સુરેશ
ગોયલ, સુરેશ (જ. 20 જૂન 1943, અલ્લાહાબાદ, ઉત્તરપ્રદેશ; અ. 13 એપ્રિલ 1978, વારાણસી) : બૅડમિન્ટનની રમતના આંતરરાષ્ટ્રીય સ્તરના ભારતીય ખેલાડી. તેઓ રેલવેની ટીમ તરફથી વર્ષો સુધી રમ્યા અને 5 વાર રાષ્ટ્રીય વિજેતા બન્યા. મ્યૂનિક ઑલિમ્પિક પૂર્વે યોજાયેલી ડેમૉન્સ્ટ્રેશન ટુર્નામેન્ટમાં વિશ્વના 11 દેશોના ઉત્કૃષ્ટ 22 ખેલાડીઓમાં સ્થાન પામી મ્યૂનિક ગયા. આંતરરાષ્ટ્રીય…
વધુ વાંચો >ગૉલ્ફ
ગૉલ્ફ : મૂળ સ્કૉટલૅન્ડની પણ યુરોપખંડમાંથી વિશ્વના વિવિધ દેશોમાં પ્રસરેલી લોકપ્રિય રમત. આ મેદાની રમતનું પગેરું આપણને પંદરમી સદી સુધી લઈ જાય છે. 4,500થી 5,500 મી. જેટલી લંબાઈની લગભગ 60 હેક્ટર જેટલી ખુલ્લી જગ્યામાં રેતીના ટેકરા, ખાઈ, પાણીનાં ખાબોચિયાં અસમાન સપાટીવાળું ઘાસ વગેરે જેવા અવરોધો હોય ત્યાં આ રમત રમાય…
વધુ વાંચો >ગોસ્વામી, ચુન્ની
ગોસ્વામી, ચુન્ની (જ. 15 જાન્યુઆરી 1938, કૉલકાતા; અ. 30 એપ્રિલ 2020 કોલકાતા) : ફૂટબૉલના ભારતીય ખેલાડી. ભારતીય ફૂટબૉલના ઇતિહાસમાં તેમનું નામ તેમની સિદ્ધિ માટે ઘણા લાંબા સમય સુધી યાદ રહેશે. અસલ નામ સુબિમલ ગોસ્વામી. ભારતીય આમજનતા તેમને ચુન્ની ગોસ્વામી તરીકે ઓળખે છે. પોતાના બાળપણના દિવસોમાં મિત્રોને ફૂટબૉલ રમતા જોઈ તેમણે…
વધુ વાંચો >ગોળાફેંક
ગોળાફેંક : પ્રાચીન ગ્રીસની જોસીલી અને ઑલિમ્પિક રમતગમત પ્રણાલીમાં ‘ઍથ્લેટિક્સ’ નામે ઓળખાતી રમતસ્પર્ધા. તે બળવાન અને વજ્રકાય ખેલાડીઓની માનીતી સ્પર્ધા હતી. વર્તમાન સમયમાં પ્રચલિત ગોળાફેંક સ્પર્ધામાં લોખંડ યા પિત્તળના ગોળાનું વજન પુરુષો માટે 7.257 કિ.ગ્રા. (16 રતલ), કુમારો માટે 5.443 કિગ્રા. (12 રતલ) અને સ્ત્રીઓ માટે 4 કિગ્રા. (8 રતલ,…
વધુ વાંચો >ગૌસ, મોહમ્મદખાન
ગૌસ, મોહમ્મદખાન (જ. 2 નવેમ્બર 1915, મલીહાબાદ; અ. 1982) : વીસમી સદીના ભારતના આંતરરાષ્ટ્રીય કક્ષાના ટેનિસ-ખેલાડી. 1921માં ચેકૉસ્લોવેકિયાના વિજેતા મેંજલને હરાવીને પ્રથમ આંતરરાષ્ટ્રીય વિજય મેળવ્યો. 1933–34માં આગ્રામાં રાષ્ટ્રીય વિજેતા બન્યા. 1939માં વિમ્બલ્ડન સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. પાવર-ટેનિસના નિષ્ણાત ગૌસ મોહમ્મદ મધ્યમ ઊંચાઈ ધરાવતા અને મજબૂત બાંધાના…
વધુ વાંચો >ગ્રાફ, સ્ટેફી
ગ્રાફ, સ્ટેફી (જ. 14 જૂન 1969, બ્રુહ, જર્મની) : ટેનિસ રમતની 1994માં વિશ્વક્રમાંક–1ની (top-seeded) જર્મન મૂળની ખેલાડી. આખું નામ સ્ટેફી પીટર ગ્રાફ. પિતા પીટર ગ્રાફ તથા માતા હેઇડી તરફથી તેને ટેનિસની રમત રમવા પ્રત્યે નાનપણથી પ્રેરણા મળી હતી. 5 ફૂટ 9 ઇંચની ઊંચાઈ ધરાવતી સ્ટેફીએ અમેરિકામાં ટેનિસના કાશી ગણાતા ફ્લૉરિડા…
વધુ વાંચો >